EXCLUSIVE: મોરબીનો પૂલ કેવી રીતે તૂટ્યો એના CCTV ફુટેજ આવ્યા સામે, 3 સેકન્ડમાં લોકો નદીમાં ખાબક્યા…

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબીઃ રવિવારે મોરબીનો ઝૂલતો પૂલ તૂટી પડતા 400થી વધુ લોકો નદીમાં ખાબક્યા હતા. આ દરમિયાન 140થી વધુ લોકોના મોત થઈ હોવાની માહિતી મળી રહી છે અને હજુ પણ રેસ્ક્યૂ ટીમ તપાસ કરી રહી છે. તેવામાં ગુજરાત તક પાસે આ પૂલ ધરાશાયી કેવી રીતે થયો એના EXCLUSIVE CCTV ફૂટેજ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે લોકો પૂલ પર મજાક મસ્તી કરી રહ્યા છે. 3 સેકન્ડમાં આ પૂલની એકબાજુથી હેન્ગિંગ બ્રિજ છૂટો પડી ગયો અને લોકો પણ એકપછી એક નદીમાં પટકાયા હતા.

CCTV ફૂટેજ જુઓ…

ADVERTISEMENT

3 સેકન્ડમાં બ્રિજ ખાબક્યો…
30 ઓક્ટોબર રવિવારે સાંજે 6 વાગ્યે 31 મિનિટ દરમિયાન આ ઘટના બની હતી. તેવામાં આ CCTV ફૂટેજ 6 કલાક 31 મિનિટ અને 45 સેકન્ડથી શરૂ થાય છે. આ સમયગાળા દરમિયાન અહીં લોકો ઝૂલતા પુલ પર એકબીજા સાથે મસ્તી કરતા નજરે પડી રહ્યા છે. તો કેટલાક લોકો પૂલને પોતાના હાથ વડે ઝૂલાવતા હોય તેમ લાગી રહ્યું છે. જોતજોતામાં 6 વાગ્યે 31 મિનિટ અને 59 સેકન્ડે આ પૂલના એક ભાગની સ્ટ્રિંગ્સ તૂટી જાય છે અને લગભગ 3 સેકન્ડની અંદર આખો પૂલ નદીમાં ગરકાવ થઈ જાય છે. તમને જણાવી દઈએ કે CCTV ફૂટેજમાં દર્શાવેલા સમય પ્રમાણે સાંજે 6 વાગ્યે 32 મિનિટ અને 2 સેકન્ડ સુધીમાં આખો પૂલ નદીમાં ગરકાવ થઈ જાય છે.

ADVERTISEMENT

CCTV ફૂટેજ પર નજર કરીએ તો આ ભયાનક ઘટના 3 સેકન્ડની અંદર જ પરિણમી હતી. જેમાં રિપોર્ટ્સના આધારે 400થી વધુ લોકો પાણીમાં ખાબક્યા હતા, જ્યારે 141ના મોત નીપજ્યા છે. હજુ પણ રેસ્ક્યૂ ટીમ દ્વારા તપાસની કામગીરી ચાલી રહી છે.

ADVERTISEMENT

પ્રત્યક્ષદર્શીએ વર્ણવી દર્દનાક ક્ષણો…
મીડિયા સાથે વાતચીતમાં પ્રત્યક્ષદર્શીએ કહ્યું પૂલ પર સેંકડો લોકો હતા વધારે પડતા ધસારાના કારણે એકાએક પૂલ તૂટી ગયો હતો. નજરોનજર આ પૂલના ટૂકડા થતા જોઈ અમે બે ઘડી તો સ્તબ્ધ થઈ ગયા હતા. આ દરમિયાન અમે લોકોને પાણી ખાબકતા જોઈ તાત્કાલિક મદદ માટે દોડ્યા હતા. હું અને મારો મિત્ર તાત્કાલિક તે સ્થળ પર પહોંચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી હતી પરંતુ અમે માત્ર 8 લોકોને જ બચાવી શક્યા હતા. અમને અફસોસ છે કે અમે તે સમયે વધારે લોકોને ન બચાવી શક્યા.

બાળકો અસમંજસમાં હોવાથી મુશ્કેલીમાં મુકાયા
પ્રત્યક્ષદર્શીએ વધુમાં કહ્યું કે આ પુલ તૂટી પડ્યો ત્યારે અમે નજરે જોયું કે મોટી ઉંમરના જે લોકો હતા તેઓ પૂલની દોરીની સહાયથી બહાર નીકળી ગયા હતા પરંતુ નાના બાળકો આમ તેમ વલખા મારતા હતા. તેઓ નદીમાંથી બહાર કેવી રીતે નીકળવું એનાથી અજાણ હતા. જેના પરિણામે બાળકો અસમંજસમાં મુકાયા અને મૃત્યુઆંક પર નજર કરીએ તો મોટાભાગના બાળકો આ કારણોસર ડૂબી ગયા છે.

    follow whatsapp

    ADVERTISEMENT