EXCLUSIVE: જૂનાગઢના રાજ ભારતી બાપુના મહિલાઓ સાથે ચેટના વોટ્સએપ સ્ક્રીનશોટ સામે આવ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી/જુનાગઢઃ જુનાગઢમાં ખેતલિયા આશ્રમના મહંતની આત્મહત્યા પછી જ્યોતિર્નાથ નામના એક વ્યક્તિનો પત્ર સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. જેમાં મહંત પર કેટલાક ગંભીર આરોપ લગાવાયા છે. આ પત્રમાં મહંત રાજભારતી બાપુ પર મુસ્લિમ હોવા ઉપરાંત અન્ય મહિલાઓ સાથે અનૈતિક સંબંધો અને દારુ-માંસના શોખીન હોવાના પણ આરોપ લગાવાયા છે. ઉપરાંત તેમના પર કરોડોની પ્રોપર્ટી એક્ઠી કર્યાના આરોપ લગાવ્યા છે. ત્યારે મહિલાઓ સાથેની ઓડિયો ક્લિપ ફરતી થતા ગઈકાલે રાજબાપુએ ગોળી મારી આપઘાત કરી લીધો. ત્યારે હવે તેમના મહિલાઓ સાથેના વોટસએપ ચેટ સામે આવ્યું છે. જોકે Gujarat Tak આ કથિત વાઈરલ ચેટની પુષ્ટિ કરતું નથી.

સોશિયલ મીડિયામાં બાપુના મહિલાઓ સાથેના ચેટના સ્ક્રીનશોટ વાઈરલ
સોશિયલ મીડિયામાં ફરતા થયેલા પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, બાપુ મહિલાઓના નામ બદલીને પુરુષોના નામથી તેમના નંબર સેવ રાખતા હતા. જ્યારે પ્રોફાઈલ પિક્ચરમાં મહિલાઓની તસવીર દેખાય છે. આ મહિલાઓ સાથે તેઓ સામાન્ય વ્યક્તિ જેમ પ્રેમિકા સાથે વાત કરે તે રીતે વાતો કરતા હતા અને વીડિયો કોલ પણ કરતા હતા. આ ચેટમાં અમુક મહિલાઓ પતિ પાસે હોવાથી વાત ન કરી શકવાનું પણ જણાવે છે. ત્યારે એક સાધુ પાસે મહિલાની એવી તો શું વાત હોય કે તે પતિ સામે ન કહી શકે. આમ કહીને બાપુ પવિત્ર ભગવા કપડાને બદનામ કરવાનું કામ કર્યું હોવાના આક્ષેપ કર્યા છે.

ADVERTISEMENT

 

 

ADVERTISEMENT

 

ADVERTISEMENT

 

 

    follow whatsapp

    ADVERTISEMENT