ધીરુભાઈ અંબાણી અંગે ગૌતમ અદાણીએ કહ્યું- ‘લાખો ઉદ્યમિઓ માટે પ્રેરણા સ્ત્રોત’

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ પ્રથમ વખત જાણીતી ન્યૂઝ ચેનલ ઈન્ડિયા ટૂડેના એક્સક્લૂઝિવ ઈન્ટરવ્યૂમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ કેટલીક મહત્વની બાબતો પર વાત કરી હતી. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી દ્વારા અહીં ઈન્ડિયા ટૂડેના ગ્રુપ એડિટોરિયલ ડાયરેક્ટર રાજ ચેંગપ્પા સાથેની વાતચિતમાં પોતાની કંપની પર થતા લોનને લઈને આક્ષેપો અંગે પણ વાત કરી હતી. વર્ષ 2022 અદાણી ગ્રુપ માટે ખૂબ જ સારું રહ્યું છે. આ વર્ષે જ ACC અને અંબુજાના હસ્તાતંરણ બાદ તે દેશનું સૌથી મોટું સિમેન્ટનું ઉત્પાદક બન્યું છે. એરક્રાફ્ટ મેઈન્ટેનન્સ, મેન્યુફેક્ચરિંગ, ટેલિકોમ, ડેટા સેન્ટર્સ અને લોજિસ્ટિક્સમાં પણ ઝડપથી અદાણી ગ્રુપ આગળ વધી રહ્યું છે. ત્યારે દુનિયાના ત્રીજા નંબરના સૌથી ધનિક અને ભારત તથા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીએ India Todayના રાજ ચેંગપાને આપેલા એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂમાં અદાણી ગ્રુપના સફળતા, થતા આક્ષેપો સહિતની કેટલીક ખાસ બાબતો પર વાત કરી હતી.

પ્રશ્ન: ધીરુભાઇ અંબાણી જેવા પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસીકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. તમે પણ પહેલી પેઢીના ઉદ્યોગસાહસીક છો. તમે કોને માર્ગદર્શક માનો છો?
ગૌતમ અદાણીનો જવાબ: ધીરુભાઇ અંબાણી ભારતમાં લાખો ઉદ્યમિઓ માટે પ્રેરણા સ્ત્રોત છે. તેમણે દેખાડ્યું છે કે, કોઇ સમર્થન કે સંસાધન વગર તમામ પડકારો છતા પણ એક વિનમ્ર વ્યક્તિ ન માત્ર એક વિશ્વ સ્તરીય વ્યવસાય સમુહ સ્થાપિત કરી શકે છે પરંતુ એક સમૃદ્ધ વારસો પણ છોડી શકો છો. પહેલી પેઢીના ઉદ્યમી હોવાના કારણે હું તેમનાથી ખુબ જ પ્રેરિત છું.

આ પણ જાણવા જેવું…
NDTVના હસ્તાંતરણ અંગે પહેલીવાર બોલ્યા ગૌતમ અદાણી, કહ્યું- જુઓ…
અદાણી ગ્રુપના વિકાસમાં રાજીવ ગાંધીનો સિંહ ફાળો: ગૌતમ અદાણી
અદાણીને અપાઈ છે બેન્કો દ્વારા મોટી લોન, આ ચિંતાનો ગૌતમ અદાણીએ શું આપ્યો જવાબ?

ADVERTISEMENT

પ્રશ્ન: ભારતના ભવિષ્ય, અર્થવ્યવસ્થા અને વિકાસને તમે એક ઉદ્યોકસાહસિકની દ્રષ્ટીએ કઇ રીતે જોઇ રહ્યો છો
ગૌતમ અદાણીનો જવાબ: આપણી આઝાદીના 75 વર્ષમાં જીડીપીને એક ટ્રિલિયન ડોલર સુધી પહોંચવામાં 58 વર્ષ લાગ્યા. બીજા એક ટ્રિલિયન ડોલર સુધી પહોંચવા માટે 12 વર્ષ લાગ્યા, ત્રીજા ટ્રિલિયન ડોલર સુધી આપણે માત્ર 5 વર્ષમાં પહોંચ્યાં હતા. જો હાલની સ્થિતિ જોઇએ તો મને લાગી રહ્યું છે કે, હાલ સામાજિક અને આર્થિક સુધારાઓ જે ઝડપથી થઇ રહ્યા છે. જેને જોતા ભારત આગામી દશકમાં દર 12થી 18 મહિને આપણે જીડીપીમાં 1 ટ્રિલિયન ડોલરનો વધારો કરીશું.

હું ભારતના વિકાસ અને સમૃદ્ધિ મુદ્દે ખુબ જ આશાવાદી છું. આ આશાવાદ તે તથ્ય પરથી આવે છે કે, 2050 માં આપણી પાસે 38 વર્ષની સરેરાશ આયુષ્ય ધરાવતા 1.6 અબજ યુવાનો હશે. જે એક યુવા ભારત હશે. આપણી પાસે વિશ્વની સૌથી મોટી મધ્યમ વર્ગીય વસ્તી હશે. આ યુવાન દેશ અને મધ્યમ વર્ગ સાથે સંયુક્ત રીતે ભારત વિકાસ અને સમૃદ્ધીઓની સીડી ચડશે. આપણે 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનીશું. જેના પરથી સ્પષ્ટ છે કે, આ સદી ભારતની છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT