પરીક્ષામાં ફેરફાર: સરકાર 9થી12 ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષા પણ ટાઇમે લેવા અસમર્થ
ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી દરમિયાન ધોરણ 9થી 12 ની પ્રાથમિક કસોટી લેવાના કાર્યક્રમમાં ફેરફાર જાહેર…
ADVERTISEMENT
ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી દરમિયાન ધોરણ 9થી 12 ની પ્રાથમિક કસોટી લેવાના કાર્યક્રમમાં ફેરફાર જાહેર કર્યો છે. હવે પરીક્ષા 27 ના બદલે 28 જાન્યુઆરીથી શરૂ થશે અને 6 ફેબ્રુઆરી સુધી ચાલશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાવાનો હોઇ પરીક્ષાને એક દિવસ માટે પાછી ઠેલવામાં આવી છે.
પીએમ મોદી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરશે
PM મોદી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ 27 જાન્યુઆરીએ સંબોધિત કરશે. જ્યાં તેઓ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં 27 જાન્યુઆરી, 2023 ના દિવસે લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓને સંબોધિત કરશે. વિદ્યાર્થીઓ અને વાલીઓને પરીક્ષાથી ગભરાવું નહી સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરશે. જેના કારણે ગુજરાતની પરીક્ષા એક દિવસ માટે પાછી ખસેડવામાં આવી છે.
ગુજરાત સરકાર તમામ મુદ્દે એકવાર નિર્ણય લીધા બાદ પારોઠના પગલા ભરવા મજબુર
ગુજરાત સરકારની પરીક્ષા મુદ્દે એટલી ખસતા હાલત છે કે, સરકારી પરીક્ષાઓ તો ઠીક પરંતુ પ્રાથમિક શાળાની પરીક્ષાઓનું આયોજન પણ ફુલપ્રુફ કરી શકતા નથી. માધ્યમિક શાળાની પરીક્ષા પણ ફુલપ્રુફ રીતે થઇ શકતી નથી. જેના કારણે ફરી એકવાર પરીક્ષા પાછી ઠેલવાની ફરજ પડી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ધોરણ 9 થી માંડીને સરકાર દ્વારા લેવાતી અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામના પેપર પણ ફુટી ચુક્યાં છે.
ADVERTISEMENT
ADVERTISEMENT