'સ્ત્રી 2' બાદ શ્રદ્ધા કપૂરનો મોટો ધમાકો, આ મામલે PM મોદીને પણ પાછળ છોડ્યા, જાણો નંબર 1 પર કોણ

ADVERTISEMENT

પીએમ મોદી - શ્રદ્ધા કપુર
pm modi and shraddha kapoor
social share
google news

Shraddha Kapoor Instagram Followers : ફિલ્મ 'સ્ત્રી 2' બાદ શ્રદ્ધા કપૂરની લોકપ્રિયતા ખુબ વધી રહી છે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂરની એક્ટિંગ અને ફિલ્મની સ્ટોરી દર્શકોને એટલી પસંદ આવી રહી છે કે અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની બાબતમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પાછળ છોડી દીધા છે.

શ્રદ્ધાએ પીએમ મોદીને પાછળ છોડી દીધા

'સ્ત્રી 2' રિલીઝ થયા પછી, શ્રદ્ધા કપૂર હવે ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની દ્રષ્ટિએ ટોપ 3ની યાદીમાં સામેલ થઈ ગઈ છે. વિરાટ કોહલી નંબર વન, પ્રિયંકા ચોપરા બીજા અને શ્રદ્ધા કપૂર ત્રીજા નંબર પર છે. અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ પર 91.5 મિલિયન ફોલોઅર્સ છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇન્સ્ટાગ્રામ પર 91.3 મિલિયન ફોલોઅર્સ છે. આ ડેટા 21 ઓગસ્ટ 2024 સુધીનો છે.

અન્ય સ્ટાર્સના ફોલોઅર્સ

અન્ય બોલિવૂડ સ્ટાર્સના ફોલોઅર્સ વિશે વાત કરીએ તો, વિરાટ કોહલી 271 મિલિયન ફોલોઅર્સ સાથે નંબર 1 પર છે, પ્રિયંકા ચોપરાના 91.8 મિલિયન ફોલોઅર્સ છે, આલિયા ભટ્ટના 85.1 મિલિયન ફોલોઅર્સ છે અને દીપિકા પાદુકોણના 79.8 મિલિયન ફોલોઅર્સ છે. જો કે શાહરૂખ ખાન હજુ ઘણો પાછળ છે. કિંગ ખાનના હાલમાં 47.3M ફોલોઅર્સ છે.

ADVERTISEMENT

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

'સ્ત્રી 2'એ મચાવી તબાહી

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની 'સ્ત્રી 2' 15 ઓગસ્ટે રિલીઝ થઈ હતી. આ હોરર કોમેડી ફિલ્મે રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મે 250 કરોડનો આંકડો પાર કરી લીધો છે. એટલી હદે આ ફિલ્મ આ વર્ષની સૌથી મોટી ઓપનર બની ગઈ છે. આ ફિલ્મે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર લગભગ 54 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મમાં સરકટેનો આતંક બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણી સારી કમાણી કરી રહી છે. રાજકુમાર અને શ્રદ્ધા ઉપરાંત આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી અને અપારશક્તિ ખુરાના છે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT