રાજ્યભરમાં વીજ ચોરી સામે મેગા ડ્રાઈવ, 397 ગેરકાયેદસર કનેક્શન ઝડપી 1.65 કરોડનો દંડ ફટકાર્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: વીજ ચોરોની સામે કડક કાર્યવાહી કરવા અને તેમને પકડવા માટે ગુજરાત પોલીસ અને વીજ કંપનીઓની વિવિધ એજન્સીઓ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી રાજ્યભરમાં મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત પંચમહાલ, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 200થી વધુ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરીને 3730 વીજ જોડાણનું ચેકિંગ કરવામાં આવ્યું છે. જેમાં 397 ગેરકાયદે વીજ જોડાણ પકડાયા છે. આ ગેરરીતિ બદલ તેમની પાસેથી રૂ.165.65 લાખ આકારણીની વસુલાત કરીને કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.

ગોધરામાં રૂ.90 લાખનો દંડ
રાજ્યના વિવિધ જીલ્લાઓમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અને ગુજરાત પોલીસ દ્વારા સંયુક્ત મેગા ચેકીંગ ડ્રાઇવ શરૂ કરી ગેરકાયદેસર વીજ જોડાણોને પકડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગૃહ વિભાગમાંથી મળેલી માહિતી મુજબ પંચમહાલ જીલ્લામાં ગોધરા શહેર વિસ્તારમાં વીજ કંપનીની 86 ટીમો સાથે 1828 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા છે. તે પૈકી 100 વીજ જોડાણોમાં ગેરરીતિ જણાય આવતા કાયદેસરની કાર્યવાહી કરી રૂ.90 લાખની આકારણી કરવામાં આવી છે. આ ચેકીંગ દરમ્યાન કેટલીક ફેકટરીઓમાં પણ ગેરકાયદેસર વીજ જોડાણ હોવાનું ધ્યાને આવ્યું છે.

રાજકોટમાં 126 વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાઈ
તે ઉપરાંત રાજકોટ જિલ્લામાં ગોંડલ શહેર વિસ્તારમાં વીજ કંપનીની 44 ટીમો સાથે 857 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા અને તે પૈકી 126 વીજ જોડાણોમાં ગેરરીતિ જણાય આવતા કાયદેસરની કાર્યવાહી કરી રૂ.26 લાખની આકારણી કરવામાં આવી છે.

ADVERTISEMENT

સુરેન્દ્રનગરના 7 ગામોમાં 573 વીજ કનેક્શન ચેક કરાયા
તેવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકાના 7 ગામો અને ધાંગધ્રા શહેર વિસ્તારમાં વીજ કંપનીની વિવિધ ટીમો સાથે 573 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા. તે પૈકી 86 વીજ જોડાણોમાં ગેરરીતી જણાય આવતા કાયદેસરની કાર્યવાહી કરી રૂ.18 લાખની આકારણી કરવામાં આવી છે. આ ડ્રાઇવ દરમ્યાન 4 ટી.સી., 500 મી. વાયર અને 7 સબમર્શીબલ પંપ મોટર કબ્જે કરવામાં આવી છે. બીજી તરફ જામનગર જિલ્લામાં જામનગર શહેર વિસ્તારમાં વીજ કંપનીની 37 ટીમો સાથે 472 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા અને તે પૈકી 85 વીજ જોડાણોમાં ગેરરીતી જણાય આવતા કાયદેસરની કાર્યવાહી કરી રૂ. 31.65 લાખની આકારણી કરવામાં આવી છે.

    follow whatsapp

    ADVERTISEMENT