ભૂપેન્દ્ર સરકારમાં નવા-જૂનીના એંધાણ! વિજય રૂપાણીના નિવેદનથી રાજકારણ ગરમાયું

ADVERTISEMENT

Statement by Vijay Rupani
ભૂપેન્દ્ર સરકારમાં નવા-જૂનીના એંધાણ!
social share
google news

Statement by Vijay Rupani: લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે આવતીકાલે પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. સમગ્ર દેશ સહિત વિશ્વભરના લોકોની નજર આવતીકાલે જાહેર થવા જઈ રહેલા લોકસભાની ચૂંટણીના પરિણામો પર છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી એક બેઠક સુરત બિનહરીફ જાહેર થયા બાદ 25 બેઠકો પર ગત 7 મેના રોજ મતદાન થયું હતું. ત્યારે ગુજરાત લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે.  

ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શક્યતા: રૂપાણી

લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ગુજરાતના રાજકારણમાં મોટો ફેરફાર થાય તેવી શક્યતાઓ છે. આ મામલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું કે, લોકસભા ચૂંટણીના પરિણામ બાદ ભૂપેન્દ્ર સરકારના મંત્રીમંડળ વિસ્તરણ થાય તેવી શક્યતા છે.  તો મંત્રીમંડળમાં 7થી 8 નવા મંત્રીઓ બનાવાય તેવો વિજય રૂપાણીને આશાવાદ છે.

ગુજરાતમાં ભાજપને મળશે 26 બેઠકઃ રૂપાણી

લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત પર બોલતા વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં ભાજપની 26 સીટ આવશે, એક તો જીતી જ ગયા છીએ. 25 બાકી છે. ત્યારે આવતીકાલે ગુજરાતની 26-26 બેઠક પર ભાજપની જીત થશે એ નક્કી જ છે. સાથે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે.

ADVERTISEMENT

ત્રીજી વખત બનશે મોદી સરકારઃ વિજય રૂપાણી

તેઓએ કહ્યું છે કે, એક્ઝિટ પોલ પર નજર કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવતી જોવા મળી રહી છે. પોલ ઓફ પોલમાં NDAને 350 બેઠકો મળતી દેખાઈ રહી છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધન 125-130 સીટો સુધી સિમિત રહે છે. 

    follow whatsapp

    ADVERTISEMENT