નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિએ સરકાર બનાવવાનું આપ્યું આમંત્રણ, 9 જૂને યોજાશે શપથગ્રહણ

Gujarat Tak

ADVERTISEMENT

Narendra Modi
Narendra Modi
social share
google news

NDA Government : NDAના સંસદીય દળના નેતા ચૂંટાયા બાદ અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરાયા બાદ હવે ભાજપ નેતા નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ સાથે મુલાકાત કરી હતી. સાંજે 6 વાગ્યે નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા, અહીં રાષ્ટ્રપતિએ તેમનું અભિવાદન કર્યું અને ભગવાન જગન્નાથની તસવીર સાથે તેમનું સ્વાગત કર્યું. જણાવી દઈએ કે, 9 જૂને સાંજે 7:15 વાગ્યે પ્રધાનમંત્રી અને અન્ય મંત્રીઓ શપથગ્રહણ કરશે.

9 જૂને NDAની નવી સરકારના શપથ ગ્રહણ

ત્યારબાદ તેમને રાષ્ટ્રપતિ તરફથી વડાપ્રધાન પદ પર નિયુક્ત થવા અને સરકાર બનાવવાનું આમંત્રણ મળ્યું છે. હવે NDA નવી સરકાર બનાવશે અને શપથ ગ્રહણ 9 જૂને થશે. આ અવસર પર કાર્યકારી પીએમ મોદીએ શુક્રવારે સાંજે મીડિયાને સંબોધિત કર્યું અને આ દરમિયાન તેમણે સરકાર રચવાનું આમંત્રણ મળવાની જાણકારી આપી.

'18મી લોકસભા નવી અને યુવા ઊર્જાથી સજ્જ'

આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું, '18મી લોકસભા એક રીતે નવી યુવા ઉર્જા અને કંઈક હાંસલ કરવાના ઈરાદા સાથેની લોકસભા છે. આઝાદીના અમૃત મહોત્સવ પછી આ પ્રથમ ચૂંટણી છે અને આ 25 વર્ષ છે જે અમૃતકાલના 25 વર્ષ છે. જ્યારે દેશ 2047માં તેની આઝાદીની શતાબ્દી ઉજવી રહ્યો છે, ત્યારે તે સપનાઓને સાકાર કરવા માટે આ એક સીમાચિહ્નરૂપ છે. 18મી લોકસભા નવા અને યુવા ઊર્જા અને કંઈ કરવાના ઈરાદાથી સજ્જ લોકસભા છે.'

ADVERTISEMENT

'ભારત વિશ્વ માટે વિશ્વબંધુ તરીકે ઉભરી આવ્યું'

તેમણે કહ્યું કે, 'હું દેશવાસીઓને આશ્વાસન આપું છું કે છેલ્લા બે ટર્મમાં દેશ જે ગતિએ આગળ વધ્યો છે, સમાજના દરેક ક્ષેત્રમાં પરિવર્તન સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. 25 કરોડ લોકોનું ગરીબીમાંથી બહાર આવવું એ દેશવાસીઓ માટે ગર્વની વાત છે. ભારતની વૈશ્વિક છબી ઉભરી છે અને ભારત વિશ્વ માટે વિશ્વબંધુ તરીકે ઉભરી આવ્યું છે. તેનો મહત્તમ ફાયદો હવે શરૂ થઈ રહ્યો છે. હું દ્રઢપણે માનું છું કે આ 5 વર્ષ વૈશ્વિક વાતાવરણમાં પણ ભારત માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે.'

'રાષ્ટ્રપતિએ મને બોલાવીને વડાપ્રધાન પદ માટે મારી નિમણૂક કરી'

તેમણે કહ્યું કે 'આજે સવારે NDAની બેઠક યોજાઈ હતી. મારા બધા સાથીઓએ મને આ જવાબદારી માટે ફરીથી પસંદ કર્યો છે. અને તમામ સાથીઓએ આ અંગે રાષ્ટ્રપતિને જાણ કરી હતી. રાષ્ટ્રપતિએ મને બોલાવીને વડાપ્રધાન પદ માટે મારી નિમણૂક કરી છે અને મને શપથગ્રહણની તારીખ 9 જૂન વિશે જાણ કરી છે.'

ADVERTISEMENT

વધુ વાંચો - VIDEO: અચાનક નરેન્દ્ર મોદીને પગે પડ્યા નીતિશ કુમાર, હાજર નેતાઓ જોતા રહી ગયા

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT