Lok Sabha Exit Polls LIVE Streaming: Gujarat Tak ની સાથે જુઓ સરળ અને સટીક એક્ઝિટ પોલ

Gujarat Tak

ADVERTISEMENT

Lok Sabha Exit Polls LIVE Streaming
એક્ઝિટ પોલ 2024
social share
google news

Lok Sabha Exit Polls LIVE Streaming: દેશભરમાં હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં લોકસભાની ચૂંટણી માટે 6 તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. જ્યારે સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 1લી મેના રોજ યોજાવા જઈ રહ્યું છે.  સાતમા તબક્કામાં 8 રાજ્યોની 57 લોકસભા ચૂંટણી પર મતદાન થવા જઈ રહ્યું છે. જ્યારે 4 જૂનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જોકે, મતગણતરી પહેલા જ દેશભરની તમામ 543 લોકસભા સીટોના એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવશે. 

આ વખતે કોંગ્રેસ પાર્ટીએ એક્ઝિટ પોલનો બહિષ્કાર કર્યો છે અને કોઈપણ ટીવી ચેનલમાં ટીવી ડિબેટમાં નહીં જોડાવાની જાહેરાત કરી છે. જોકે 4 જૂનના રોજ ચૂંટણી પરિણામના દિવસે કોંગ્રેસના નેતાઓ ટીવી ડિબેટમાં જોડાશે.

Lok Sabha Election 2024 Exit pollનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોવું?

1 જૂને સાંજે 6 વાગ્યા પછી દરેક વ્યક્તિ સચોટ એક્ઝિટ પોલ જોવા માંગશે. આ માટે તમારે અન્ય કોઈ વેબસાઈટ પર જવાની જરૂર નથી. તમે ગુજરાત તક (Gujarat Tak)ની વેબસાઈટ https://www.gujarattak.in પર એક્ઝિટ પોલનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. અહી તમને ઈન્ડિયા ટુડે ગ્રુપ અને એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ જોવા મળશે, જે પહેલા (ભૂતકાળમાં) એટલા સટીક સાબિત થયા છે કે તમે તેને એક્ઝેટ પોલ પણ કહી શકો છો. 

ADVERTISEMENT

Gujarat Tak ની વેબસાઈટ ઉપરાંત તમે શનિવારે સાંજે 6 વાગ્યા પછી અમારી સત્તાવાર યુટ્યુબ ચેનલ પરથી પણ એક્ઝિટ પોલ 2024નું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. 

Gujarat Tak YouTubehttps://www.youtube.com/@GujaratTakofficial

ADVERTISEMENT

એક્ઝિટ પોલ અમારા સત્તાવાર ફેસબુક પેજ અને એક્સ (અગાઉ ટ્વિટર) પર પણ લાઈવ સ્ટ્રીમ  કરવામાં આવશે.

ADVERTISEMENT

Gujarat Tak Facebookhttps://www.facebook.com/gujarattakofficial

Gujarat Tak Twitterhttps://x.com/GujaratTak


Exit Poll શું છે?

Exit Poll એ ચૂંટણી સર્વેક્ષણનો એક પ્રકાર છે જે મતદાનના દિવસે હાથ ધરવામાં આવે છે. જેમાં વોટ આપવા નીકળેલા મતદારોને પૂછવામાં આવે છે કે તેમણે કઈ પાર્ટી કે ઉમેદવારને મત આપ્યો છે. આ રીતે મેળવેલા ડેટાનું વિશ્લેષણ કરીને અંદાજ લગાવવામાં આવે છે કે ચૂંટણીના પરિણામો શું આવશે. ભારતમાં ચૂંટણી પંચે મતદાનના દિવસે એક્ઝિટ પોલના પરિણામોના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે, મતદાન પછી પ્રસારિત થતાં એક્ઝિટ પોલ પર આ પ્રતિબંધ લાગુ પડતો નથી.

આ પણ વાંચોઃ BT Market Survey: '400 પારનો ટાર્ગેટ સરળ નથી... ' BJPને કેટલી સીટો? માર્કેટ એક્સપર્ટ્સે સર્વેમાં શું જણાવ્યું

 

Exit Poll ક્યારે હાથ ધરવામાં આવે છે?

 

મતદાન કર્યા બાદ મતદારોને મતદાન મથકોની બહાર પૂછવામાં આવે છે કે તેમણે કયા પક્ષ કે ઉમેદવારને મત આપ્યો છે. આ રીતે મેળવેલા ડેટાનું વિશ્લેષણ કરીને અંદાજ લગાવવામાં આવે છે કે ચૂંટણીના પરિણામો શું આવશે. ઉદાહરણ તરીકે, જો ચૂંટણીમાં બે તબક્કા હોય, તો એક્ઝિટ પોલ સામાન્ય રીતે બીજા તબક્કા પછી જાહેર કરવામાં આવે છે. જો કે, કેટલાક કિસ્સાઓમાં પ્રથમ તબક્કાના મતદાન પછી પણ એક્ઝિટ પોલ જાહેર થઈ શકે છે. 

આ પણ વાંચોઃ Lok Sabha Elections 2024: ચૂંટણી પરિણામ પહેલા કેવી રીતે તૈયાર થાય છે Exit Poll, જાણો A to Z

 


પ્રથમ Exit Poll ક્યાં અને ક્યારે હાથ ધરવામાં આવ્યો હતો?

 

પ્રથમ એક્ઝિટ પોલ યુનાઇટેડ સ્ટેટ્સમાં 1936 માં હાથ ધરવામાં આવ્યો હતો. જ્યોર્જ ગેલપ અને ક્લાઉડ રોબિન્સને ન્યૂયોર્ક સિટીમાં એક ચૂંટણી સર્વે હાથ ધર્યો હતો, જેમાં મતદારોને પૂછવામાં આવ્યું હતું કે તેઓ કયા પ્રમુખપદના ઉમેદવારને મત આપે છે. આ રીતે મેળવેલા ડેટાનું વિશ્લેષણ કરીને એવી આગાહી કરવામાં આવી હતી. પરંતુ એક્ઝિટ પોલના પરિણામોએ ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કર્યા હતા. ત્યારબાદ, એક્ઝિટ પોલ અન્ય દેશોમાં પણ લોકપ્રિય બન્યા. 1937માં બ્રિટનમાં પ્રથમ એક્ઝિટ પોલ હાથ ધરવામાં આવ્યો હતો. 1938 માં, પ્રથમ એક્ઝિટ પોલ ફ્રાન્સમાં હાથ ધરવામાં આવ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT