Election Analysis: નીરસ મતદાનથી ભાજપ કે કોંગ્રેસ કોને લાભ? જુઓ ક્યાં કારણો જવાબદાર અને આંકડાનો ટ્રેન્ડ

ADVERTISEMENT

Election Analysis
નીરસ મતદાન પાછળનું કારણ શું?
social share
google news

Lok Sabha Election 2024: ગુજરાતમાં ગઇકાલે લોકશાહીના મહાપર્વઉજવણી કરવામાં આવી એટલે કે રાજ્યની 25 બેઠકો પર મતદાન થયું, આ સિવાય એક સુરત બેઠક જે બિનહરીફ જાહેર થઈ ગઈ હતી. હવે ગઇકાલે થયેલા મતદાનના આંકડા વિશે વાત કરવામાં આવે તો 25 બેઠકો પર સરેરાશ મતદાન 59.51 થયું છે. જો આપણે પાછળના વર્ષના આંકડાની વાત કરવામાં આવે તો 2019 માં 64.11 ટકા મતદાન થયું હતું, એટલા માટે એવું કહી શકાય કે આ વર્ષે જનતા ક્યાંકને ક્યાંક નિરાશ દેખાઈ છે તેના કારણે એવું માની શકાય કે આ ટકાવારીના આંકડા ઓછા દેખાય રહ્યા છે. 

નીરસ મતદાન પાછળનું કારણ શું?

1. ક્ષત્રિય સમાજનો વિરોધ

ત્યારે આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે નીરસ મતદાન પાછળનું કારણ શું હોય શકે છે? તો આ વખતે સૌ પ્રથમ તો એક ખૂબ જ મોટો રાજકીય મુદ્દો બન્યો હતો ક્ષત્રિય vs રૂપાલાનો, જેમાં રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના એક ક્ષત્રિય વિરોધી નિવેદનથી સમાજમાં રોષની ભાવના જોવા મળી હતી અને તેમણે ભાજપ પાર્ટીને ટિકિટ રદ્દ કરવાની માંગ કરી હતી પરંતુ ટિકિટ રદ્દ ન કરતાં ક્ષત્રિય સમાજે વિરોધના ભાગરૂપે ભાજપને મત ન કરવાની અપીલ કરી હતી અને સંકલન સમિતિએ પણ મહાસંમેલન અને ધર્મરથ નીકળી સરકાર સામે રોષ ઠાલવ્યો હતો. તો આ મુદ્દો પણ મતદાન ઓછું થવા માટેનું એક સમીકરણ માનવામાં આવી રહ્યું છે.  

ADVERTISEMENT

2. ગરમીનો પ્રકોપ

હવામન વિભાગની આગાહી અનુસાર, ગઇકાલે 7 મે ના રોજ મતદાનના દિવસે તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર રહેવાનો હતો અને તે આગાહી અનુસાર કાલે રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો, તો નીરસ મતદાન થવા પાછળ આપણ એક મુખ્ય કારણ માંનવામાં આવે છે કે ભારે ગરમીના કારણે લોકોએ ઘરની બહાર આવીને મતદાન દેવાનું ટાળ્યું હશે.

ADVERTISEMENT

3. કોળી સમાજમાં પણ રોષ દેખાયો હતો

ADVERTISEMENT

પરસોત્તમ રૂપાલાના નિવેદન સિવાય વધુ એક ભાજપ નેતાનું વિવાદાસ્પદ નિવેદન જોવા મળ્યું હતું, જેના કારણે ક્ષત્રિયો બાદ કોળી સમાજ લાલઘુમ જોવા મળ્યો હતો. કેબિનેટમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કોળી સમાજ પર વિવાદિત નિવેદન આપ્યું હતું. જેને લઈને કોળી સમાજ રોષે ભરાયો હતો. 

મકાનના પતરા ઉડી જશે! આંધી-તોફાન સાથે વરસાદ પડશે, અંબાલાલ પટેલની ભારે આગાહી

ચૂંટણી ટ્રેન્ડ 2019 vs 2024

બેઠક 2019 2024
ગાંધીનગર 66% 59.19
કચ્છ 62% 55.05
બનાસકાંઠા 65% 68.44
પાટણ 62% 57.88
અમદાવાદપશ્વિમ 61% 54.43
રાજકોટ 63% 59.6
પોરબંદર 57% 51.79
જામનગર 61% 57.17
આણંદ 67% 63.96
ખેડા 61% 57.43
પંચમહાલ 62% 58.65
દાહોદ 66% 58.66
બારડોલી 74% 64.59
નવસારી 66% 59.66
સાબરકાંઠા 68% 63.04
અમદાવાદ પૂર્વ 62% 54.04
ભાવનગર 59% 52.01
વડોદરા 68% 61.33
છોટા ઉદેપુર 74% 67.78
વલસાડ 75% 72.24
જૂનાગઢ 61% 58.8
સુરેન્દ્રનગર 58% 54.77
મહેસાણા 66% 59.04
અમરેલી 56% 49.44
ભરૂચ 73% 68.79
સુરત 65% બિનહરીફ
Total 64.11 59.51

ગુજરાતમાં સૌથી ઓછું મતદાન ક્યાં?

જો આંકડાની વાત કરવામાં આવે રાજ્યમાં સૌથી ઓછું મતદાન અમરેલીમાં જોવા મળ્યું હતું.  ટકાવારીની વાત કરવામાં આવે તો 49.44 % થયું છે જે 2019 ની સરખામણી 7 ટકા જેવુ ઓછું છે, 2019 માં 56 % આસપાસ મતદાન થયું હતું. 

એકમાત્ર બેઠકે 2019 નો ટ્રેન્ડ તોડ્યો 

ગુજરાતમાં બધી બેઠક પર ઓછા મતદાન વચ્ચે એકમાત્ર બેઠક એવી પણ છે જ્યાં 2019 ની સરખામણીથી પણ વધુ મતદાન થયું છે. આ બેઠક છે બનાસકાંઠા કે જ્યાં વર્ષ 2019 માં 65 ટકા મતદાન થયું હતું જે આ વખતે રેકોર્ડબ્રેક બનીને 68.44 ટકા નોંધાયું છે. મતદાન વધુ થવાથી ચોક્કસથી એવું અનુમાન લગાવી શકાય કે ભાજપની મુશ્કેલીમાં વધરો થઈ શકે છે. બનાસની બેન ગેનીબેન અને બનાસની દીકરી અને રેખા ચૌધરી વચ્ચે જંગ જામ્યો હતો. જે રીતે વધારે મતદાન થયું છે તે પ્રમાણે અને મતદાન વખતે સ્થાનિકોના ઉત્સાહને જોતાં એવું માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ માટે આ બેઠક પર સારા પરિણામ જોવા મળી શકે છે.

મતદાન બાદ પરસોત્તમ રૂપાલાનું છલકાયું દર્દ, ક્ષત્રિયો વિશે પહેલીવાર કહી આ વાત

નીરસ મતદાનથી ભાજપ કે કોંગ્રેસ કોને લાભ?

મોટા ભાગે તો નીરસ મતદાનથી સત્તા પક્ષ કે વિપક્ષને કોઈ મોટો ફેરફાર થતો નથી પણ આ વખતે રાજ્યનું રાજકારણ ગરમાયું હતું, જેને જોતાં એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપની મુશ્કેલી વધી શકે છે. મતદાન બાદ ક્ષત્રિય સંકલન સમિતિએ પણ એવો દાવો કર્યો હતો કે, ભાજપ સાત બેઠક ગુમાવશે. તો બીજી તરફ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, ભાજપના જે સામાન્ય મતદાર હશે તેને તો મતદાન કર્યું જ હશે તો સરકારને નીરસ મતદાનથી કોઈ ફરક પડતો નથી ઊલટાનું વિપક્ષને નુકશાન થઈ શકે છે. આ બે થિયેરી ચર્ચાઈ રહી છે હવે પરિણામના દિવસે જોવાનું રહ્યું કે અસલી બાજી કોણ મારશે. 

    follow whatsapp

    ADVERTISEMENT