Lok Sabha election 2024: Exit poll અને Opinion polls વચ્ચે શું તફાવત છે? જાણો A to Z

Gujarat Tak

ADVERTISEMENT

Exit Poll vs Opinion Poll
Exit Poll vs Opinion Poll
social share
google news

Exit Poll vs Opinion Poll: લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં 1 જૂને મતદાન થશે. આ પછી મતદાન પ્રક્રિયા સમાપ્ત થશે અને 4 જૂને મતગણતરી થશે. 1 જૂને સાંજે 6 વાગ્યા પછી મતદાન પૂરું થતાં જ Exit poll આવવાનું શરૂ થઈ જશે. Exit poll દર્શાવે છે કે દેશમાં કઈ પાર્ટીની સરકાર બનાવવાની સૌથી વધુ સીટ મળશે અને કોની સરકાર બની શકે છે. એવામાં ઘણા લોકોને મૂંઝવણ હોય છે કે Exit poll અને Opinion polls માં શું તફાવત હોય છે? ઘણા લોકો તેમને સમાન માને છે પરંતુ બંને વચ્ચે ઘણો તફાવત છે.

લોકસભા ચૂંટણી માટે એક્ઝિટ પોલનો સમય અને તારીખ

લોકસભાની ચૂંટણી માટે શનિવારે 1લી જૂને મતદાન ચાલી રહ્યું છે. મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સાંજે 6.30 વાગ્યે એક્ઝિટ પોલના આંકડા જાહેર થવાનું શરૂ થશે. 

Live એક્ઝિટ પોલ ક્યાં જોવા શકાશે?

લોકસભા ચૂંટણી 2024 એક્ઝિટ પોલના આંકડા જુદી જુદી ન્યૂઝ ચેનલ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તથા યુ-ટ્યુબ પર લાઈવ કરવામાં આવશે.

ADVERTISEMENT

જાણો શું છે Exit poll?

કોઈપણ સીટ પર ચૂંટણી પૂરી થયા પછી મતદારોને પૂછીને એક્ઝિટ પોલ હાથ ધરવામાં આવે છે. જ્યારે પણ મતદાર મતદાન કર્યા પછી મતદાન મથકની બહાર નીકળે છે, ત્યારે તેનો અભિપ્રાય પૂછવામાં આવે છે કે તેણે કયા ઉમેદવાર અને કયા મુદ્દા પર મતદાન કર્યું છે. એક્ઝિટ પોલ દરમિયાન, ડેટા પણ કાસ્ટ મુજબ એકત્રિત કરવામાં આવે છે અને તે પછી તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. આ તમામ ડેટા એકત્ર કર્યા બાદ જણાવવામાં આવે છે કે દરેક પાર્ટીને કેટલી સીટો મળી શકે છે. એક્ઝિટ પોલનું સેમ્પલ સાઈઝ ઓપિનિયન પોલ કરતાં મોટું હોય છે.

Lok Sabha Exit Polls LIVE Streaming: Gujarat Tak ની સાથે જુઓ સરળ અને સટીક એક્ઝિટ પોલ

Opinion polls શું છે?

મતદાનની શરૂઆતના 48 કલાક પહેલા ઓપિનિયન પોલ બહાર પાડવામાં આવે છે. આ એક પ્રકારનો પ્રી-પોલ સર્વે છે, જે જણાવે છે કે દેશની જનતાનો મૂડ શું છે? ઘણી વખત એવું બને છે કે પાર્ટી ઓપિનિયન પોલ પછી જ ટિકિટ વહેંચણીનો નિર્ણય લે છે. ઓપિનિયન પોલ જણાવે છે કે દેશમાં લોકોનો મૂડ કયા રાજકીય પક્ષ તરફ વધુ છે અને લોકો કોને તેમના નેતા તરીકે જોવા માંગે છે?

ADVERTISEMENT

Exit poll અને Opinion polls નો તફાવત

જો આપણે એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ વચ્ચેના મોટા તફાવત વિશે વાત કરીએ, તો તે સમય છે. મતદારોની પસંદગીઓ જાણવા માટે ઓપિનિયન પોલ લેવામાં આવે છે જ્યારે મતદારોએ કોને મત આપ્યો છે તે જાણવા માટે એક્ઝિટ પોલ હાથ ધરવામાં આવે છે. સામાન્ય રીતે એક્ઝિટ પોલ ન્યૂઝ ચેનલો અને સર્વે એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવે છે.

ADVERTISEMENT

Gondal News: જૂનાગઢના કોંગ્રેસ નેતાને ઊઠવી ગયો 'ગણેશ ગોંડલ', નગ્ન કરી ઢોર માર મર્યાની ફરિયાદ

 

    follow whatsapp

    ADVERTISEMENT