Vadodara: ચૂંટણી પ્રચાર શરૂ કરતા પહેલા જ BJP ઉમેદવાર અને વર્તમાન MP રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા

ADVERTISEMENT

Vadodara BJP
Vadodara BJP
social share
google news

Vadodara News: વડોદરાની લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટના વિરોધમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. રંજનબેનને લોકસભાના ઉમેદવાર જાહેર કરાયા બાદથી જ ભાજપના ઘણા નેતાઓ તેમનો વિરોધ કરી ચૂક્યા છે. ડો. જ્યોતિ પંડ્યાએ તો જાહેરમાં તેમના નામ સામે બળાપો ઠાલવ્યો હતો જોકે તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે આ પોસ્ટરો કોણે લગાવ્યા તે હજુ સુધી જાણી શકાયું નથી.

આ પણ વાંચો: જામનગરમાં કંપાવનારો બનાવઃ ટિફિન આપવા ગયેલી 12 વર્ષની કિશોરીની ઘાતકી હત્યા, આરોપી ફરાર

સાંસદ વિરુદ્ધ લાગેલા પોસ્ટર્સમાં શું લખ્યું છે?

વડોદરાની લોકસભા બેઠક પર ચૂંટણી પ્રચાર શરૂ કરે તે પહેલા જ તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં સાંસદ વિરુદ્ધમાં કેટલાક પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, જેમાં લખ્યું છે, મોદી તુજસે બેર નહીં, રંજન તેરી ખેર નહીં. જ્યારે ગુજરાતીમાં અન્ય એક પોસ્ટરમાં લખ્યું છે, વડોદરાનો વિકાસ ક્યાં ગયો? કોના ઘરમાં કે ગજવામાં? જનતા માંગે છે તપાસ. તો અન્ય એક પોસ્ટરમાં લખ્યું છે, સત્તાના નશામાં ચૂર 'ભાજપા' શું કોઈને પણ ઠોકી બેસાડશે? વડોદરાની જનતા નિઃસહાય કેમ કે જનતા મોદીપ્રિય...

અગાઉ ભાજપના નેતાએ ઉઠાવ્યા હતા સવાલ

ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે વડોદરાના સાંસદ વિરુદ્ધ જ આ પ્રકારના પોસ્ટરો કોણ લગાવી ગયું? થોડા દિવસ પહેલા જ ભાજપની લોકસભા ઉમેદવારોની બીજી યાદી જાહેર થતા ડો. જ્યોતિ પંડ્યા ખુલીને વિરોધમાં આવ્યા હતા અને રંજનબેનને શા માટે ટિકિટ આપવામાં આવી તેવા સવાલો પણ ઉઠાવ્યા હતા. આ બાદ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

આ પણ વાંચો: વધુ એક મહિલા પોલીસકર્મીએ જીવન ટૂંકાવ્યું, અંતિમ ચિઠ્ઠી વાંચીને ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યા પરિવારજનો

વડોદરા ભાજપમાં બધું બરાબર નહીં?

વડોદરામાં ભાજપમાં આંતરિક ખેંચતાણ ચાલી રહી છે. ગઈકાલે જ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે અંતર આત્માના અવાજને માન આપીને રાજીનામું ધરી દીધું હતું. તેમના સમર્થનમાં ભાજપના અન્ય હોદ્દેદારોએ પણ રાજીનામાં આપી દીધા હતા. જોકે આખરી ગાંધીનગરમાં સી.આર પાટીલ અને મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ તેમણે રાજીનામું પરત ખેંચી લીધું હતું. 

    follow whatsapp

    ADVERTISEMENT