Lok Sabha Election: વડોદરા BJP ઉમેદવાર અને વર્તમાન સાંસદ રંજન ભટ્ટ નહી લડે ચૂંટણી, શું છે કારણ?
સાંસદે ફેસબુક પર લખ્યું, હું રંજનબેન ધનંજય ભટ્ટ લોકસભા ચૂંટણી 2024 ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું.
ADVERTISEMENT
Lok Sabha Election: લોકસભા ચૂંટણી પહેલા જ વડોદરા ભાજપમાં આંતરિક નારાજગી જોવા મળી હતી. આ બેઠક પર રંજનબેન ભટ્ટનું ઉમેદવાર તરીકે નામ જાહેર થતાં જ આંતરિક જુથવાદ શરૂ થયો હતો અને હાલ જેને લઈ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપે જાહેર કરેલ વડોદરાના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ટ્વિટ અને ફેસબુક દ્વારા જણાવ્યું કે, હું લોકસભા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું. અઅ પ્રકારની જાણકારી મળતા જ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે અને આગામી સમયમાં વડોદરા બેઠક પર કોઈ નવાજૂની થવાના એંધાણ છે.
રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની દર્શાવી અનિચ્છા
સંસ્કારી નગરી વડોદરા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની ના પડી દીધી છે. જેમાં એવું માની શકાય કે, સતત ત્રીજી વખત ભાજપથી રંજનબેન ભટ્ટનું નામ જાહેર થયા બાદ જ આંતરિક ડખો જોવા મળ્યો હતો. વાત તો એટલા સુધી પહોંચી છે વડોદરા પૂર્વ મેયરે પણ તેમના વાંધો ઉઠાવ્યો હતો. આ સાથે અનેક કાર્યકરોએ પણ રંજનબેનનો વિરોધ કર્યો હતો. આંતરિક જુથવાદના કારણે રંજનબેન ભટ્ટે અચાનક આ પ્રકારનો નિર્ણય કર્યો હોય તેવું લાગી રહ્યું છે.
રંજનબેન ભટ્ટની પ્રથમ પ્રતિક્રિયા
જોકે, રંજબેને આ વાત પર સ્પષ્ટતા આપતા કહ્યું કે, ચૂંટણી ન લડવાનો નિર્ણય પાર્ટીનો નથી પરંતુ મારો અંગત નિર્ણય છે. કેટલાક અંગત કારણોસર ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. સાથે તેમણે જ્યોતિ પંડ્યા પર વાત કરતાં કહ્યું કે તેઓ મારા બેન જેવા છે. વડોદરા માટે ભાજપે જ્યારે રંજનબેન ભટ્ટે પર પસંદગીનો કળશ ઢોળ્યો ત્યારે જ્યોતિ પંડ્યાએ નામનો વિરોધ કર્યો હતો. રંજનબેનનું નામ જાહેર થતાં જ અનેક વિવાદો સર્જાયા હતા. તેમણે કોઈ દ્વારા ઉશ્કેરવામાં આવ્યા હોઈ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT