દુબઈ-લંડનમાં એપાર્ટમેન્ટ, લક્ઝરી કાર....ભાજપની આ મહિલા ઉમેદવારે જાહેર કરી ₹1400 કરોડની સંપત્તિ

ADVERTISEMENT

ભાજપની આ મહિલા ઉમેદવાર છે અબજોપતિ!
Lok Sabha Election 2024
social share
google news

Lok Sabha Election 2024: ભાજપે ઉદ્યોગપતિ શ્રીનિવાસ ડેમ્પોની પત્ની પલ્લવી ડેમ્પોને દક્ષિણ ગોવા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. પલ્લવીએ ગઇકાલે તેમનું નામાંકન પત્ર રજૂ કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પણ હાજર રહ્યા હતા. રિટર્નિંગ ઓફિસર સમક્ષ દાખલ કરાયેલ 119 પાનાની એફિડેવિટ દર્શાવે છે કે તેમની કુલ સંપત્તિ 1,400 કરોડ રૂપિયાની આસપાસ છે. ડેમ્પો ગ્રૂપનો વ્યવસાય ફ્રેન્ચાઇઝ ફૂટબોલ લીગથી રિયલ એસ્ટેટ, શિપબિલ્ડીંગ, શિક્ષણ અને ખાણકામ વ્યવસાય સુધી વિસ્તરેલો છે.

ભાજપની આ મહિલા ઉમેદવાર છે અબજોપતિ

ભાજપના ઉમેદવાર પલ્લવીનું એફિડેવિટ દર્શાવે છે કે, તેની પાસે 255.4 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે, જ્યારે શ્રીનિવાસની માલિકીની સંપત્તિનું મૂલ્ય 994.8 કરોડ રૂપિયા છે. જ્યારે પલ્લવીની સ્થાવર મિલકતની કુલ બજાર કિંમત રૂ. 28.2 કરોડ છે, જ્યારે શ્રીનિવાસની સ્થાવર મિલકતની કુલ બજાર કિંમત રૂ. 83.2 કરોડ છે. ગોવા અને દેશના અન્ય ભાગોમાં શ્રીનિવાસ ડેમ્પોની મિલકતો ઉપરાંત, દંપતી પાસે દુબઈમાં એક એપાર્ટમેન્ટ પણ છે, જેની વર્તમાન બજાર કિંમત રૂ. 2.5 કરોડ છે. આ ઉપરાંત લંડનમાં પણ 10 કરોડ રૂપિયાનું એક એપાર્ટમેન્ટ છે.

Stock Market: Iran-Israel તણાવ, રોકાણકારોમાં ફફડાટ એવી સ્થિતિમાં શેરબજારમાં આવતીકાલે શું થશે?

 દુબઈ-લંડનમાં એપાર્ટમેન્ટ, લક્ઝરી કાર

આ એફિડેવિટ મુજબ, તેમની પાસે અલગ-અલગ સિરીઝની ત્રણ મર્સિડીઝ બેન્ઝ કાર છે, જેની કિંમત અનુક્રમે રૂ. 1.69 કરોડ, રૂ. 16.42 લાખ, રૂ. 21.73 લાખ છે. ઉપરાંત કેડિલેક કાર પણ છે જેની કિંમત 30 લાખ છે. મહિન્દ્રા થાર suv છે જેની કિંમત 16.26 લાખ રૂપિયા છે. પલ્લવી ડેમ્પોએ તેના એફિડેવિટમાં જણાવ્યું છે કે તેની પાસે 5.7 કરોડ રૂપિયાનું સોનું છે. જ્યારે પલ્લવીએ નાણાકીય વર્ષ 2022-23 માટે રૂ. 10 કરોડનું આવકવેરા રિટર્ન ફાઇલ કર્યું હતું, જ્યારે તેમના પતિ શ્રીનિવાસે તે જ વર્ષ માટે રૂ. 11 કરોડનું રિટર્ન ફાઇલ કર્યું હતું.

ADVERTISEMENT

પલ્લવી પાસે રૂ. 217.11 કરોડના બોન્ડ છે

પલ્લવી પાસે રૂ. 217.11 કરોડના બોન્ડ, રૂ. 12.92 કરોડની બચત અને રૂ. 9.75 કરોડની અન્ય વસ્તુઓ છે. 49 વર્ષીય ભાજપના ઉમેદવારે MIT, પુણે યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. ઉત્તર ગોવા અને દક્ષિણ ગોવાની લોકસભા બેઠકો માટે ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે. 

આ પણ વાંચો:- રેલવેમાં SI અને કોન્સ્ટેબલોની 4660 જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ, જાણો ભરતી વિશે સંપૂર્ણ માહિતી

    follow whatsapp

    ADVERTISEMENT