लाइव

Narendra Modi Oath Ceremony Update: મોદી 3.0માં કોણ બન્યા કેબિનેટ મંત્રી, કોને મળ્યો રાજ્ય મંત્રીનો દરજ્જો, જુઓ યાદી

kenil somaiya

ADVERTISEMENT

PM modi
PM modi
social share
google news

Narendra Modi Oath Ceremony Live : મોદી સરકાર 3.0નો શપથ ગ્રહણ સમારોહ રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં સંપન્ન થઈ ગયો. નરેન્દ્ર મોદીએ આજે ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લીધા. તેમની સાથે કેબિનેટમાં સામેલ થનારા મંત્રીઓએ પણ પદ અને ગોપનીયતાના શપથ લીધા. પ્રધાનમંત્રી મોદીની કેબિનેટમાં તેમના સિવાય 30 મંત્રીઓ સામેલ થયા. મોદી સરકાર 3.0માં પાંચ રાજ્યમંત્રીઓ (સ્વતંત્ર પ્રભાર)ને જગ્યા મળી. આ સિવાય 36 રાજ્ય મંત્રીઓએ શપથ અપાવ્યા.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ શપથગ્રહણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ભારતના પડોશી દેશોના નેતાઓએ પણ વડાપ્રધાન અને તેમની મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. આ સમારોહમાં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જૂ, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ 'પ્રચંડ' અને ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગેએ ભાગ લીધો હતો.

 

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 10:14 PM • 09 Jun 2024
    Modi Oath Ceremony Live : 36 રાજ્યમંત્રીઓએ શપથ ગ્રહણ

    મોદી સરકાર 3.0માં 36 રાજ્યમંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા છે. 

    રાજ્યમંત્રી
    જિતિન પ્રસાદ
    શ્રીપદ યશો નાઇક
    પંકજ ચૌધરી
    કૃષ્ણપાલ ગુર્જર
    રામદાસ આઠવલે
    રામનાથ ઠાકુર
    નિત્યાનંદ રાય
    અનુપ્રિયા પટેલ
    વી સોમન્ના
    ડૉ.પેમ્માસની ચંદ્રશેખર
    એસ.પી.સિંહ બઘેલ
    શોભા કરાંદલાજે
    કીર્તિવર્ધન સિંહ
    બનવારી લાલ વર્મા
    શાંતનુ ઠાકુર
    સુરેશ ગોપી
    ડૉ. એલ. મુરૂગન
    અજય ટમ્ટા
    બંદી સંજય
    કમલેશ પાસવાન
    ભાગીરથ ચૌધરી
    સતીશ ચંદ્ર દુબે
    સંજય શેઠ
    રવનીત સિંહ બિટ્ટૂ
    દુર્ગાદાસ ઉઈકે
    રક્ષા નિખિલ ખડસે
    ડૉ. સુકાન્તા મજુમદાર
    સાવિત્રી ઠાકુર
    તોખન સાહુ
    રાજ ભૂષણ ચૌધરી
    શ્રીનિવાસા વર્મા
    હર્ષ મલ્હોત્રા
    નિમુબેન બાંભણિયા
    મુરલીધર મોહોલ
    જોર્જ કુરિયન
    પબિત્રા માર્ગેરિટા
  • 10:05 PM • 09 Jun 2024
    Modi Oath Ceremony Live : 5 રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર)ઓએ શપથ લીધા

    મોદી સરકાર 3.0માં 5 રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર)એ શપથ ગ્રહણ કર્યા છે.

    રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર)

    રાવ ઈન્દ્રજીત સિંહ
    ડૉ. જિતેન્દ્ર સિંહ
    અર્જુન રામ મેઘવાલ
    પ્રતાપરાવ જાધવ
    જયંત ચૌધરી
  • 09:42 PM • 09 Jun 2024
    Modi Oath Ceremony Live : નિમુબેન બાંભણિયાએ લીધા શપથ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારમાં ગુજરાત ભાજપ નેતા નિમુબેન બાંભણિયાએ કેન્દ્રીય મંત્રી પદના શપથ લીધા છે.
     

  • 09:17 PM • 09 Jun 2024
    Modi Oath Ceremony Live : ભાજપના સાથી પક્ષોના આ નેતાઓએ લીધા કેન્દ્રીય મંત્રી પદના શપથ

    ભાજપના સાથી પક્ષોમાં મંત્રી પદના શપથ લેનારા અન્ય નેતાઓમાં JLP (રામવિલાસ)ના ચિરાગ પાસવાન અને રાષ્ટ્રીય લોકદળના જયંત ચૌધરી સામેલ હતા. કુમારસ્વામી, માંઝી, રાજીવ રંજન સિંહ, રામ મોહન નાયડૂ, ચિરાગ પાસવાન અને જયંત ચૌધરીએ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા. ભાજપના નેતૃત્વ વાળા NDAએ લોકસભા ચૂંટણીમાં ત્રીજી વખત જીત મેળવી છે.

  • ADVERTISEMENT

  • 08:56 PM • 09 Jun 2024
    Modi Oath Ceremony Live: મોદી સરકાર 3.0 માં ગુજરાતમાંથી 4 નેતાએ કેબિનેટ મંત્રી પદના લીધા શપથ

    PM Modi Oath ceremony: નરેન્દ્ર મોદીએ આજે ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. મોદી 3.0 નવી સરકારમાં ગુજરાતમાંથી કેબિનેટ કક્ષાના મંત્રીમાં 4 લોકોને સ્થાન મળ્યું છે.

    જાણો કોને મળ્યું સ્થાન:- મોદી સરકાર 3.0 માં ગુજરાતમાંથી 4 નેતાએ કેબિનેટ મંત્રી પદના લીધા શપથ, જાણો કોને મળ્યું સ્થાન

  • 08:26 PM • 09 Jun 2024
    Modi Oath Ceremony Live : સી.આર. પાટીલે લીધા શપથ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારમાં ગુજરાત ભાજપ નેતા સી.આર. પાટીલે કેન્દ્રીય મંત્રી પદના શપથ લીધા છે.

     

  • ADVERTISEMENT

  • 08:25 PM • 09 Jun 2024
    મોદી સરકાર 3.0માં પ્રધાનમંત્રીની સાથે હશે 30 કેબિનેટ મંત્રી

    રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો. પસંદ કરાયેલા સાંસદ એક-એક કરીને કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીની કેબિનેટમાં તેમના સિવાય 30 મંત્રી અત્યાર સુધી સામેલ થયા છે.

    મંત્રીમંડળ પક્ષ
    નરેન્દ્ર મોદી (પ્રધાનમંત્રી) ભાજપ
    રાજનાથ સિંહ ભાજપ
    અમિત શાહ ભાજપ
    નીતિન ગડકરી ભાજપ
    જેપી નડ્ડા ભાજપ
    શિવરાજસિંહ ચૌહાણ ભાજપ
    નિર્મલા સીતારમણ ભાજપ
    એસ.જયશંકર ભાજપ
    મનોહરલાલ ખટ્ટર ભાજપ
    HD કુમારસ્વામી JDS
    પીયૂષ ગોયલ ભાજપ
    ધર્મેન્દ્ર પ્રધાન ભાજપ
    જીતનરામ માંઝી HAM (S)
    રાજીવ રંજન (લલન) સિંહ JDU
    સર્બાનંદ સોનોવાલ ભાજપ

    કિંજરાપુ રામ મોહન નાયડુ

    TDP
    પ્રહલાદ જોશી ભાજપ
    ડૉ. વિરેન્દ્ર કુમાર ભાજપ
    જુએલ ઓરામ ભાજપ
    ગિરિરાજ સિંહ ભાજપ
    અશ્વિની વૈષ્ણવ ભાજપ
    જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપ
    ભુપેન્દ્ર યાદવ ભાજપ
    અન્નપૂર્ણા દેવી ભાજપ
    ગજેન્દ્ર સિંહ શેખાવત ભાજપ
    કિરન રિજિજૂ ભાજપ
    હરદીપસિંહ પુરી ભાજપ
    મનસુખ માંડવિયા ભાજપ
    ગંગાપુરમ કિશન રેડ્ડી ભાજપ
    ચિરાગ પાસવાન LJP (R)
    સી.આર. પાટીલ ભાજપ
  • 08:21 PM • 09 Jun 2024
    Modi Oath Ceremony Live : મનસુખ માંડવિયાએ લીધા શપથ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારમાં ગુજરાત ભાજપ નેતા મનસુખ માંડવિયાએ કેન્દ્રીય મંત્રી પદના શપથ લીધા છે.
     

  • 08:03 PM • 09 Jun 2024
    Modi Oath Ceremony Live : જીતનરામ માંઝી, લલનસિંહે લીધા શપથ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારમાં ભાજપ નેતા ધર્મેન્દ્ર પ્રધાન, HAM(S)ના જીતનરામ માંઝી, JDUના રાજીવ રંજન (લલન) સિંહ, ભાજપ નેતા સર્બાનંદ સોનોવાલ, રામ મોહન નાયડૂએ કેન્દ્રીય મંત્રી પદના શપથ લીધા.

  • 07:59 PM • 09 Jun 2024
    Modi Oath Ceremony Live : પીયૂષ ગોયલે કેન્દ્રીય મંત્રી પદના લીધા શપથ

    ભાજપના નેતા પીયૂષ ગોયલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી NDA સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા છે.

     

  • 07:54 PM • 09 Jun 2024
    Modi Oath Ceremony Live : કુમારસ્વામીએ લીધા શપથ

    જેડી(એસ)ના નેતા એચડી કુમારસ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા છે.

     

  • 07:53 PM • 09 Jun 2024
    Modi Oath Ceremony Live : મનોહર લાલ ખટ્ટરે લીધા શપથ

    મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં ભાજપના નેતા મનોહર લાલ ખટ્ટર કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે.

     

  • 07:50 PM • 09 Jun 2024
    Modi Oath Ceremony Live : 72 મંત્રીઓના શપથ ગ્રહણ
    • પ્રધાનમંત્રી મોદીની આગેવાની હેઠળની નવી ટીમમાં 30 અન્ય કેબિનેટ મંત્રી, 5 સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી અને 36 રાજ્ય મંત્રીઓનો સમાવેશ થાય છે.
    • મંત્રીમંડળને વિવિધ સામાજિક જૂથો તરફથી નેતૃત્વ મળ્યું છે. 27 OBC, 10 SC, 5 ST, 5 લઘુમતી સહિત વિક્રમી 18 વરિષ્ઠ મંત્રીઓ મંત્રાલયોનું નેતૃત્વ કરે છે.
    • એનડીએના 11 સહયોગી મંત્રીઓ પણ સાથે.
    • 43 મંત્રીઓએ 3 કે તેથી વધુ મુદત માટે સંસદમાં સેવા આપી છે, 39 અગાઉ કેન્દ્ર સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે.
    • ઘણા ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓએ 34 રાજ્યની વિધાનસભાઓમાં સેવા આપી છે, અને 23 રાજ્યોમાં મંત્રી તરીકે કામ કર્યું છે.
  • 07:48 PM • 09 Jun 2024
    Modi Oath Ceremony Live : એસ.જયશંકરે લીધા શપથ

    ભાજપના નેતા ડૉ. એસ.જયશંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે.

     

  • 07:47 PM • 09 Jun 2024
    Modi Oath Ceremony Live : નિર્મલા સીતારમણે લીધઆ શપથ

    ભાજપ નેતા નિર્મલા સીતારમણે મોદી સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે.

     

  • 07:46 PM • 09 Jun 2024
    Modi Oath Ceremony Live : શિવરાજ સિંહ ચૌહાણે લીધા શપથ

    ભાજપના નેતા શિવરાજ સિંહ ચૌહાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી NDA સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા છે.

     

  • 07:41 PM • 09 Jun 2024
    Modi Oath Ceremony Live : નીતિન ગડકરીએ લીધા શપથ

    ભાજપના નેતા નીતિન ગડકરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે.

     

  • 07:36 PM • 09 Jun 2024
    PM Modi Swearing-In Ceremony Live: જગત પ્રકાશ નડાએ લીધા શપથ

     

  • 07:32 PM • 09 Jun 2024
    Modi Oath Ceremony Live : રાજનાથસિંહ અને અમિત શાહે લીધા શપથ

    નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ ભવન ખાતે સાંજે 7:23 કલાકે તેમણે ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા. નરેન્દ્ર મોદી બાદ રાજનાથસિંહે રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથ લીધા. રાજનાથસિંહ બાદ અમિત શાહે પણ શપથ લીધા છે. 

     

  • 07:24 PM • 09 Jun 2024
    2014, 2019 બાદ 2024માં ત્રીજીવાર મોદી બન્યા પ્રધાનમંત્રી

    આજે (9 મે) NDA ગઠબંધન હેઠળ બનેલી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો. ત્યારે હવે 2014, 2019 બાદ 2024માં ત્રીજીવાર મોદી પ્રધાનમંત્રી  બન્યા છે.

     

follow whatsapp

ADVERTISEMENT