કરોડો રૂપિયાની મિલકત ધરાવતા પરષોત્તમ રૂપાલા પાસે એક પણ કાર નથી! સોગંદનામામાં જાહેર કરી સંપત્તિ

ADVERTISEMENT

Parshottam Rupala
Parshottam Rupala
social share
google news

Parshottam Rupala: લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના અનેક ઉમેદવારો ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. આ વચ્ચે મંગળવારે રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ આજે પ્રચંડ જનસભાને સંબોધ્યા બાદ શુભ મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું. ફોર્મ સાથે પરષોત્તમ રૂપાલાએ સોગંદનામું રજૂ કરીને પોતાની સંપત્તિની માહિતી જાહેર કરી હતી. આ મુજબ તેમને બી.એસ.સી અને બી.એડ સુધીનો અભ્યાસ કર્યો છે.

આ પણ વાંચો: 'મહાદેવના સોગંદ ખાઈને કહું છું કે હું સમાજ સાથે ગદ્દારી નહીં કરું', સરકાર સાથે બેઠક બાદ પી.ટી જાડેજાનું નિવેદન

રૂપાલા અને તેમના પત્ની પાસે કેટલી સંપત્તિ?

આ સોગંદનામા મુજબ, પરષોત્તમ રૂપાલા પાસે 5.79 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે, જ્યારે તેમના પત્ની પાસે 5.71 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે. છેલ્લા 5 વર્ષમાં ભરેલા IT રિટર્ન મુજબ, વર્ષ 2022-23 દરમિયાન તેમની 15.77 લાખની વાર્ષિક આવક થઈ છે. જ્યારે તેમના પત્નીની 2022-23ની આવક 12.70 લાખ રૂપિયા છે.  સોગંદનામા મુજબ, હાલ રૂપાલાના હાથમાં 18.89 લાખની રોકડ છે, જ્યારે SBIના બે ખાતામાંથી એકમાં 5.01 લાખ અને બીજામાં 13.85 લાખ છે. તો તેમના પત્નીના હાથ પર 9.13 લાખની રકમ છે.જ્યારે HDFCના એકાઉન્ટમાં 23.26 લાખ અને બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાં 3.64 લાખ રૂપિયા છે.

આ પણ વાંચો: Salman Khan ના ઘર પર ફાયરિંગની તપાસનો રેલો છેક ગુજરાત પહોંચ્યો, ભુજથી 2 શૂટર્સની ધરપકડ

સોના-ચાંદીના દાગીના કેટલા છે?

સોગંદનામા મુજબ પરષોત્તમ રૂપાલા પાસે 45 ગ્રામ સોનું છે. તેની બજાર કિંમત 2.67 છે. 1.95 લાખની કિંમતની 2,958 ગ્રામ ચાંદી છે. ઉપરાંત 4 લાખની કિંમતના 6,163 ગ્રામના રૂપા (ચાંદી)ના વાસણો છે. જ્યારે સ્વરક્ષા માટે વિદેશી બનાવટની 87 હજારના મૂલ્યની બંદૂક છે. જ્યારે તેમના પત્ની પાસે 81.72 લાખના 1,390 ગ્રામ સોનું છે. જ્યારે 1.85 લાખના 2801 ગ્રામના ચાંદીના દાગીના છે. રૂપાલા પાસે કુલ 3.62 કરોડ અને તેમના પત્ની પાસે 2.29 કરોડના મૂલ્યના જમીન અને રહેઠાણ છે. જેમાં પરષોત્તમ રૂપાલા અને તેમના પત્નીના નામે અમરેલીમાં સંયુક્ત કૃષિની જમીન છે. જ્યારે અમરેલીમાં જ રૂપાલાના નામે બિન કૃષિની જમીન છે. અમરેલીમાં મકાન છે. ગાંધીનગરમાં રહેણાંક મકાન છે. પત્નીના નામે એલિસબ્રિજમાં એક ફ્લેટ છે. ગાંધીનગરમાં એક મકાન છે.  જોકે કરોડો રૂપિયાની મિલકત ધરાવતા પરષોત્તમ રૂપાલા કે તેમના પત્ની પાસે એકપણ કાર ન હોવાનું સોગંદનામામાં દર્શાવાયું છે.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT