Lok Sabha Election: ગુજરાતમાં ક્ષત્રિયોના પ્રભુત્વવાળી બેઠકો પર 2 કલાકમાં કેટલું મતદાન થયું?
Lok Sabha Election 2024: ગુજરાતમાં તમામ 25 લોકસભા બેઠકો પર આજે મતદાન યોજાઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી મતદારો મોટી સંખ્યામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકે પહોંચી રહ્યા છે.
ADVERTISEMENT
Lok Sabha Election 2024: ગુજરાતમાં તમામ 25 લોકસભા બેઠકો પર આજે મતદાન યોજાઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી મતદારો મોટી સંખ્યામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકે પહોંચી રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં આ વખતે ક્ષત્રિયોના વિરોધનો મુદ્દો ખુબ ચર્ચામાં રહ્યો. પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનથી શરૂ થયેલો વિરોધ ભાજપ પક્ષ સુધી પહોંચી ગયો છે. ત્યારે ક્ષત્રિયોએ ધર્મરથ કાઢ્યા-રેલીઓ યોજી તે લોકસભા સીટો પર 2 કલાકમાં કેટલું મતદાન થયું છે આવો જાણીએ.
ક્ષત્રિયોનો વિરોધ થયો તે લોકસભા બેઠકો પર 2 કલાકમાં કેટલું મતદાન?
- ખેડા 10.20 %
- આણંદ 10.35 %
- રાજકોટ 9.77 %
- જામનગર 8.55 %
- અમદાવાદ પશ્ચિમ 7.23 %
- કચ્છ 8.79 %
- ભાવનગર 9.20 %
- સુરેન્દ્રનગર 9.43 %
- જૂનાગઢ 9.05 %
- બનાસકાંઠા 11.43 %
- સાબરકાંઠા 12.28 %
રાજકોટ બેઠક પર 2 કલાકમાં કેટલું મતદાન?
નોંધનીય છે કે, ક્ષત્રિય સમાજે પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ટિકિટ કાપવાની માંગ કરી હતી. પરંતુ ભાજપે તેમની ટિકિટ ન કાપતા આખરે ભાજપમાં અનેક ગામોમાં વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે ભાજપ દ્વારા અંત સુધી ક્ષત્રિય સમાજને મનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હવે જોવાનું રહેશે કે ક્ષત્રિયોની આ નારાજગી વચ્ચે સાબરકાંઠામાં 2 કલાકમાં સૌથી વધુ 12.28 ટકા મતદાન થયું હતું. જ્યારે અમદાવાદ પશ્ચિમમાં સૌથી વધુ 7.23 ટકા મતદાન થયું હતું. રાજકોટની બેઠક પર 9.77 અને જામનગરમાં 8.55 ટકા મતદાન થયું હતું.
ગુજરાતમાં સરેરાશ 9.83 ટકા મતદાન
ગુજરાતની તમામ 25 બેઠકો પર મતદાનની વાત કરીએ તો સરેરાશ 9.83 ટકા મતદાન સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં નોંધાયું છે. હવામાન વિભાગે બપોરે અનેક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે. આ વચ્ચે મતદારો સવારથી જ ભારે ઉત્સાહ સાથે મતદાન મથકે પહોંચી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT