Lok Sabha Election: પ્રથમ વાર મતદાન કરવા જઈ રહ્યાં છો? તો મતદાન માટે કેટલા ડૉક્યુમેન્ટની જરૂર

ADVERTISEMENT

Lok Sabha Election 2024
ચૂંટણી કાર્ડ સિવાય 12 વૈકલ્પિક દસ્તાવેજ માન્ય
social share
google news

Lok Sabha Election 2024 Phase 3: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 93 સંસદીય ક્ષેત્રોના મતદારો નવી સરકારને ચૂંટવા માટે મતદાન કરશે.ગુજરાતમાં આજે એક જ તબક્કામાં મતદાન પૂર્ણ થશે (25 બેઠકો, કારણ કે ભાજપે સુરત બેઠક બિનહરીફ જીતી છે). 25 લોકસભા સીટ માટે ભાજપના 25, કોંગ્રેસના 23 અને આપના 2 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. આ ઉમેદવારોમાં અમિત શાહ સહિત 4 કેન્દ્રીય મંત્રીનો સમાવેશ થાય છે. ત્યારે જાણો કે જો તમારી પાસે મતદાર કાપલી નથી અને જો તમારું નામ મતદાર યાદીમાં નોંધાયેલ હોય, તો મતદાર 12 ફોટો આધારિત વિકલ્પમાંથી કોઈપણ દસ્તાવેજ બતાવી મત આપી શકશે. 

Gujarat Election voting Live: રાણીપની નિશાન સ્કૂલે PM મોદીએ કર્યું મતદાન, લાગ્યા મોદી મોદીના નારા

ચૂંટણી કાર્ડ સિવાય 12 વૈકલ્પિક દસ્તાવેજ માન્ય

આધારકાર્ડ
મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ
પાન કાર્ડ
દિવ્યાંગ યુનિક આઈડી કાર્ડ
ડ્રાઈવિંગ લાયસન્સ
પેન્શન દસ્તાવેજ (ફોટો સાથે)
પાસપોર્ટ
પાસબુક (ફોટો સાથે બેંક/પોસ્ટ ઓફિસ દ્વારા જારી કરાયેલ)
સંસદ સભ્યો, ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો
NPR હેઠળ RGI દ્વારા જારી કરાયેલ સ્માર્ટ કાર્ડ
આરોગ્ય વીમા સ્માર્ટ કાર્ડ (શ્રમ મંત્રાલયની યોજના હેઠળ જારી કરાયેલ)
ફોટો સાથે સેવા ઓળખ કાર્ડ (કેન્દ્ર/રાજ્ય સરકાર/જાહેર ઉપક્રમ/ પબ્લિક લિમિટેડ કંપનીઓ)

(મતદાન કરવા જાઓ ત્યારે આ 12માંથી એક પુરાવો સાથે લઇને જજો)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT