Gujarat Election Results: મધ્ય ગુજરાતમાં કમળ ખીલ્યું, તમામ 8 બેઠકો પર ભાજપની ક્લીન સ્વીપ

ADVERTISEMENT

Lok Sabha Election Result
Lok Sabha Election Result
social share
google news

Gujarat Lok Sabha Election Results Live: દેશમાં સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણીના આજે પરિણામ જાહેર થવા જઈ રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો છેલ્લી બે ટર્મથી ગુજરાતમાં ભાજપને 26માંથી 26 બેઠકો મળી રહી છે. જોકે આ વચ્ચે ક્ષત્રિય આંદોલનના કારણે કેટલીક સીટો પર ભાજપનું ગણિત બગડ્યું હોય તેવું એક્ઝિટ પોલના આંકડાથી જણાઈ રહ્યું છે. એવામાં મધ્ય ગુજરાતની લોકસભા સીટો પર શું ફરી ભાજપનો કેસરીયો લહેરાશે કે પછી કોંગ્રેસનો પંજો ગાબડું પાડશે તે ખાસ જોવાનું રહેશે.

જુઓ મધ્ય, ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના પરિણામ

સૌરાષ્ટ્ર-કચ્છનું પરિણામ જાણવા, અહી ક્લિક કરો

ઉત્તર ગુજરાતનું પરિણામ જાણવા, અહી ક્લિક કરો

દક્ષિણ ગુજરાતનું પરિણામ જાણવા, અહી ક્લિક કરો

ADVERTISEMENT

મધ્ય ગુજરાતની 8 બેઠકો પર શું છે સ્થિતિ? 

લોકસભા બેઠક ભાજપ કોંગ્રસ – આપ વિજેતા
અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ હિંમતસિંહ પટેલ ભાજપ
અમદાવાદ પશ્ચિમ઼ દિનેશ મકવાણા ભરત મકવાણા ભાજપ
આણંદ મિતેશ પટેલ અમિત ચાવડા ભાજપ
ખેડા દેવુસિંહ ચૌહાણ કાળુસિંહ ડાભી ભાજપ
વડોદરા ડો. હેમાંગ જોશી જશપાલસિંહ પઢિયાર ભાજપ
દાહોદ જસવંતસિંહ ભાભોર ડો. પ્રભાબેન તાવિયાડ ભાજપ
પંચમહાલ રાજપાલસિંહ જાદવ ગુલાબસિંહ ચૌહાણ ભાજપ
છોટાઉદેપુર જશુભાઈ રાઠવા સુખરામ રાઠવા ભાજપ

અમદાવાદ પશ્ચિમ બેઠકમાં ભાજપની જીત

અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ભાજપના દિનેશ મકવાણાની જીત થઈ છે. દિનેશ મકવાણાને 606545 વોટ મળ્યા છે, જ્યારે કોંગ્રેસના ભરત મકવાણાને 321972 વોટ મળ્યા છે. આમ 284573 વોટથી દિનેશ મકવાણા જીતી ગયા છે.

ADVERTISEMENT

અમદાવાદ પૂર્વ પણ કમળ ખીલ્યું

ADVERTISEMENT

વડોદરામાં ભાજપના ઉમેદવારને મોટી લીડ

વડોદરામાં ભાજપના ઉમેદવાર હેમાંગ જોશીની 5 લાખથી વધુ વોટથી જીત થઈ છે. હેમાંગ જોશીને 236355 વોટ મળ્યા છે, જ્યારે કોંગ્રેસના જશપાલ સિંહ પઢિયારને 65490 વોટ મળ્યા છે.

છોટા ઉદેપુરમાં ભાજપને 2 લાખની લીડ

છોટા ઉદેપુરની લોકસભા બેઠક પર ભાજપના જશુભાઈ રાઠવા 2,10,063 વોટની લીડથી આગળ છે. ભાજપને આ બેઠક પર 349482 વોટ મળ્યા છે, જયારે કોંગ્રેસને 1,30,419 વોટ મળ્યા છે.

આણંદમાં ભાજપને લીડ

આણંદમાં ભાજપના મિતેશ પટેલ 24306 વોટથી આગળ નીકળ્યા. ભાજપને 126751 અને કોંગ્રેસને 102445 વોટ મળ્યા છે.

ખેડામાં પણ ભાજપનો કેસરીયો આગળ

ખેડામાં ભાજપના દેવુસિંહ ચૌહાણ 1,01,049 વોટથી આગળ ચાલી રહ્યા છે.

દાહોદમાં ભાજપ આગળ

દાહોદ બેઠક પર ભાજપના જશવંત સિંહ ભાભોર 95963 વોટથી આગળ નીકળ્યા છે.

પંચમહાલમાં ભાજપને મોટી લીડ

પંચમહાલ સીટ પર ભાજપના રાજપાલ સિંહ જાદવ 1,81,414 મતોની લીડ સાથે આગળ છે. પંચમહાલમાં કોંગ્રેસનો સફાયો થવાની સંભાવના છે.

પ્રથમ રાઉન્ડમાં કોણ ક્યાં આગળ?

વડોદરામાં પહેલા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર હેમાંગ જોશી 4000 મતોથી આગળ છે. હેમાંગ જોષીને 7022 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના જશપાલ સિંહ પઢિયારને 2339 મત મળ્યા છે. અમદાવાદ પશ્ચિમમાં પ્રથમ રાઉન્ડમાં ભાજપ તો પંચમહાલમાં કોંગ્રેસ આગળ છે. આણંદથી ભાજપના મિતેશ પટેલ 1000 વોટથી આગળ છે.

 

    follow whatsapp

    ADVERTISEMENT