Lok Sabha Election: મતદાન શરૂ થતા જ EVM બંધ થયા, નવસારી, બનાસકાંઠા,લીંબડીમાં લોકો અકળાયા

ADVERTISEMENT

Lok Sabha Election
Lok Sabha Election
social share
google news

Lok Sabha Election: ગુજરાતની 25 સહિત 12 રાજ્યોની 93 બેઠકો પર આજે મતદાન યોજાઈ રહ્યું છે. ગુજરાતમાં બપોરે ગરમીની આગાહી વચ્ચે સવારથી જ મતદારો મતદાન કેન્દ્રો બહાર લાઈન લગાવી રહ્યા છે અને ભારે ઉત્સાહ સાથે વોટ આપવા માટે પહોંચી રહ્યા છે. જોકે મતદાન શરૂ થતા જ રાજ્યભરમાં જુદા જુદા મતદાન કેન્દ્રોમાંથી EVM ખોટકાવાની સમસ્યાઓ સામે આવી રહી છે. 

બનાસકાંઠામાં 1 કલાક મતદાન બંધ રહ્યું

નવસારીમાં ટાટા બોય્ઝ સ્કૂલમાં મતદાન શરૂ થતા જ EVMમાં ખામી સર્જાઈ હતી. જે બાદ 30 મિનિટ સુધી મતદાન મોડું શરૂ થતા સ્કૂલની બહાર મતદારોની લાંબી લાઈનો લાગી હતી. આ રીતે ભાવનગરમાં પણ મિલિટરી સોસાયટીની શાળામાં 2 EVM મશીન ખરાબ થતા અડધો કલાક સુધી મતદાન રોકાયું હતું. તો બનાસકાંઠાના વાવના એટા અને કલ્યાણપુરા ગામે EVMમાં ખામી સર્જાતા 1 કલાક સુધી મતદાન બંધ રહ્યું હતું. જેના કારણ સવારથી લાઈનમાં ઊભેલા લોકો અકળાયા હતા. 

અમદાવાદ-વલસાડમાં પણ મશીન બગડ્યા

વલસાડના કપરાડામાં આવેલા જીરવલ બરડા ફળિયા ખાતે પણ સવારે 7 વાગ્યે EVM મશીન ખરાબ થઈ ગયું હતું. તો અમદાવાદના કાલુપુરમાં શાળા નંબર 22માં EVMમાં ખામી સર્જાઈ હતી, જેના કારણે મતદાનમાં વિલંબ થયો હતો. તો લીંબડીમાં પણ પ્રાથમિક શાળા-4માં મશીન ખરાબ થતા પ્રાન્ત અધિકારી પહોંચ્યા હતા. વડોદરાના વાઘોડિયામાં પણ ભાડોલ, ગંગાનગર અને રાજપુરા બુથ પર EVMમાં ખરાબી હોવાનું સામે આવતા મશીન બદલવા રજૂઆત કરાઈ હતી. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT