BT Market Survey: '400 પારનો ટાર્ગેટ સરળ નથી... ' BJPને કેટલી સીટો? માર્કેટ એક્સપર્ટ્સે સર્વેમાં શું જણાવ્યું

ADVERTISEMENT

BT Market Survey
BT Market Survey
social share
google news

BT Market Survey: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) માટે છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે. દરેક જગ્યાએ સવાલ એ છે કે કોની સરકાર બનશે? શું ભાજપ 2024ની લોકસભા ચૂંટણી જીતશે અને જો હા, તો કેટલા મોટા માર્જિનથી? જો કે 4 જૂન પહેલા માત્ર અટકળો લગાવવામાં આવી રહી છે.

વાસ્તવમાં, 19 એપ્રિલથી મતદાનની શરૂઆતથી, શેરબજાર અને સટ્ટાબજારમાં વિવિધ દાવાઓ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ભાજપનું '400 પાર'નું સૂત્ર થોડું મુશ્કેલ દેખાઈ રહ્યું છે. કારણ કે ચૂંટણી પહેલા તમામ ઓપિનિયન પોલમાં ભાજપને 370-410 બેઠકો જીતવાની શક્યતા દર્શાવવામાં આવી હતી.
 
જોકે મે મહિનાની શરૂઆતમાં ચૂંટણી સંબંધિત સમાચારોએ શેરબજારના રોકાણકારોને થોડું બેચેન કરી દીધું હતું. આ ભયને કારણે ઈન્ડેક્સ ઈન્ડિયા VIX વધ્યો હતો. જે પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ટિપ્પણીઓ પછી રોકાણકારોની ગભરાટ થોડી હળવી થઈ, જ્યાં બંને નેતાઓએ વર્તમાન સરકાર માટે મજબૂત જનાદેશની આશા વ્યક્ત કરી હતી.

400 પારના લક્ષ્યનું વિશ્વેષણ

બજાર વિશ્લેષકોમાં શંકા છે કે ભાજપનો '400 પાર'નું મહત્વાકાંક્ષી લક્ષ્ય હાંસલ થશે કે કેમ. બિઝનેસ ટુડેના માર્કેટ સર્વેમાં, કેટલાક વિશ્લેષકો માને છે કે ભાજપ '400 પાર કરવાના લક્ષ્યાંકથી દૂર રહી શકે છે. વિશ્લેષકોનું કહેવું છે કે ભાજપ જેટલી વધુ બેઠકો જીતશે તેટલી જ શેરબજાર ઉપર જવાની શક્યતાઓ વધી જશે.

ADVERTISEMENT

ચોઈસ વેલ્થના વાઈસ પ્રેસિડેન્ટ નિકુંજ સરાફનું કહેવું છે કે ઓછા મતદાનની ટકાવારી ભાજપની સંભાવનાઓ પર કેટલી અસર કરે છે તે જોવાનું બાકી છે. તેમણે કહ્યું, 'મારું માનવું છે કે એનડીએ માટે 400 સીટોને પાર કરવી આસાન નહીં હોય, કારણ કે છેલ્લા 10 વર્ષોમાં સત્તા વિરોધી લહેર છે, NDAનું પાછલી ચૂંટણીના આંકડાઓને સ્પર્શવું અથવા તેનાથી થોડું ઉપર રહેવાનું અનુમાન છે, કારણ કે આ વખતે દક્ષિણ ભારત સહિત દેશના કેટલાક ભાગોમાં ગઠબંધનના કારણે I.N.D.I.A. ગઠબંધન પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા છે. તમને જણાવી દઈએ કે, 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 303 બેઠકો જીતી હતી, જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 282 બેઠકો મળી હતી. 

રેલિગેર બ્રોકિંગના રિટેલ રિસર્ચના વરિષ્ઠ ઉપાધ્યક્ષ રવિ સિંહ કહે છે કે બજાર માની રહ્યું છે કે ભાજપ સત્તામાં રહેશે. જો કે, ભાજપને કેટલી બેઠકો મળે છે તેના પર બજારનું સેન્ટિમેન્ટ મોટાભાગે પ્રભાવિત થશે.

ADVERTISEMENT

તેમણે કહ્યું, 'હાલના બજારના વલણોના આધારે, એવું લાગે છે કે ભાજપની જીતની મજબૂત અપેક્ષા છે, જે નેતૃત્વની નિરંતરતા જાળવી રાખવાની તેમની ક્ષમતામાં ઉચ્ચ સ્તરના આત્મવિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. જોકે, ઓછી મતદાન ટકાવારી, પ્રાદેશિક રાજકારણમાં પરિવર્તન અને વિપક્ષી ગઠબંધનની કેટલી અસર થશે અને કોને ફાયદો થશે અને કોને નુકસાન થશે તે તો 4 જૂને જ ખબર પડશે.

ADVERTISEMENT

'પહેલીવાર ચૂંટણી દરમિયાન કોઈ ઉતાર-ચઢાવ નહીં' 

પ્રભુદાસ લીલાધરના રિસર્ચ હેડ અમનીશ અગ્રવાલે જણાવ્યું હતું કે, તે હંમેશા સ્પષ્ટ છે કે ચૂંટણીના અનિશ્ચિત સમયમાં કેટલીક અસ્થિરતા રહેશે. તેમણે કહ્યું કે 2004માં યુપીએની જીતના પુનરાવર્તનના ડરથી બજારમાં ગભરાટ ફેલાયો હતો. કારણ કે આ અણધારી ઘટનાને કારણે સેન્સેક્સ એક જ દિવસમાં 15 ટકા તૂટ્યો હતો.

તેમણે કહ્યું, 'છેલ્લા એક વર્ષમાં માર્કેટમાં ઘણો વિકાસ થયો છે અને એનડીએની જીત અપેક્ષિત છે. જો NDA ફરી સત્તામાં આવે છે તો અમે વર્તમાન નીતિઓ ચાલુ રાખવાની અપેક્ષા રાખી શકીએ છીએ. પરંતુ જો INDIA એલાયન્સ જીતે છે, તો PSU, સંરક્ષણ, ડ્રોન, AMC, વાયર અને કેબલ્સ, ધાતુઓ, પ્લાસ્ટિક પાઇપ્સ અને EMS જેવા ક્ષેત્રો પર થોડી નકારાત્મક અસર થઈ શકે છે.

ભાજપને કેટલી સીટો આવવાનું અનુમાન?

અમનીશ અગ્રવાલના મતે બજાર NDA માટે 300 સીટોનો અંદાજ લગાવી રહ્યું છે. તેમણે કહ્યું, 'નીતિ સાતત્ય રોકાણકારો માટે વિશ્વાસ વધારશે. તેમ છતાં, એકવાર ચૂંટણીની અનિશ્ચિતતાઓ સમાપ્ત થઈ જાય, ત્યાં રોકાણ માટે ઘણા બધા પૈસા પડતર રહે છે.

સૈમકો સિક્યોરિટીઝે જણાવ્યું હતું કે, તેને અપેક્ષા છે કે ભાજપની આગેવાની હેઠળની એનડીએ લગભગ 300-320 બેઠકો મેળવશે. એવું લાગે છે કે મોટાભાગના શેરબજારના નિષ્ણાતો પણ આ નંબર સાથે જઈ રહ્યા છે. આનંદ રાઠી શેર્સ એન્ડ સ્ટોક બ્રોકર્સના નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે વર્તમાન સરકાર આરામદાયક બહુમતી સાથે પાછી ફરી રહી હોય તેવું લાગે છે. સોલંકીએ કહ્યું, 'મારું માનવું છે કે માર્કેટે પણ મોદી સરકાર માટે બહુમતી ધ્યાનમાં લીધી છે. જો કે હજુ બેઠકોની સંખ્યા નક્કી નથી. જો તે 400 ની નજીક છે, તો અમે થોડી વૃદ્ધિ જોઈ શકીએ છીએ.

અરિહંત કેપિટલના સંયુક્ત એમડી અર્પિત જૈને જણાવ્યું હતું કે ભાજપ અને એનડીએ 2019ના પ્રદર્શનનું પુનરાવર્તન કરે તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે બજાર ધીમે ધીમે ભાજપ અથવા એનડીએની જીતની આગાહી કરી રહ્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT