Lok Sabha Result: 4 જૂન પહેલા સટ્ટાબજારે ભાજપને કેટલી સીટ આવવાનું અનુમાન આપ્યું? આંકડો જાણીને ચોંકશો

Gujarat Tak

ADVERTISEMENT

Lok Sabha Result
Lok Sabha Result
social share
google news

Lok Sabha Election Satta Market: ગુજરાત સહિત સમગ્ર દેશના ચૂંટણી પરિણામો 4 જૂનના રોજ આવશે. પરંતુ તે પહેલા દેશનું સૌથી મોટું સટ્ટા બજાર ગરમ છે, અમે વાત કરી રહ્યા છીએ ફલોદી સટ્ટા બજારની જેણે અગાઉ પણ ઘણી આગાહીઓ કરી છે. ફલોદી સટ્ટા બજારની આગાહીઓ ચૂંટણીના પરિણામોને લઈને સચોટ માનવામાં આવે છે.

કોને કેટલી બેઠકો મળશે?

ફલોદી સટ્ટા બજારે આગાહી કરી છે કે દેશમાં ભાજપને 306-310 અને NDA 346-350 બેઠકો મળશે. અગાઉ પાંચ તબક્કાના મતદાનમાં ફલોદી સટ્ટા બજારે 297થી 300 બેઠકોની આગાહી કરી હતી. લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત પહેલા સટ્ટા બજારે આગાહી કરી હતી કે ભાજપ 333-340 બેઠકો જીતશે. ફલોદી સટ્ટા બજારની આગાહીઓ કેટલી સાચી હશે તે કહેવું મુશ્કેલ છે, કારણ કે સાચા પરિણામો 4 જૂને જ આવશે. તમને જણાવી દઈએ કે ફલોદી સટ્ટા બજારની આગાહી ઘણી વખત ખોટી સાબિત થઈ છે.

રાજ્યો મુજબ શું છે સટ્ટાબજારનું અનુમાન

ફલોદી સટ્ટા બજારના તાજેતરના અનુમાન મુજબ, ભાજપ UPની કુલ 80 લોકસભા બેઠકોમાંથી 64-65 બેઠકો જીતી શકે છે. તેવી જ રીતે, મધ્ય પ્રદેશમાં 22 જીતી શકે છે. 'ઈન્ડિયા' ગઠબંધનને યુપીમાં 15-20 બેઠકો, દિલ્હીમાં 6-7 બેઠકો, હરિયાણામાં 5-6 બેઠકો, ઝારખંડમાં 10-11 બેઠકો, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં 11-12 બેઠકો મળવાનું અનુમાન છે. બંગાળમાં ભાજપને 20-22 બેઠકો મળી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT