Rupala Controversy: ક્ષત્રિય સમાજમાં ફાટા? કાઠી ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાને આપી માફી

ADVERTISEMENT

કાઠી ક્ષત્રિય સમાજે ટેકો કર્યો જાહેર
Rupala Controversy
social share
google news

Parshottam Rupala Controversy: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાને માફી ન આપવાની વાત વચ્ચે કાઠી ક્ષત્રિય સમાજે રૂપાલાને માફી આપી છે. 

કાઠી ક્ષત્રિય સમાજ ભાજપ અને રૂપાલાના સમર્થનમાં

કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, આજે અમારી કોર કમિટીની મિટિંગ મળી હતી જેમાં અમારા આગેવાનો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, અમે કાઠી ક્ષત્રિય સમાજ ભાજપ અને રૂપાલાના માફી આપી છે. કરણીસેનાએ આંદોલનની આગેવાની લીધી છે તે અંગે તેમણે કહ્યુ કે, અમારા કાઠી દરબાર દ્વારા નિર્ણય લેવામા આવ્યો છે. અમે એક વખત માફી આપી દીધી છે અમારો ભાજપને પુરો સપોર્ટ છે અમે કરણીસેનાના આંદોલનને સમર્થન આપતા જ નથી. અમારો સમસ્ત સમાજ નરેન્દ્ર મોદીની સાથે છે.
 

જામનગરમાં કાળા વાવટા ફરકાવી વિરોધ

આ વચ્ચે ગઈકાલે રાજકોટ બાદ આજે જામનગરમાં પણ ક્ષત્રિય સમાજના યુવકોનો વિરોધ જોવા મળ્યો. આજે સવારે જામનગરમાં ઓશવાળ સેન્ટરના ગેટ નજીક રાજપૂત સમાજના યુવાનો એકઠા થયા હતા. રાજપૂત સમાજના યુવકો દ્વારા 'રૂપાલા હાય-હાય'ના સૂત્રોચ્ચાર સાથે કાળા વાવટા ફરકાવીને પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે, આ અંગેની જાણ થતાં જ શહેર પોલીસની ટીમ દોડી આવી હતી.

ADVERTISEMENT

પોલીસે તમામ યુવકોની કરી અટકાયત

જે બાદ પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા રાજપૂત સમાજના યુવકોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ તેઓને વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ હતી. આપને જણાવી દઈએ કે, રૂપાલા નિવેદન મામલે રાજપૂત સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. 

રૂપાલા ચૂંટણી લડવા મક્કમ

ભાજપ રૂપાલાને ચૂંટણી લડાવવા મક્કમ હોવાની વાતની પુષ્ટી ત્યારે થઈ જ્યારે ભાજપે પરસોત્તમ રૂપાલાની ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી દીધી. વિવાદ વચ્ચે પરસોત્તમ  રૂપાલા આગામી 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે. માત્ર ફોર્મ ભરશે એટલું જ નહીં પણ ભાજપ શક્તિ પ્રદર્શન કરવાના મૂડમાં છે. ભાજપે કરેલી જાહેરાત પ્રમાણે પરસોત્તમ રૂપાલા 16 એપ્રિલે રાજકોટ બહુમાળી ભવન ખાતે સભા કરીને ઉમેદવારી ફોર્મ ભરશે. ભાજપના દાવા પ્રમાણે 16 એપ્રિલે બહુમાળી ભવન ખાતે તે દિવસે 20થી 25 હજાર લોકો પણ હાજર રહેશે. ભાજપે આ કાર્યક્રમને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને તૈયારીઓના ભાગરૂપે રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતાઓ સ્થળની સમીક્ષા કરવા માટે પણ પહોંચ્યા હતા.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT