Exit Polls 2024 LIVE Update: દેશમાં ફરી ભાજપ સરકાર?, બંગાળમાં 'કેસરિયો', તેલંગાણા-આંધ્રપ્રદેશમાં NDAને મોટો ફાયદો
Exit Polls 2024 LIVE Update: લોકસભા ચૂંટણી 2024 માટે સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન આજે (1 જૂન) સાંજે 6 વાગ્યે પૂર્ણ થયું છે. હવે થોડીવારમાં જ ગુજરાત તક પર લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલના પરિણામો જાહેર થશે.
ADVERTISEMENT
Exit Polls 2024 LIVE Update: લોકસભા ચૂંટણી 2024 માટે સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન આજે (1 જૂન) સાંજે 6 વાગ્યે પૂર્ણ થયું છે. હવે લોકસભા ચૂંટણી માટે એક્ઝિટ પોલના પરિણામો જાહેર થયા. ત્યારે દેશમાં કોની સરકાર બનશે? તેનો જવાબ જાણવા માટે ગુજરાત તક પર જુઓ એક્ઝિટ પોલના આંકડા. જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણી 2024નું પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 10:08 PM • 01 Jun 2024ઉત્તરપ્રદેશમાં યોગી-મોદીનો જલવો યથાવત્
ઉત્તરપ્રદેશ 80 બેઠક NDA 67-72 INDIA 8-12 - 10:06 PM • 01 Jun 2024ભાજપનો 400 પારનો નારો સાચો પડશે? જાણો એક્ઝિટ પોલના આંકડા
એક્ઝિટ પોલ NDA INDIA અન્ય Republic Matrize 353-368 118-133 43-48 Republic PMARQ
359 154 30 Jan Ki baat 377 151 15 D-Dynamics 371 125 47 TV9 Telugu 359 154 30 News Nation 342-378 153-169 21-23 CNX 371-401 109-139 28-38 ABP - CVoter 244-292 123-169 04-12 EGT Research 358 152 33 ટુડેઝ ચાણક્ય 385-415 96-118 27-45 - 10:02 PM • 01 Jun 2024નાગાલેન્ડ, લદ્દાખ, મિઝોરમમાં INDIA ગઠબંધનનો દબદબો
INDIA ગઠબંધન ચંડિગઢની એક બેઠક, નાગાલેન્ડની એક બેઠક, પુડ્ડુચેરીની એક બેઠક, લદ્દાખની એક બેઠક જીતે તેવું અનુમાન છે. એકલી કોંગ્રેસ લક્ષદ્વીપની એક બેઠક, મિઝોરમની એક બેઠક જીતે તેઓ અંદાજ છે. દાદરા & નગર હવેલી અને દમણ & દીવમાં NDAને 2 બેઠક, અંદામાન & નિકોબારની એક બેઠક ભાજપના ફાળે અને સિક્કિમની એક બેઠક SKM અથવા SDF જીતે તેવું અનુમાન છે. તો મેઘાલયની બે બેઠકમાં NPP અને VPP ફાળે જવાની સંભાવના છે.
- 09:39 PM • 01 Jun 2024આંધ્રપ્રદેશમાં ટીડીપીનો દબદબો
આંધ્રપ્રદેશ 25 બેઠક ભાજપ 4-6 કોંગ્રેસ 0 YSRCP 2-4 ટીડીપી 13-15 જેએસપી 0-2 - 09:38 PM • 01 Jun 2024ઓડિસામાં ભાજપને 18થી વધુ બેઠક મળવાનો અંદાજ
ઓડિસા 21 બેઠક ભાજપ 18-20 કોંગ્રેસ+જેએમએમ 0-1 બીજેડી 0-2 અન્ય 0 - 09:33 PM • 01 Jun 2024તેલંગાણામાં NDAને 11-12 બેઠક
તેલંગાણામાં NDAને 11-12 બેઠકો મળવાનો અંદાજ છે. આ સિવાય INDIA ગઠબંધનને 4-6 બેઠકો મળવાનું અનુમાન છે.
તેલંગાણા 17 બેઠક ભાજપ 11-12- કોંગ્રેસ 4-6 BRS 0-1 AIMIM 0-1 - 09:25 PM • 01 Jun 2024બંગાળમાં ભાજપ TMCની આગળ નીકળ્યું
Axis My Indiaના સર્વે અનુસાર, પશ્ચિમ બંગાળની 42 બેઠકો પર NDAના વોટ શેરની વાત કરીએ તો 46% રહ્યું, તો TMCના વોટ શેરની વાત કરીએ તો 40 ટકા તૃણમૂલના પક્ષમાં પડ્યા છે. રાજ્યમાં ઈન્ડિયા ગઠબંધનમાં સહમતિ નહોતી બની. TMC અને કોંગ્રેસ અલગ-અલગ ચૂંટણી લડ્યા હતા.
પશ્ચિમ બંગાળ 42 બેઠક ભાજપ 26-31 TMC 11-14 કોંગ્રેસ 0-2 - 09:17 PM • 01 Jun 2024દેશમાં બનશે ભાજપની સરકાર? 342 થી 401 બેઠકો મળવાનો અંદાજ
દેશમાં ફરી NDA સરકાર બનશે તેવું 7 થી વધુ સર્વે એજન્સીઓનો અંદાજ છે. જે તમામ એજન્સીઓ દ્વારા NDAને 300ને પાર બેઠકો મળતી જોવા મળી રહી છે.
એક્ઝિટ પોલ NDA INDIA અન્ય Republic Matrize 353-368 118-133 43-48 Republic PMARQ
359 154 30 Jan Ki baat 377 151 15 D-Dynamics 371 125 47 TV9 Telugu 359 154 30 News Nation 342-378 153-169 21-23 CNX 371-401 109-139 28-38 ABP - CVoter 244-292 123-169 04-12 - 09:13 PM • 01 Jun 2024કેન્દ્ર શાસિત પ્રદેશોમાં NDAને 0-5 બેઠકો
તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોની વાત કરીએ તો NDAને 0-5 બેઠકો મળી રહી છે.
- 09:12 PM • 01 Jun 2024નોર્થ ઈસ્ટની 11 બેઠકો પરનો અંદાજ
નોર્થ ઈસ્ટની 11 બેઠકોની વાત કરીએ તો ભાજપને 4, કોંગ્રેસને 3, NPPને 1, NPFને 1, VVPને 1 બેઠક અને અન્યને 1 બેઠક મળવાનો અંદાજ છે.
નોર્થ ઈસ્ટ 11 બેઠક ભાજપ 4 કોંગ્રેસ 3 અન્ય 4 - 09:08 PM • 01 Jun 2024મહારાષ્ટ્રમાં ભાજપનો દબદબો
મહારાષ્ટ્રની 48 બેઠકો માટે NDAના પક્ષમાં 46 ટકા મત પડ્યા છે. તો INDIA ગઠબંધનના વોટ શેર 43 ટકા રહ્યા. આ સિવાય સીટ શેયરિંગની વાત કરીએ તો NDAને 28-32 બેઠકો મળવાનો અંદાજ છે. આ સિવાય INDIAને 16-20 બેઠકો મળવાનો અંદાજ છે.
મહારાષ્ટ્ર 48 બેઠક ભાજપ 20-22 કોંગ્રેસ 3-4 NCP (શરદ પવાર) 3-5 NCP (અજિત પવાર) 1-2 શિવસેના (શિંદે) 8-10 શિવસેના (ઉદ્ધવ) 9-11 - 09:03 PM • 01 Jun 2024જમ્મુ કાશ્મીરમાં બંપર મતદાન
જમ્મુ કાશ્મીરમાં આ વખતે બંપર મતદાન થયું છે. તેવામાં NDAને 0-2 અને INDIAને 0-3 બેઠકો મળી શકે છે.
જમ્મુ કાશ્મીર 5 બેઠક ભાજપ 2 કોંગ્રેસ 0 એનસી 3 પીડીપી 0 અન્ય 0 - 08:58 PM • 01 Jun 2024આસામમાં NDAને 10 થી 12 બેઠકો
INDIA Today-Axis My Indiaના સર્વે અનુસાર, આસામમાં NDAએને 10 થી 12 બેઠકો અને INDIAને 2 થી 4 બેઠકો મળી શકે છે.
આસામ 14 બેઠક ભાજપ+ 10-12 કોંગ્રેસ+ 2-4 અન્ય 0 - 08:56 PM • 01 Jun 2024ઉત્તરાખંડમાં ભાજપ કરશે ક્લીન સ્વીપ!
INDIA Today-Axis My Indiaના સર્વે અનુસાર, ઉત્તરાખડમાં ભાજપ તમામ 5 બેઠક જીતતું નજરે પડી રહ્યું છે.
ઉત્તરાખંડ 5 બેઠક ભાજપ+ 5 કોંગ્રેસ+ 0 અન્ય 0 - 08:48 PM • 01 Jun 2024હિમાચલમાં ભાજપને તમામ બેઠકો મળવાનો અંદાજ
INDIA Today-Axis My Indiaના સર્વે અનુસાર, હિમાચલ પ્રદેશમાં ભાજપ તમામ 4 બેઠક જીતતું નજરે પડી રહ્યું છે. જોકે કોંગ્રેસના વોટ શેરમાં વધારો થઈ રહ્યો છે.
હિમાચલ પ્રદેશ 4 બેઠક ભાજપ 4 કોંગ્રેસ 0 અન્ય 0 - 08:39 PM • 01 Jun 2024પંજાબમાં ભાજપને ફાયદો
INDIA Today-Axis My Indiaના સર્વે અનુસાર, પંજાબમાં NDAને 2-4 બેઠકો મળી શકે છે. તો INDIAને 7-9 બેઠકો મળી શકે છે. આ રાજ્યમાં કોંગ્રેસ અને આપ અલગ અલગ ચૂંટણી લડી રહ્યા છે. તેવામાં આપને 0-2 બેઠક મળવાનો અંદાજ છે. જ્યારે શિરોમણી અકાળી દળને 2-3 બેઠક મળતી જોવા મળી રહી છે.
પંજાબ 13 બેઠક ભાજપ 2-4 કોંગ્રેસ 7-9 SAD 2-3 આપ 0-2 અન્ય 0-1 - 08:18 PM • 01 Jun 2024INDIA Today-Axis My India સર્વે : હરિયાણામાં ભાજપને નુકસાન
એક્ઝિટ પોલના આંકડા અનુસાર, હરિયાણાની 10 બેઠકોમાંથી ભાજપને 6 થી 8 બેઠકો મળી શકે છે. તો કોંગ્રેસને 2 થી 4 બેઠકો મળી શકે છે.
હરિયાણા 10 બેઠક ભાજપ 6-8 કોંગ્રેસ 2-4 આપ 0 - 08:09 PM • 01 Jun 2024INDIA Today-Axis My India સર્વે : દિલ્હીમાં ભાજપને 6-7 બેઠકો
INDIA Today-Axis My Indiaના સર્વે અનુસાર, રાજધાની દિલ્હીમાં ભાજપને 54 ટકા વોટ શેર મળતા જોવા મળી રહ્યા છે, જ્યારે 44 ટકા મત INDIA બ્લોકને મળી રહ્યા છે. બેઠકોની વાત કરીએ તો ભાજપને 6 થી 7 બેઠકો મળી શકે છે અને INDIAને 0-1 બેઠક મળી છે.
દિલ્હી 7 બેઠક ભાજપ 6-7 કોંગ્રેસ+ 0-1 અન્ય 0 - 08:02 PM • 01 Jun 2024INDIA Today-Axis My India સર્વે : NDAને મધ્યપ્રદેશમાં 28-29 બેઠકો
INDIA Today-Axis My Indiaના સર્વે અનુસાર, મધ્યપ્રદેશમાં INDIAને 33 ટકા મત મળવા જઈ રહ્યા છે. જ્યારે બેઠકની વાત કરીએ તો 29 બેઠકો વાળા રાજ્યમાં NDAને 28-29 બેઠકો મળવા જઈ રહી છે. આ સિવાય INDIAને 0-1 બેઠક મળવા જઈ રહી છે.
મધ્યપ્રદેશ 29 બેઠક ભાજપ 28-29 કોંગ્રેસ 0-1 અન્ય 0 - 07:59 PM • 01 Jun 2024INDIA Today-Axis My India સર્વે : ગોવામાં બરાબરીનો મુકાબલો
INDIA Today-Axis My Indiaના સર્વે અનુસાર, ગોવામાં NDAને 52 ટકા મત મળતા જોવા મળી રહ્યા છે જ્યારે 43 ટકા મત INDIAને મળી શકે છે. આ સિવાય સીટ શેયરિંગની વાત કરીએ તો 2માંથી 1-1 બેઠક બંનેના ખાતામાં જતી જોવા મળી રહી છે.
ગોવા 2 બેઠક ભાજપ 1 કોંગ્રેસ 1 અન્ય 0
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT