Jamnagar News: જામનગરમાં ક્ષત્રિય આંદોલનથી ભાજપનો અભેદ કિલ્લો તૂટશે! એક્ઝિટ પોલના આંકડાએ માડમનું ટેન્શન વધાર્યું

ADVERTISEMENT

 Jamnagar News
Jamnagar News
social share
google news

Gujarat Lok Sabha Election Exit Poll: લોકસભા ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં છે. સાતેય તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે પરિણામની રાહ જોવાઈ રહી છે. આ સાથે હવે આ વખતે કોની સરકાર છે તે અંગે પણ અટકળોનો દોર શરૂ થયો છે. કોણ હારશે અને કોણ જીતશે? કોનો કિલ્લો મજબુત બનશે અને કોના ગઢમાં ગાબડું પડશે? આ તમામ અટકળો અને આ તમામ પ્રશ્નોના જવાબ એક્ઝિટ પોલઆ આંકડા પરથી મેળવવાનો પ્રયાસ કરીશું. જેમાં ગુજરાતમાં  ચાર એક્ઝિટ પોલના આંકડા કહે છે કે જેમાં 26 માંથી 1 સીટ કોંગ્રેસને મળી રહે છે. 

એક્ઝિટ પોલના આંકડા બાદ  'માડમ' ટેન્શનમાં?

જેમાં આ વખતે ગુજરાતની સૌથી વધુ ચર્ચિત બેઠકમાં રાજકોટ, જામનગર, આણંદ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં ક્ષત્રિય આંદોલનની જ્વાળા ભળકી હતી. તો હવે એવામાં પ્રશ્નએ થાય છે કે શું હવે એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે ક્ષત્રિય આંદોલન અને ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભાના કારણે જામનગરમાં ભાજપનો અભેદ કિલ્લો તૂટશે? પૂનમ માડમના સામ્રાજ્યનો અંત આવી શકે છે કેમ તે જોવાનું રહ્યું. ચાર એક્ઝિટ પોલ કોંગ્રેસને એક સીટ આપી રહ્યા છે તો એટલા માટે હવે જામનગર પર પરિણામના દિવસે સૌથી નજર રહેશે. 

India Today-Axis My India Exit Poll 2024: ભાજપના ધુરંધરોની સામે 'બનાસની બહેન' કોંગ્રેસને આપવશે જીત?

ક્ષત્રિય આંદોલનથી મોટું નુકશાન?

આ પ્રકારની અટકળો પાછળનું મુખ્ય કારણએ છે કે, ભાજપ નેતા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજા (Hakubha Jadeja) એ જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમ માડમ (poonam madan)ને હરાવવા ભરપૂર પ્રયાસ કર્યો હોવાનું સ્થાનિક નેતાઓમાં ચર્ચાઈ રહ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, પરસોત્તમ રૂપાલા સામેના ક્ષત્રિયોના વિરોધના બહાને ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજાએ પૂનમબેન સામેનો રાજકીય હિસાબ સરભર કરવા માટે પક્ષની વિરૂદ્ધ કામ કર્યું હોવાની ફરિયાદ થઈ હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમણે ક્ષત્રિય આંદોલનનો ફાયદો ઉઠાવીને પૂનમ માડમને હરાવવા માટે કોંગ્રેસના ઉમેદવાર જે.પી મારવિયાની તરફેણમાં સમાજના લોકો પાસે મતદાન કરાવ્યું હતું.         

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT