ક્ષત્રિયોઓએ શરૂ કર્યું "ઓપરેશન રૂપાલા" , રાજકોટમાં કલેકટરને આવેદન પત્ર આપવા માટે નીકળી મહારેલી

ADVERTISEMENT

Rupala Controversy
રાજકોટમાં ક્ષત્રિયોની મહારેલી
social share
google news

Rupala Controversy:  રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજ પર કરેલી ટીપ્પણીને લઈ  રોષ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં આજે ક્ષત્રિય સમાજના આગેવાનોની  મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં કોર કમિટીના પ્રવક્તા કરણસિંહ ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવાની ચળવળને "ઓપરેશન રૂપાલા" નામ આપવામાં આવ્યું છે.

ક્ષત્રિયનું "ઓપરેશન રૂપાલા" 

કોર કમિટીના પ્રવક્તા કરણસિંહ ચાવડા કહ્યું કે, અમને આશા છે કે રૂપાલાજીની ઉમેદવારી રદ્દ થવાની છે. ગુજરાતના દરેક તાલુકામાં આવેદન પત્ર આપવાનો દૌર છેલ્લા સાત દિવસથી ચાલુ છે. આ એક ધર્મયુદ્ધ છે. જે તાલુકામાં આવેદન પત્ર આપવાનું બાકી હોય ત્યાં આવેદન પત્ર આપવામાં આવે તેવી અમારી વિનંતી છે. ભાવનગર,સુરેન્દ્રનગરમાં મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત હતા. આવતીકાલે ધંધુકામાં અસ્મિતા સંમેલનનું આયોજન થશે, દરેક સમાજના લોકો આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે.આ ભારતના ઇતિહાસને વિકૃત કર્યો છે. આ ધર્મયુદ્ધમાં દરેક સમાજના લોકો જોડાઇ તેવી વિનંતી છે. જિલ્લા-તાલુકામાં દરેક જગ્યાએ અસ્મિતા સંમેલનમાં આયોજન કરો, અમારી કોર કમિટીના સભ્યો હાજર રહેશે. રાજકોટ બેઠક પર ૪૦૦ ઉમેદવારી પત્રો ભરાવાના છે. રાજકોટમાં ક્ષત્રિય સમાજ ઉપરાંત અલગ અલગ સમાજના સામાજિક આગેવાનો સાથે બેઠક કરીશું. અમે દરેક જિલ્લામાં વકીલોની મદદથી લીગલ ટીમની રચના કરીશું.

આ પણ વાંચો:- પરશોત્તમ રૂપાલા મામલે હવે AAP ની એન્ટ્રી, ક્ષત્રિયાણીઓની પડખે આવ્યા Isudan Gadhvi

રાજકોટમાં ક્ષત્રિયોની મહારેલી

રાજકોટ ખાતે આજ રોજ બહુમાળી ભવનથી મોટી સંખ્યામાં ક્ષત્રીયોઓ એકઠા થઈને કલેકટર કચેરી સુધી મહારેલીનું આયોજન કર્યું હતું. ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવા મામલે મહારેલીની સાથે ક્ષત્રીય સમાજ આવેદન પત્ર આપવા માટે કલેકટર કચેરી પહોંચ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. ભાઈઓ કેસરી સાફા અને બહેનો કેસરી સાડી પહેરી રેલીમાં જોડાયા હતા. કોઈ અઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ મહારેલીમાં ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાના બહેન નયનાબા પણ જોડાયા હતા. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT