VIDEO: નવી સરકારના મંત્રીમંડળમાં કોનું પત્તું કપાશે? ગુજરાતના આ નેતાજી માટે દિલ્હીની ગાદી કઠિન

ADVERTISEMENT

Loksabha Election Result 2024
Loksabha Election Result 2024
social share
google news

Loksabha Election Result 2024: લોકસભાની ચૂંટણીમાં અબકી બાર હવે ગઠબંધન સરકાર જોવા મળશે, NDA ને બહુમત મળી પરંતુ ભાજપ પાર્ટીએ બહુમતનો આંકડો પાર ન કરતાં હવે દિલ્હીની 3.0 સરકારમાં ગુજરાતના કેટલાક મંત્રીનું મંત્રી પદનું પત્તું કપાશે તેવું માનવામાં આવી રહ્યું છે. 

નવી સરકારમાં કોની મંત્રી પદમાંથી થશે બાદબાકી

ભાજપે લોકસભાના પરિણામ બાદ હવે જેપી નડ્ડા, જયશંકર, માંડવિયા અને અમિત શાહને સાચવવામાં સૌથી પ્રશ્ન ઊભો થઈ શકે છે. આ વખતે જ્યારે પૂર્ણ બહુમત ભાજપને મળી નથી ત્યારે હવે ગુજરાતમાંથી કેબિનેટ મંત્રીમાં કેટલાક નામોની બાદબાકી થઈ શકે છે. પરંતુ હવે ચોકઠું ગોઠવું મુશ્કેલ થઈ શકે છે. જેપી નડ્ડા, જયશંકર અને માંડવિયા જેવા દિગ્ગજને સ્થાન આપવામાં  રૂપાલા અને દેવુસિંહ ચૌહાણની બાદબાકી થવી સંભવ છે. જેનું એક કારણએ પણ છે કે રૂપાલા વિવાદના કારણે આ વખતે ભાજપને થોડો સંઘર્ષ કરવો પડ્યો હતો એવામાં હવે તેમને દિલ્હીની ગાદી આ સ્થિતિના મળવી મુશ્કેલ બની જાય છે. આ સિવાય જેપી નડ્ડા, માંડવિયા, જય શંકર અને અમિત શાહને કેબિનેટ પદ આપવામાં દેવુસિંહ ચૌહાણની બાદબાકી થઈ શકે છે.

Lok Sabha Result: બનાસકાંઠામાં જીત બાદ ગેનીબેનની કોંગ્રેસના સંગઠન પર ટકોર, જુઓ આ શું બોલી ગયા...

શું પાટિલનું પણ પત્તું કપાશે?


ભાજપ માટે આ વખતે સૌથી મોટું સંકટ  હવે ગઠબંધન સરકારમાં સહયોગીઓને સાચવવાનો છે. જેના કારણે ભાજપ પાસે મંત્રાલયો ઘટવાની સાથે ભાજપે ગુજરાતને બદલે બીજા રાજ્યો પર ફોકસ વધારવું પડશે. ભાજપ દેવુસિંહ ચૌહાણ, મહેન્દ્ર મુંજપરા, દર્શનાબેન જરદૌશ અને રૂપાલાનું મંત્રાલય કાપે તો પણ ગુજરાતમાંથી 4 મોટા નેતાઓને કેબિનેટ મંત્રાલય સોંપવું પડે. જેમાં પાટીલના કેબિનેટ મંત્રી બનવાના સપનાં રોળાઈ શકે છે. 

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT