VIDEO: મતગણતરી પહેલ જ કોંગ્રેસે પોતાની હાર સ્વીકારી? જુઓ શક્તિસિંહ ગોહિલે શું કહ્યું

Gujarat Tak

ADVERTISEMENT

Lok Sabha Election
પરિણામ પહેલા જ હાર!
social share
google news

Lok Sabha Election: ગુજરાત લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે છતાં રાજકારણ ગરમાયેલું છે. એવામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તો ચૂંટણી પરિણામ પહેલાં જ ચૂંટણીમાં કોંગ્રેસની રહેલી ખામીઓને સ્વીકારી લીધી છે. તેમણે કહ્યું કે,  બુથ લેવલે કોઈ કચાશ રહી ગઈ છે જે અગામી સમયમાં ન રહે તે માટે કાર્યકર્તાઓ સાથે સંવાદ યોજાયો છે.

પરિણામ પહેલા જ હાર!

મહત્વનું છે લોકસભા ચૂંટણીના પરિણામ આગામી 4 જૂનના રોજ જાહેર થવાના છે ત્યારે મત ગણતરી પહેલા જ કોંગ્રેસે પોતાની હાર સ્વીકારી લીધી હોય તેવું શક્તિસિંહ ગોહિલના આ નિવેદન પરથી લાગી રહ્યું છે. જોકે, તેમણે આ પત્રકાર પરિષદમાં તેમણે સરકાર સામે પણ ઘણા સવાલો ઊઠવ્યા હતા.

Viral Answer Sheet: વિધાર્થીની આન્સરશીટની ચારેકોર ચર્ચા, જવાબ જોઈ શિક્ષકો પણ ગોથે ચઢ્યા!

સ્માર્ટ મીટર અંગે પણ મહત્વનું નિવેદન આપ્યું

જેમાં હાલ ખૂબ જ ચર્ચિત સ્માર્ટ મીટર અંગે પણ મહત્વનું નિવેદન આપ્યું હતું.તેમણે અદાણી પાસેથી મોંઘા ભાવે વીજળી લઈને લોકોને લૂંટવામાં આવી રહ્યા છે. સ્માર્ટ મીટરના નામે પણ જે કરે છે તે ભાજપનો જનતા પર બોજો છે. જે વસ્તુ ખરીદી જ નથી તેનો એડવાન્સમાં જીએસટી શા માટે ભરવાનો? તો સાથે જ ભાજપ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, સ્માર્ટ મીટરના નામે લૂંટ ચલાવવી છે. અદાણી પાસેથી મોંઘા ભાવે વીજળી લેવાની અને ગ્રાહકોને ડામ આપવાના, ગ્રાહકોને ઓપ્શન આપો.   

ADVERTISEMENT

ભાજપને આડે હાથ લીધી

ભાજપ સરકાર પર તેમણે પ્રહાર કરતાં કહ્યું કે, તે લોકોને 10 વર્ષ થયા કામના બદલામાં મત નથી માંગ્યા પરંતુ રાહુલ ગાંધી અને પાકિસ્તાન જેવા મુદ્દાથી ડરાવી મત માંગ્યા છે. લોકશાહીમાં લોકોના અવાજને સાંભળવો જોઈએ. પરંતુ આજે કેટલાક અંધ ભક્તોને કારણે ભાજપનો અહંકાર સાતમા આસમાને પહોંચ્યો છે. તો બીજી તરફ સહકારી ક્ષેત્રમાં મેન્ડેડ પ્રથાને લઈને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ગોહિલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, સહકારી ક્ષેત્રમાં ક્યારેય મેન્ડેડ પ્રથા ન હતી, ભાજપના પ્રદેશ પ્રમુખે રાજકીય દંડો ચલાવ્યો છે. લોકશાહીમાં તો જનમત જ વિજેતા નક્કી કરે છે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT