Exclusive: અરવલ્લીમાં મતદાન મથકમાં આચારસંહિતાનો ભંગ, કોંગ્રેસે કઈ વાત પર હોબાળો મચાવ્યો?
Lok Sabha Election: ગુજરાતમાં 25 બેઠકો પર આજે લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાયું. આ વચ્ચે કેટલાક બુથો પર ગેરરીતિની ફરિયાદો ઉઠી હતી. જોકે અરવલ્લીમાં ચૂંટણીની આચારસંહિતાના સરેઆમ લીરે લારા ઉડતા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
Lok Sabha Election: ગુજરાતમાં 25 બેઠકો પર આજે લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાયું. આ વચ્ચે કેટલાક બુથો પર ગેરરીતિની ફરિયાદો ઉઠી હતી. જોકે અરવલ્લીમાં ચૂંટણીની આચારસંહિતાના સરેઆમ લીરે લારા ઉડતા જોવા મળ્યા હતા. મતદાન મથકની અંદર જ પોલિંગ એજન્ટ ભાજપના ચિહ્ન સાથેની પેન સાથે જોવા મળતા કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો.
મતદાન મથકમાં જ ભાજપના ચિહ્નવાળી પેન
અરવલ્લીના માલપુર તાલુકામાં આવેલા અણિયોરની શાળામાં આવેલા મતદાન કેન્દ્રમાં આચારસંહિતાનો ભંગ જોવા મળ્યો હતો. શાળાના મતદાન મથકમાં પોલિંગ એજન્ટ ભાજપના સિમ્બોલવાળી પેન લઈને બેઠેલા જોવા મળ્યા હતા. જોકે આ અંગે જાણ થતા જ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને રીસાઈડિંગ ઓફિસરને જાણ કરવામાં આવી હતી. જે બાદ એજન્ટ પાસેથી પેન લઈ લેવામાં આવી હતી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલે ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો.
કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ
જશુભાઈ પટેલે જણાવ્યું કે, 2024 લોકસભા ચૂંટણીનું મહાપર્વ ચાલી રહ્યું છે. પરંતુ ચૂંટણી નહીં ઈચ્છા મુજબ મતદાન કરવાના બદલે માત્રને માત્ર નિયમોને નેવે મુકીને માલપુર તાલુકાના અણિયોર ગામે બુથ નં.2 પર ભાજપના નિશાનવાળી પેનો દ્વારા નિયમોનો ભંગ કરીને સરેઆમ મતદાન કરવામાં આવતું હતું. તેના પ્રિસાઈડિંગ ઓફિસરને વીડિયો પણ રજૂ કર્યા છે. કલેક્ટર અને ચૂંટણી પંચને આ બાબતે રજૂઆત કરીને આવા અધિકારીઓને વહેલી તકે નોકરીમાંથી છૂટા કરીને આ બુથનું ફરીથી મતદાન કરાવવું જોઈએ એવી અમારી માંગણી છે.
ADVERTISEMENT
(ઈનપુટ: હિતેષ સુતરિયા, અરવલ્લી)
ADVERTISEMENT