પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિયોના વિવાદ પર અમિત શાહ શું બોલ્યા? પહેલીવાર આપી પ્રતિક્રિયા

ADVERTISEMENT

Amit Shah
Amit Shah
social share
google news

Amit Shah Gujarat Visit: ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે 19 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે. આ પહેલા તેમણે પોતાના લોકસભા વિસ્તારમાં આવતી વિધાનસભામાં રોડ શો યોજ્યો હતો. સવારે સાણંદ અને કલોલમાં પ્રચંડ રોડ શો યોજ્યો હતો. આ બાદ સાંજે સાબરમતી વોર્ડના રાણીપ શાક માર્કેટથી તેમણે રેલી શરૂ કરી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ દરમિાયન અમિત શાહે પહેલીવાર રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ અંગે વાત કરી હતી.

આ પણ વાંચો: MS Dhoni ને T20 વર્લ્ડકપ રમવા માટે મનાવશે BCCI? જુઓ રોહિત શર્માએ શું જવાબ આપ્યો

રૂપાલા વિવાદ પર શું બોલ્યા અમિત શાહ?

અમદાવાદના રાણીપથી શરૂ થયેલા રોડ શોમાં અમારા સહયોગી આજતક દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો કે, ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહેલા આંદોલનની ચૂંટણીમાં અસર થશે? જેના પર અમિત શાહે કહ્યું કે, રૂપાલાજીએ મનથી માફી માંગી છે. અમે તેમની સાથે ચર્ચા પણ કરી રહ્યા છીએ. ચર્ચાનો રસ્તો ખુલ્લો છે. મને ભરોસો છે કે ચૂંટણી પહેલા શાંતિપૂર્ણ સમાધાન આવી જશે. 

આ પણ વાંચો: Weather Update: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે પરેશ ગોસ્વામીની 'મહત્વની આગાહી', ખેડૂતો ખાસ જાણી લે 

ક્ષત્રિય સમાજ સાથેની બેઠક નથી આવ્યું પરિણામ

આ નિવેદનથી અમિત શાહે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે ક્ષત્રિય સમાજની જે નારાજગી છે, તેને ભાજપ દૂર કરવા માટે સક્રિય પણે કાર્યરત છે. નોંધનીય છે કે, આ પહેલા ક્ષત્રિય સમાજ અને ભાજપના આગેવાનો વચ્ચે સમાધાન માટે બેઠકો થઈ ચૂકી છે, પરંતુ આ મુદ્દે કોઈ સમાધાન આવ્યું નથી. બીજી તરફ ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. એવામાં જોવું રહ્યું કે આગામી સમયમાં ચર્ચાથી આ વિવાદનો સુખદ ઉકેલ આવી જાય છે કે નહીં.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT