ABP Cvoter Exit Poll 2024: ક્ષત્રિય આંદોલન કોંગ્રેસને કેટલું ફળ્યું? રૂપાલાની ભૂલ ભાજપને ભારે પડી

ADVERTISEMENT

ABP Cvoter Exit Poll Result for Gujarat Lok Sabha Election 2024
ક્ષત્રિય આંદોલને ભાજપનું ગણિત બગડયું?
social share
google news

ABP Cvoter Exit Poll Result for Gujarat Lok Sabha Election 2024: દેશમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. જે બાદ અલગ અલગ એજન્સીઓના એક્ઝિટ પોલના આંકડા સામે આવી રહ્યા છે. જેમાં આવું કહેવામાં આવી રહ્યું છે કે આ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી શાનદાર પ્રદર્શન કરી શકે છે. જોકે, ભાજપનું 400 સપનું તૂટી શકે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતને ભાજપ (Gujarat BJP)નો ગઢ માનવામાં આવે છે. કારણ કે 2014 અને 2019માં ભાજપને ગુજરાતની 26માંથી 26 બેઠકો મળી છે. ત્યારે આ વખતની લોકસભાની ચૂંટણીમાં શું થશે, તેના પર દરેક લોકોની નજર છે. ગુજરાત લોકસભા ચૂંટણીને લઈને ABP ન્યૂઝે સી વોટર (ABP Cvoter Exit Poll Result) સર્વે કર્યો છે. 

કોંગ્રેસને મળી શકે છે 0થી 1 સીટ

એબીપી ન્યૂઝ માટે સી-વોટર દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર ગુજરાતમાં ભાજપને 62 ટકા વોટ શેર મળી શકે છે. તો ઈન્ડિયા ગઠબંધનને 35 ટકા વોટ શેર મળતો જોવા મળી રહ્યો છે. સીટોની દ્રષ્ટીએ ભાજપને 25થી 26 બેઠકો મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને શૂન્યથી એક સીટ મળી શકે છે. એટલે કે કોંગ્રેસને 0થી 1 સીટ મળી શકે છે. 

Image

આ પણ વાંચો

ADVERTISEMENT


ઠેર-ઠેર ક્ષત્રિયોએ કર્યો હતો વિરોધ

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ લોકસભા ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલનનો ફાયદો કોંગ્રેસને મળી શકે છે. રાજકોટ બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને વરિષ્ઠ નેતા પરસોત્તમ રૂપાલાના એક વિવાદિત નિવેદનથી આખો ક્ષત્રિય સમાજ ભાજપની વિરોધમાં ઉભો થઈ ગયો હતો. વિવાદિત નિવેદન બદલ માફી માંગવા છતાં ક્ષત્રિય સમાજે તેમના ટિકિટ પરત ખેંચવાની માંગ કરી હતી. જોકે, ભાજપ દ્વારા ટિકિટ પરત ખેંચવામાં ન આવતા ક્ષત્રિય સમાજ ભાજપ વિરોધી થઈ ગયો હતો.

ભાજપ નેતાઓએ માનવવાના કર્યા હતા પ્રયાસો

ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર-ઠેર અસ્મિતા મહાસંમેલન યોજવામાં આવ્યા હતા. તો રાજ્યભરમાં ધર્મરથ ફેરવીને ભાજપ વિરોધી મતદાન કરવાની અપીલ કરી હતી. ભાજપ સાથે સંકયેલા ક્ષત્રિય નેતાઓએ સમાજના આગેવાનો અને સંકલન સમિતિને માનવવા માટે અનેક પ્રયાસ કર્યા હતા. જોકે, તેઓએ તેમની વાત માની નહોતી. ગુજરાતના તમામ ગામડાઓમાં તો પોસ્ટરો લગાવીને 'ભાજપના કોઈ નેતાએ પ્રચાર કરવા આવવું નહીં' તેવા પોસ્ટરો લગાવ્યા હતા. તો ભાજપ નેતાની રેલીઓમાં પણ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. 

ADVERTISEMENT

Image

ADVERTISEMENT

પરેશ ધાનાણીની થશે જીત?

એક તરફ ક્ષત્રિયો લાલઘુમ હતા, એવામાં કોંગ્રેસ આગળ આવીને કોંગ્રેસ પરેશ ધાનાણીને રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાની સામે મેદાનમાં ઉતાર્યા. પહેલા પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો હતો, પરંતુ કોંગી નેતાઓ પરેશ ધાનાણીના ઘરે પહોંચ્યા હતા અને તેમને મનાવ્યા હતા. ક્ષત્રિયોના ભાજપ વિરોધી મતદાનના નિર્ણય અને ABP ન્યૂઝના સી વોટર (ABP Cvoter Exit Poll Result) સર્વેમાં કોંગ્રેસને એક સીટ મળી રહી હોવાનું કહેવામાં આવતા એવું લાગી રહ્યું છે કે રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીની જીત થઈ શકે છે. જોકે, ગુજરાતમાં રાજકોટ બેઠક પર કોંગ્રેસની જીત થશે કે અન્ય કોઈ બેઠક પર તે તો 4 જૂનના રોજ મતગણતરી બાદ જ સ્પષ્ટ થશે. 
 

    follow whatsapp

    ADVERTISEMENT