500 માર્ક્સની પરીક્ષામાં વિદ્યાર્થીને આપી દીધા 955 માર્ક્સ, જાણીતી યુનિવર્સિટીમાં 'મોટો ખેલ'

ADVERTISEMENT

Bihar News
ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ..
social share
google news

બિહારમાં શિક્ષણ વ્યવસ્થાને લઈને અનેક પ્રકારની વાતો સામે આવી છે. હવે રાજ્યની એક પ્રખ્યાત યુનિવર્સિટીમાં એવું પરાક્રમ થયું છે, જેને સાંભળીને તમે દંગ રહી જશો. વાસ્તવમાં અહીંના એક વિદ્યાર્થીને કુલ 500 માર્ક્સની પરીક્ષામાં 955 માર્ક્સ આવ્યા છે. વિદ્યાર્થીના રિઝલ્ટની કોપી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે, જે બાદ લોકો આ રિપોર્ટ કાર્ડને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. 

500 માર્ક્સમાંથી 955 માર્ક્સ આપ્યા

આ સમગ્ર મામલો છપરા ખાતે આવેલી જય પ્રકાશ નારાયણ યુનિવર્સિટીની છે. વાસ્તવમાં બિહાર શિક્ષક સંઘે આ રિપોર્ટ કાર્ડ તેના એક્સ હેન્ડલ પરથી શેર કર્યું છે. સંઘ તરફથી આ વાતને શેર કરતી વખતે લખવામાં આવ્યું છે કે, 'છપરા યુનિવર્સિટીની સ્થિતિ - ટોટલ 500માં 955 માર્ક્સ આપવામાં આવ્યા છે.'

ટીસર્સ એસોસિએશને શેર કરી માર્કશીટ

ખરેખર, જેપી યુનિવર્સિટીએ બી.કોમ પાર્ટ-2ની પરીક્ષાના પરિણામમાં માર્ક્સ સીટ જાહેર કરી છે. બિહાર ટીચર્સ એસોસિએશન દ્વારા આ પરીક્ષા આપનારા વિદ્યાર્થીની માર્કશીટ એક્સ હેન્ડલ પર શેર કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓએ મેળવેલા માર્કસ કુલ માર્કસ કરતા વધુ હતા. એક્સ પર આ માર્ક્સ સીટ જોયા પછી ઘણા લોકોએ તેમની પ્રતિક્રિયા આપી છે અને તેના પર ટિપ્પણી કરી છે.

ADVERTISEMENT

 

'યુનિવર્સિટીના લોકોએ કર્યો ચમત્કાર'

એક યુઝરે લખ્યું, 'બિહારમાં બહાર છે.' સુભાષ વિદ્યાર્થી નામના યુઝરે લખ્યું, 'આ અદ્ભુત છે. યુનિવર્સિટીના લોકોએ ચમત્કાર કર્યો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT