RTE Gujarat Admission: RTE હેઠળ શાળા બદલવા માંગો છો? તો આ તારીખ ચોક્કસથી નોંધી લેજો!

ADVERTISEMENT

RTE Gujarat Admission
RTE Gujarat Admission
social share
google news

RTE Gujarat Admission 2024-25: શૈક્ષણિક વર્ષ 2024-25 માં RTE (Right to Education) હેઠળ પ્રવેશ માટે બે રાઉન્ડ પૂર્ણ થઈ ગયા છે. ત્રીજા રાઉન્ડને લઈ મહત્વની અપડેટ સામે આવી રહી છે. RTE પ્રવેશ માટેના ત્રીજા રાઉન્ડ અન્વયે જો આપ શાળાઓની પુનઃપસંદગી કરવા ઈચ્છતા હોવ તો તા. 24/05/2024 થી તા. 26/05/2024 સુધીમાં  ઓનલાઈન અરજી કરી શકો છો. તમે એપ્લીકેશન નંબર અને જન્મતારીખ નાખી માત્ર શાળાઓની પસંદગી બદલી શકશો, જેથી ત્રીજા રાઉન્ડમાં RTE પ્રવેશની કાર્યવાહી કરી શકાય.

કેવી રીતે શાળાની પુન: પસંદગી કરવી

RTE  પોર્ટલ પર http;//rte.orpgujarat.com પર જઈ શાળાઓની પુન: પસંદગીના મેનુ પર જઈને ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ શાળાઓની પુન: પસંદગી વખતે વિદ્યાર્થીઓએ પોતાની પસંદગીના ક્રમ મુજબની શાળાઓની પસંદગી કરવાની રહેશે. આ પ્રક્રિયા કર્યા બાદ તમારે  સબમિટ બટન પર ક્લિક કરીને પ્રિન્ટ કાઢવી પડશે.  આ પ્રિન્ટની નકલ રિસિવિંગ સેન્ટર પર જમા કરાવવાની નથી. શાળાની પુન: પસંદગી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો એપ્લિકેશનમાં દર્શાવેલા જિલ્લાના નંબર પર સંપર્ક કરી શકાશે. જો કોઈ વિદ્યાર્થી પુન: પસંદગી કરશે નહિ તો અગાઉ પસંદ કરેલી શાળાઓને માન્ય રાખીને નિયમાનુસાર ત્રીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે. આરટીઈ પ્રવેશ પ્રક્રિયાના ત્રીજા રાઉન્ડ માટે શાળાઓની ખાલી પડેલી 5873 જગ્યા પર પુન:પસંદગી માટેની કાર્યવાહી કરવામાં આવશે.

GSSSB Exam વર્ગ-3ની ભરતી પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કીની તારીખ અને લિંક જાહેર કરાઈ

શું છે RTE?

શિક્ષણનો અધિકાર કાયદો 2009 (RTE) દેશમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે લાવવામાં આવ્યો હતો. તે 6 થી 14 વર્ષની વયના બાળકોને મફત શિક્ષણની ખાતરી આપે છે. આ અધિનિયમના આ અમલથી ભારત વિશ્વના 135 દેશોમાંનો એક એવો દેશ બન્યો કે જ્યાં શિક્ષણનો મૂળભૂત અધિકાર છે. જો કે આ પછી પણ આવી અનેક ખામીઓ અને પડકારો છે જેના કારણે દેશના હજારો બાળકો ફરજિયાત શિક્ષણથી વંચિત રહે છે. તો ચાલો આજે આપણે શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 નું મહત્વ અને ઉદ્દેશ્ય શું છે તેના વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT