Police Recruitment: પોલીસ ભરતીને લઈ હસમુખ પટેલે આપી મોટી અપડેટ, જાણો ક્યારે યોજાશે શારીરિક-લેખિત કસોટી

Gujarat Tak

ADVERTISEMENT

Police Recruitment 2024
Police Recruitment 2024
social share
google news

Police Recruitment 2024: પોલીસ ભરતીની તૈયારી કરતાં ઉમેદરવારો માટે મહત્વની અપડેટ રહી આવી રહી છે. ગઇકાલે ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ સુરતની મુલાકાતે હતા. ત્યારે તેમણે એક ખાનગી ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યું હતું. જેમાં તેમણે પોલીસ ભરતીની શારીરિક અને લેખિત કસોટી ક્યારે યોજશે તે અંગે જાણકારી આપી હતી.

પોલીસ ભરતીની પરીક્ષા ક્યારે?

ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલના જણાવ્યા અનુસાર, 12000 લોકરક્ષક અને 500 PSIની શારીરિક પરીક્ષા ચોમાસા બાદ ત્વરિત થશે અને ત્યારબાદ લેખિત પરીક્ષાનું આયોજન થશે. ભરતીમાં છેતરતા લોકોથી સાવધાન રહેવા પણ અપીલ કરી હતી. સમયસર અરજીપ્રક્રિયા પૂર્ણ થયા બાદ આચારસંહિતા લાગુ થઈ હતી ત્યારબાદ ઉનાળાની શરૂ થઈ જતાં પોલીસ ભરતી માટે 5 કિલોમીટરની દોડનું આયોજન ન કરી શકાય અને હાલ ચોમાસાની સિઝન શરૂ છે માટે ગ્રાઉન્ડ પર ઉમેદવારને દોડાવી ન શકાય એટલા માટે શિયાળાની શરૂઆતમાં પાંચ કિલોમીટર દોડનું આયોજન થશે. ત્યારબાદ સીધી જ લેખિત પરીક્ષા યોજવામાં આવશે. 

નવા નિયમ સાથે યોજાશે પરીક્ષા

આ વખતે પોલીસ ભરતી નવા નિયમો સાથે થશે. જે પ્રમાણે શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને ધ્યાનમાં લેવામાં આવશે નહીં, તે સિવાય  શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે એના કોઈ ગુણ આપશે નહીં અને  શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો ત્યારબાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.MCQ ટેસ્ટને બદલે 200 માર્ક્સનું એક જ પેપર લેવાશે.

ADVERTISEMENT

ક્યા પદ પર કેટલી ભરતી થશે?

ગુજરાત પોલીસ ભરતી વિભાગમાં  12472 પદો પર ભરતી કરવામં આવશે. જેમાં બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં 316 પુરુષ અને 156 મહિલા કર્મચારીની ભરતી કરવામાં આવશે. તો બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલમાં 4422 પુરુષ અને 2187 મહિલા ઉમેદવારની ભરતી કરાશે. હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (એસઆરપીએફ) પદ માટે 1000 પુરુષ ઉમેદવાર પાસેથી અરજી મંગાવી છે. જેલ સિપાઇમાં 1013 પુરુષ અને 85 મહિલા કર્મીની ભરતી થશે.
 

    follow whatsapp

    ADVERTISEMENT