NEET PG Result 2024 Declared : નીટ પીજી 2024નું પરિણામ જાહેર, જાણો કેટલું રહેશે કટ ઓફ

ADVERTISEMENT

NEET PG Result 2024 Declared
નીટ પીજી 2024નું પરિણામ જાહેર
social share
google news

NEET PG Result 2024 Declared : NEET PG 2024ના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહેલા ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે.  નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઈન મેડિકલ સાયન્સ (NBEMS)એ NEET PG 2024 પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. જો તમે પણ આ પરીક્ષા આપી હતી, તો તમે  NBEMSની સત્તાવાર વેબસાઈટ natboard.edu.in પર જઈને તમારું પરિણામ ચેક કરી શકો છે. અમે તમને એ પણ જણાવી દઈએ કે NEET PG 2024 પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોના વ્યક્તિગત સ્કોર કાર્ડને 30 ઓગસ્ટ 2024 સુધીમાં આ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.

NBEMS એ કહી આ વાત

પરીક્ષાના પરિણામોની જાહેરાત કરતાની સાથે જ NBEMSએ જણાવ્યું કે તમામ પ્રશ્નોના જવાબો વિષયના નિષ્ણાતો દ્વારા તપાસવામાં આવ્યા છે અને આ સમય દરમિયાન કોઈપણ સવાલને તકનીકી રીતે ખોટો જણાયો નથી. જો કોઈ ઉમેદવારને પરિણામ અંગે કોઈ સમસ્યા હોય તો તેઓ 011-45593000 પર સંપર્ક કરી તેમની સમસ્યા જણાવી શકે છે.

આ રીતે ચેક કરો રિઝલ્ટ

NEET PG 2024નું રિઝલ્ટ ચેક કરવા માટે સૌથી પહેલા NBEMSની સત્તાવાર વેબસાઈટ natboard.edu.in પર જાઓ. પછી NEET PG પરિણામ સૂચના અને સૂચનામાં પરિણામ PDF લિંક પર ક્લિક કરો. તે પછી એક નવી ફાઈલ ખુલશે. તેમાં તમારો રોલ નંબર દાખલ કરો. જે બાદ તેમાં તમે પર્સેન્ટાઈલ અને રેન્ક જોઈ શકો છો.

ADVERTISEMENT


આ વખતે કેવું રહેશે કટઓફ?

NBEMS એ સ્પષ્ટ કર્યું છે કે ઉમેદવારો દ્વારા ચિહ્નિત કરાયેલા પ્રતિભાવોના પુનઃમૂલ્યાંકન, પુનઃચેકિંગ અથવા પુનઃગણતરી માટેની કોઈ જોગવાઈ રહેશે નહીં. સત્તાવાર વેબસાઇટ અનુસાર, જનરલ અને EWS કેટેગરી માટે કટઓફ 50 પર્સેન્ટાઈલ નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે SC/ST/OBC (SC/ST/OBCના PWD સહિત) માટે ક્વોલિફાઈંગ પર્સન્ટાઇલ 40 છે અને UR PWD માટે ક્વોલિફાઈંગ પર્સન્ટાઇલ 45 છે.

    follow whatsapp

    ADVERTISEMENT