Gujarat Board Topper Dhruv Raval: રીક્ષા ચાલકનો દીકરો જિલ્લામાં ટોપર, જુઓ કયા વિષયમાં કેટલા માર્ક્સ
Gujarat Board Result: ગુજરાત બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. નડિયાદમાં બે પેઢીથી રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા નીતિનભાઈના પુત્રએ સતત 12 કલાક મહેનત કરી 12 સાયન્સમાં સફળતા હાંસલ કરી છે.
ADVERTISEMENT
Gujarat Board Result: ગુજરાત બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું (Board Result) પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. નડિયાદમાં બે પેઢીથી રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા નીતિનભાઈના પુત્ર ધ્રુવ રાવલે (Dhruv Raval) સતત 12 કલાક મહેનત કરી 12 સાયન્સમાં સફળતા હાંસલ કરી છે. આ વિદ્યાર્થીએ 99.48 પર્સન્ટાઇલ સાથે A1 ગ્રેડ મેળવ્યો છે. આ ઉપરાંત ગુજકેટમાં પણ 99.90% પર્સન્ટાઈલ રેન્ક મેળવ્યો છે. પરિણામ ઉત્તમ છે અને પરિવાર અને મિત્રો તેનાથી ખૂબ જ ખુશ છે.
નડિયાદના વાણીયાવાડ વિસ્તારમાં ફતેપુરા રોડ પર આવેલી શ્રી ક્રિષ્ના સોસાયટીમાં રહેતા નીતિનભાઈ રાવલ પોતાના પરિવારનું ભરણપોષણ કરવા નડિયાદ શહેરમાં સ્વતંત્ર રીતે રિક્ષા ચલાવે છે. જ્યારે તેમના પત્ની જ્યોતિબેન ગૃહિણી છે. તેમને 3 બાળકો છે. જેમાં સૌથી મોટી પુત્રી જાગૃતિ, પુત્ર રોનક અને સૌથી નાનો પુત્ર ધ્રુવ છે. નીતિનભાઈના ત્રણેય બાળકો અભ્યાસમાં હોશિયાર છે.
જિલ્લામાં ટોપર આવ્યો રીક્ષા ચાલકનો પુત્ર
સૌથી નાનો દીકરો ધ્રુવ તાજેતરમાં લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં જિલ્લાના ટોપર તરીકે ઉભરી આવ્યો છે. આજે જાહેર થયેલા બોર્ડના પરિણામોમાં તેણે 99.48 ટકા સાથે A1 ગ્રેડ મેળવ્યો હતો અને ગુજકેટમાં પણ 99.90 ટકા રેન્ક મેળવ્યો હતો. આથી રાવલ પરિવારમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. પરિણામ બાદ સવારથી જ ધ્રુવના મિત્રો અને સંબંધીઓ તેની સિદ્ધિ બદલ તેને અભિનંદન આપવા તેના ઘરે પહોંચી ગયા હતા.
ADVERTISEMENT
ધ્રુવના પિતા બે પેઢીથી ચલાવે છે રીક્ષા
ધ્રુવની સફળતા અંગે તેના પિતા નીતિનભાઈ કહે છે કે, અમે બે પેઢીથી રિક્ષા ચલાવતા હતા, હવે અમારા બાળકો રિક્ષા નહીં ચલાવે, તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવી સારી જગ્યાએ નોકરી કરશે, અમે ખુશ છીએ. અમારા બાળકોએ પણ અમને ઘણો સાથ આપ્યો છે. તેણે પોતાનો શોખ છોડીને અને સારો અભ્યાસ કરીને અમને ગૌરવ અપાવ્યું છે. ધ્રુવને તેના અભ્યાસ માટે ટ્યુશન પણ નહોતું મળતું, તેણે જાતે મહેનત કરી હતી. મારા પરિવારનું ભરણપોષણ કરવા માટે હું 25 વર્ષથી વધુ સમયથી રિક્ષા ચલાવું છું. મેં 6 મહિના પહેલા જ નવી રિક્ષા લોન લીધી હતી. પુત્રની સિદ્ધિઓ અંગે તેમણે જણાવ્યું હતું કે, ત્રણેય બાળકો અભ્યાસમાં ખૂબ જ હોંશિયાર છે. અને સૌથી નાનો દીકરો ધ્રુવ નાનપણથી સતત અભ્યાસમાં પ્રથમ નંબરે આવે છે. તેમની કારકિર્દી આગળ વધે તે માટે મારા પ્રાર્થના કરું છું.
પુત્રની સફળતાપર માતાની આંખોમાં આંસું
ધ્રુવની સફળતા પર તેની માતા જ્યોતિ બેહનની આંખોમાં ખુશીના આંસુ છે. તેઓ કહે છે કે મારા બધા બાળકો અભ્યાસમાં હોશિયાર છે. અને આજે અમે ધ્રુવની સફળતા પર ગર્વ અનુભવીએ છીએ. અને મારા બધા બાળકો તેમના સપના પૂરા કરશે.
ADVERTISEMENT
માતા-પિતાનો સંઘર્ષ જોઈને પુત્રને મળી પ્રેરણા
ધ્રુવે કહ્યું, "આ સફળતા માટે જો કોઈ પ્રેરણા સ્ત્રોત હોય તો તે મારા માતા, મારા પિતા છે, જેઓ ઘર ચલાવવા માટે રિક્ષા ચલાવે છે. હું નાનપણથી જ મારા માતા-પિતાને સંઘર્ષ કરતા જોઉં છું. તેથી હું 99.88 મેળવવા માટે પહેલેથી જ મક્કમ હતો. આ પહેલા મને એસ.એસ.સી. બોર્ડમાં 99.98 પર્સેન્ટાઈલ મળ્યા હતા. હું માત્ર મારા શાળાના શિક્ષકોના માર્ગદર્શનથી જ આગળ વધ્યો છું
ADVERTISEMENT
ધ્રુવની આ સિદ્ધિ પર પરિવારમાં ખુશીની લહેર છે. શાળા સહિત પરિવારના દરેક લોકો ધ્રુવને મીઠાઈ ખવડાવીને તેને વિદાય કરી રહ્યા છે. સફળતાના માર્ગમાં ઘણી મુશ્કેલીઓ આવશે પરંતુ નિશ્ચિતપણે દ્રઢ નિશ્ચય સફળતાની ચાવી છે, આ ખરેખર આ પરિવારની ખુશી જોઈને કહી શકાય.
(હેતાલી શાહ, ખેડા)
ADVERTISEMENT