દીકરીને બનાવવી છે ડોક્ટર? ગુજરાત સરકાર આપશે 6 લાખની સહાય, જાણી લો યોજનાની તમામ માહિતી

Gujarat Tak

ADVERTISEMENT

Gandhinagar News
Gandhinagar News
social share
google news

Gandhinagar News: ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી હેઠળની ગુજરાતની 13 મેડિકલ કોલેજોની ફીમાં 80 ટકાનો વધારો થયો છે. ગુજરાત સરકારે સરકારી ક્વોટાની સીટની ફી રૂ.3.30 લાખ હતી જે વધારીને રૂ. 5.50 લાખ કરી છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની સીટ માટેની ફી રૂ. 9.75 લાખથી વધારીને રૂ. 17 લાખ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ફી વધારાને કારણે હવે કેટલાય વાલીઓ ચિંતામાં મુકાયા છે, પરંતુ ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ માટે એક ખાસ યોજના આશીર્વાદરૂપ બનશે અને આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાના લીધે તેનો આગળનો અભ્યાસ અટકશે નહીં. તો ચાલો વિસ્તારથી જાણીએ આ યોજના વિશે...

દીકરીઓ માટે ગુજરાત સરકારની ખાસ સહાય

ગુજરાત સરકાર દીકરીઓને સાક્ષરતા ગુણમાં વધારો કરવા માટે અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અમલમાં લાવી છે. જેમાં 6 લાખ રૂપિયા સુધીની શિષ્યવૃતિ મળવાપાત્ર છે. આ શિષ્યવૃતિ દર વર્ષે મળવાપાત્ર છે ફક્ત એના માટે આટલી લાયકાત ખૂબ જ જરૂરી છે.

મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના

મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજનામાં દીકરીઓ માટે સરકાર 4 લાખની આર્થિક સહાય પુરી પડે છે અને આ ઉપરાંત સરકાર  મુખ્યમંત્રી યુવા સ્વવલંબન મારફતે બીજા 2 લાખની સહાય આપે છે, આ રીતે રાજ્ય સરકાર દીકરીઓને મેડિકલમાં ઉચ્ચ અભ્યાસ માટે કુલ 6 લાખ સુધીની આર્થિક સહાય આપે છે.

ADVERTISEMENT

લાયકાત (Eligible For Kanya Kelavani Yojana)

  • અરજદાર ગુજરાતના વતની હોવા જોઈએ 
  • ફક્ત બહેનોને જ મળવાપાત્ર છે 
  • ગુજરાતમાં આવેલી મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવેલ હોવા જોઈએ
  • ધોરણ-10 ની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવી નિયત ડીપ્લોમાં અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ.
  • ડીપ્લોમાં અભ્યાસક્રમની પરીક્ષામાં 65 કે તેથી વધુ ટકા સાથે પાસ કરી મેળવી ડીગ્રી(સ્નાતક) કક્ષાના અભ્યાસક્રમનાં પ્રથમ/બીજા વર્ષમાં પ્રવેશ મેળવનાર ડી-ટુ-ડીના વિદ્યાર્થીઓ.
  • ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવી નિયત સ્નાતક અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ
  • રૂ. 6 લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવનાર વાલીઓના સંતાનો.

IFFCO માં ગ્રેજ્યુએટ યુવાઓ માટે ભરતીની જાહેરાત, જાણો અરજી પ્રક્રિયા અને પગાર ધોરણ

દસ્તાવેજો (Kanya Kelavani Scholarship Gujarat  Required Documents)

  • આધાર કાર્ડ
  • ધોરણ 10 અથવા ધોરણ 12ની પાસ કર્યાની માર્કશીટ
  • ડિપ્લોમા અથવા ડિગ્રીમાં અભ્યાસ મળ્યો હોય તો પ્રવેશસમિતિનો લેટર
  • જે પણ કોર્સમાં પ્રવેશ મેળવ્યો હોય તેની માહિતી દર્શાવતો લેટર
  • ટયુશન ફી ભરી હોય એટલી તમામ પહોંચ અથવા રિસીપટ
  • સેલ્ફ ડિકલરેશન ઓરિજિનલ
  • અરજદારના વાલીનું આવકનું પ્રમાણપત્ર જે માન્ય હોય
  • જે સંસ્થામાં કે કોલેજમાં પ્રવેશ મેળવ્યો હોય એ સંસ્થાનું પ્રમાણપત્ર.
  • બેંક પાસબુક
  • ઇન્કમ ટેક્ષ રિટર્ન ની નકલ અથવા આવકવેરાને પાત્રના થતા હોય તો એનું સેલ્ફ ડીક્લેરેશન 
  • જે પણ ઈનકમ ટેક્ષ રિટર્ન લગતા હોય એ ફોર્મ ITR-1/ITR-2/ITR-3/ITR-4
  • અરજદારનો ફોટોગ્રાફ
  • મોબાઇલ નંબર
  • ઇમેઇલ ID

How To Apply Kanya Kelavani Yojana Scholarship

  • મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અરજી કરવા માટે MYSY ની Website mysy.guj.nic.in ની મુલાકાત લો
  • MYSY Website માં એન્ટર થયા પછી તમને Login/Register 2023-24 નું (તમારે તમારું શૈક્ષણિક વર્ષ પસંદ કરવાનું રહેશે) Option જોવા મળશે એના પર ક્લિક કરવું
  • MYSY Login/Register માં ક્લિક કર્યા પછી ફ્રેશ અરજી પર ક્લિક કરવું
  • હવે નવું વિકલ્પ ખુલશે ત્યાં પ્રથમ  વખત અરજી કરતા હોય એટલે પ્રથમ વખત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
  • રજિસ્ટ્રેશનમાં હવે તમારું બોર્ડ,પાસ થયેલું વર્ષ,રોલ નંબર મોબાઈલ નંબર વગેરે માહિતી ભરવાની રહેશે અને ત્યાર પછી પાસવર્ડ મેળવવાનો રહેશે
  • પાસવર્ડ તમને તમારા મોબાઈલ નંબર અને ઇમેઇલ આઈડીમાં દ્વારા મળશે
  • હવે ફરીથી લોગિન કરો 
  • હવે તમારી આગળ ફ્રેશ અરજીનું પેજ ખુલશે એમાં માંગેલી તમામ માહિતી જેવી કે,તમારી પર્સનલ માહિતી,શેક્ષણિક માહિતી,હોસ્ટેલ માહિતી,આવકની માહિતી,પ્રવેશ મેળવેલ કોલેજની માહિત ભરો
  • ત્યારપછી માંગેલા ફરજીયાત ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
  • તમામ માહિતી એકવાર બરાબર ચેક કર્યા પછી છેલ્લે અરજી સબમિટ કરવાની રહેશે
  • અરજી સબમિટ કર્યા પછી હેલ્પસેન્ટર પર જઈ  ડોક્યુમેન્ટ  વેરિફિકેશન કરવાના રહેશે.

અત્યાર સુધીમાં કેટલી દીકરીઓને મળી છે સહાય

વર્ષ 2017માં મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં આ યોજના થકી રાજ્ય સરકાર દ્વારા કુલ 19,776 વિદ્યાર્થિનીઓને તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે આર્થિક 573.50 કરોડની સહાય આપવામાં આવી છે. વર્ષ 2023-24 માટે આ યોજના હેઠળ 4000 વિદ્યાર્થિનીઓને 140 કરોડની સહાય આપવાનો લક્ષ્યાંક હતો. જેની સામે 4982 વિદ્યાર્થિનીઓને ₹171.55 કરોડની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે.
 

    follow whatsapp

    ADVERTISEMENT