Gujarat police bharti 2024: લોકરક્ષક અને PSI ભરતી મામલે મોટી અપડેટ, શું તમારે અરજી કરવાની બાકી છે?

ADVERTISEMENT

ધો.12 માં પાસ થયેલા ઉમેદવાર માટે સુવર્ણ તક
Gujarat police bharti
social share
google news

Gujarat police bharti 2024 online form date: ગુજરાત પોલીસ ભરતી મામલે મહત્વની જાણકારી સામે આવી રહી છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા ફરી અરજી કરવા અંગે જાણકારી આપી છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરી આ અંગે માહિતી આપી છે.

Gujarat Board 10th result 2024: ધોરણ 10નું છેલ્લા 30 વર્ષમાં રેકોર્ડબ્રેક પરિણામ, જુઓ અત્યાર સુધીનો ટ્રેન્ડ

તેમણે કહ્યું છે કે,  ઓગસ્ટ સપ્ટેમ્બરમાં લોકરક્ષક તથા PSI બંનેની અરજી ફરી માગવામાં આવશે જેથી શૈક્ષણિક લાયકાત ઉંમર વિગેરે કોઈપણ કારણોસર અરજી ન કરી શકે ઉમેદવાર તે વખતે લાયક હશે તો અરજી કરી શકશે. અરજી કરવા માટે 2 સપ્તાહના સમય સાથે અરજીકર્તાઓને તક અપાશે. જેમાં મુખ્યત્વે અંતિમ વર્ષ અને ધોરણ 12માં પાસ થયેલા ઉમેદવારો અરજી કરી શકશે.

ધો.12 માં પાસ થયેલા ઉમેદવાર માટે સુવર્ણ તક

ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 9 મે ના રોજ  લેવાયેલ ધો. 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ તેમજ ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું એટલે નોંધનીય છે કે, પરિણામ જાહેર થયા બાદ હવે જે લોકો પોલીસમાં નોકરી કરવા માંગે છે એ લોકો પણ અરજી કરી શકશે. જેમાં ખાસ કરી કોલેજના અંતિમ વર્ષ અને ધો.12ના ઉત્તીર્ણ ઉમેદવાર અરજી કરવા માટેની મોટી તક આપવામાં આવી છે.
 

ADVERTISEMENT

કેટલા પદ પર થવાની છે ભરતી

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટર સહિત કુલ 12472 પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેની સંભવિત શારીરિક કસોટી ડિસેમ્બર-જાન્યુઆરીમાં લેવાય શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT