CA Result: CA ફાઈનલ અને ઈન્ટરનું પરિણામ જાહેર, જુઓ ટોપરની સમગ્ર યાદી

ADVERTISEMENT

CA Toppers List 2024
CA Toppers List 2024
social share
google news

CA Final, Inter Results 2024 Updates: ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઑફ ઈન્ડિયા (ICAI) એ CA મે ઈન્ટરમીડિયેટ અને ફાઈનલ પરીક્ષા 2024નું પરિણામ જાહેર કર્યું છે. CA ફાઈનલ પરીક્ષા 2024માં દિલ્હીના શિવમ મિશ્રાએ 500 માર્ક્સ (83.33%) મેળવીને ઓલ ઈન્ડિયામાં ટોપ કર્યું છે. દિલ્હીની વર્ષા અરોરાએ 480 માર્ક્સ (80.00%) મેળવીને બીજું સ્થાન મેળવ્યું છે. મુંબઈના કિરણ રાજેન્દ્ર સિંહ અને નવી મુંબઈના ખિલમાન સલીમ અંસારી બન્ને 477 (79.5%) સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા.

CA ઇન્ટરમીડિયેટ કોણે કર્યું ટોપ

જ્યારે ઈન્ટરમીડિયએટ મે 2024ની પરીક્ષામાં ભિવાડીના કુશાગ્ર રોયે 538 (89.67%) માર્ક્સ સાથે દેશમાં ટોપ કર્યું છે. ત્યારપછી સચિન કરિયા અને ભાયંદરનો યાગ્ય લલિત ચાંડક બંનેએ 526 (87.67%) પોઈન્ટ સાથે બીજા ક્રમે રહ્યા છે. તેના બાદ નવી દિલ્હીનો મનિત સિંહ ભાટિયા તથા મુંબઈનો હીરેશ કાશીરામ્કા બંનેએ 519 (86.50%) માર્ક્સ સાથે ત્રીજું ક્રમ પ્રાપ્ત કર્યું છે.

બંને ગ્રુપની પાસ થવાની ટકાવારી 19.88 ટકા

મે મહિનામાં લેવાયેલી CA ફાઈનલ પરીક્ષા 2024માં 74887 ઉમેદવારોએ ગ્રુપ 1ની પરીક્ષા આપી હતી, જેમાંથી માત્ર 20479 ઉમેદવારો પરીક્ષા પાસ કરી શક્યા હતા. ગ્રુપ 2 ની પરીક્ષા 58891 ઉમેદવારોએ આપી હતી જેમાંથી માત્ર 21408 ઉમેદવારો પરીક્ષા પાસ કરી શક્યા હતા. બંને ગ્રુપની પરીક્ષામાં 35819 ઉમેદવારોએ હાજરી આપી હતી જેમાંથી માત્ર 7122 ઉમેદવારો જ પાસ થઈ શક્યા હતા. બંને ગ્રુપની પાસ થવાની ટકાવારી 19.88 ટકા રહી હતી.

ADVERTISEMENT

CA ઇન્ટરમીડિયેટ પરીક્ષાનું પરિણામ કેવું રહ્યું

ICAI દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર, CA ઇન્ટરમીડિયેટ પરીક્ષા 2024માં ગ્રુપ 1 માટે 1,17,764 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જેમાંથી માત્ર 31978 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી હતી. જ્યારે 71145 ઉમેદવારોએ ગ્રુપ 2ની પરીક્ષા આપી હતી જેમાંથી માત્ર 13008 ઉમેદવારો પાસ થયા છે. બંને ગ્રૂપની પરીક્ષામાં 59956 ઉમેદવારોએ હાજરી આપી હતી જેમાંથી માત્ર 11041 ઉમેદવારો પાસ થયા હતા.


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT