Gandhinagar News: શિક્ષણ વિભાગે લીધો મહત્વનો નિર્ણય, ધોરણ 9 અને 11ના વિદ્યાર્થી ખાસ વાંચજો

ADVERTISEMENT

Gandhinagar News
Gandhinagar News
social share
google news

Std. 9 And 11, Re examination: રાજ્ય સરકારના શૈક્ષણિક વિભાગે વિધાર્થીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીને એક નવી તક આપવામાં આવશે. નપાસ થયેલ વિદ્યાર્થી માટે નવા સત્રાના 15 દિવસની અંદર પરીક્ષા લેવામાં આવશે, જેમાં પાસ થયેલા વિધાર્થીઓની બઢતી કરી શકશે.  

નાપાસ વિદ્યાર્થીઓનું હવે વર્ષ નહીં બગડે

ધોરણ 9 તથા ધોરણ 11માં નાપાસ થયેલા વિધાર્થીઓ કે જેનું બોર્ડનું વર્ષ ના બગડે એના માટે શૈક્ષણિક વિભાગે એક મહત્વનો નિર્ણય કર્યો છે. નાપાસ થયેલા વિધાર્થી 15 દિવસમાં પુન: પરીક્ષા આપી શકશે, જેના પરિણામના આધારે તેણે આગળના વર્ષમાં બઢતી આપવામાં આવશે. જે મહત્વપૂર્ણ નિર્ણય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 માં વિદ્યાર્થીને પરિણામ સુધારવા માટેની તક મળે તેવી જોગવાઇ કરવા જણાવેલ છે. જે બાબતને લઇને તા.7-6 ના રોજ મળેલ બોર્ડની શૈક્ષણિક સમિતિમાં સંદર્ભ દર્શિત ઠરાવથી વિદ્યાર્થીઓના હિતમાં કરવામાં આવેલ નિર્ણય મુજબ હાલના વર્ગબઢતીના નિયમોમાં ધોરણ-9 માટે ધોરણ-11 માટે નિશ્ચિત કરવામાં આવી હતી.

Gujarat Rain: અમરેલી,ભાવનગર, રાજકોટ સહિતના વિસ્તારોમાં મેઘમહેર, ગાજવીજ સાથે મુશળધાર વરસાદ

 
પુનઃ પરીક્ષા લઈ બઢતી આપવાનો ઠરાવ 

ધોરણ 9 અને ધોરણ-11 ના વર્ગબઢતીના સુધારેલ નિયમોની જોગવાઇ શૈક્ષણિક વર્ષ 2023-24 થી વાર્ષિક પરીક્ષાના પરિણામમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓ માટે પુનઃ પરીક્ષા શાળા કક્ષાએ તા.29-6 સુધીમાં લઇને તેના પરિણામના આધારે વિદ્યાર્થીને વર્ગબઢતી આપવાનું ઠરાવાયું છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT