Gujarat Board 10th result 2024 topper marksheet: ધ્વનિનો ધો. 10 કમાલ, મેળવ્યા 99.28 પર્સેન્ટાઇલ, જુઓ માર્કસશીટ

ADVERTISEMENT

 Gujarat Board 10th result 2024
ધ્વનિ બારીયાની કહાની
social share
google news

Gujarat Board 10th result 2024 topper marksheet: ગુજરાતમાં છેલ્લા 30 વર્ષમાં આ વખતે ખૂબ જ સારું પરિણામ આવ્યું છે, આ વર્ષના પરિણામની વાત કરવામાં આવે તો 82.56 ટકા રહ્યું છે. આ વખતે છોકરાઓનું 79.12 ટકા અને છોકરીઓનું 86.69 ટકા પરિણામ રહ્યું છે. એવામાં અમદાવાદમાં રહીને અભ્યાસ કરતી મૂળ ગોધરાની ધ્વનિ બારીયા નામની દીકરીએ બોર્ડમાં 99.28 પર્સેન્ટાઇલ મેળવી રાજ્યમાં પરિવારનું નામ રોશન કર્યું છે. 

ધ્વનિ બારીયાની કહાની

ધ્વનિ બારીયાના પિતા ડિલિવરી બોયનું કામ કરે છે અને માતા શાળામાં પ્યુન છે આપણે તેના પરથી જ પરિવારની આર્થિક સ્થિતિનો અંદાજ લગાવી શકીએ છીએ. પરંતુ આવી સ્થિતિમાં પણ પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો અને તેમના જણાવ્યા પ્રમાણે શાળા સિવાય રોજનું  5 કલાક વાંચન જ તેની આ સફળતાનું પરિણામ છે. તેમણે જણાવ્યું હતું કે, પેપર સરળ હતા. આપણે તેમની માર્કશીટમાં નજર કરીએ તો તેને સંસ્કૃતમાં 100 માથી 100 આવ્યા છે, વિજ્ઞાનમાં 98, ગણિતમાં 96 માર્કસ આવેલા છે. ભવિષ્યમાં બી ગ્રુપ લઈને ડોક્ટર બનવાનું સ્વપ્ન છે. ઉપરાંત તેમણે તેમની સફળતા પાછળના વ્યક્તિમાં જણાવ્યું કે શિક્ષક અને માતા પિતાના સયોગથી આ શક્ય થયું છે. ધ્વનિ બારીયા પરિવારની એકમાત્ર દીકરી છે જેને સમગ્ર રાજ્યમાં પોતાની સાથે પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે.      

આ પણ વાંચો:- Gujarat Board 10th result 2024: ધોરણ 10નું છેલ્લા 30 વર્ષમાં રેકોર્ડબ્રેક પરિણામ, જુઓ અત્યાર સુધીનો ટ્રેન્ડ

ગ્રેડ મુજબ ધોરણ -10નું પરિણામ

  • A1 ગ્રેડમાં 23,247 વિદ્યાર્થી
  • A2 ગ્રેડમાં 78,893 વિદ્યાર્થી
  • B1 ગ્રેડમાં 1,18,710 વિદ્યાર્થી
  • B2 ગ્રેડમાં 1,43894 વિદ્યાર્થી
  • C1 ગ્રેડમાં 1,34,432 વિદ્યાર્થી
  • C2 ગ્રેડમાં 72,252 વિદ્યાર્થી
  • D ગ્રેડમાં 6,110 વિદ્યાર્થી
  • E1 ગ્રેડમાં 18 વિદ્યાર્થી

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT