GSSSB વર્ગ-3ની Exam આપી હશે તો ખાતામાં આવશે રૂપિયા, ઉમેદવારો આ ખાસ વાંચી લો
GSSSB Exam prelims exam fee refund: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં CCEની પરીક્ષા (CCE Exam Update) લેવામાં આવી હતી. પરીક્ષા બાદથી ઉમેદવારો ફી રિફંડ માટેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો તેમના માટે હાલ એક મોટી અપડેટ સામે આવી રહી છે.
ADVERTISEMENT
GSSSB Exam fee refund: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં CCEની પરીક્ષા (CCE Exam Update) લેવામાં આવી હતી. વર્ગ-3ની 5554 જગ્યાઓ પર ભરતી માટે લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષા બાદથી ઉમેદવારો ફી રિફંડ માટેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો તેમના માટે હાલ એક મોટી અપડેટ સામે આવી રહી છે.
CCE prelims exam fee refund: ક્યારે મળશે રિફંડ?
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ HASMUKH PATEL એ મોટી જાહેરાત કરી છે. તેમણે ટ્વિટ કર્યું છે કે, 212/202324 CCE માં હાજર રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી રિફંડ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. CCEમાં હાજર રહેલા ઉમેદવારોના જે બેંક એકાઉન્ટ માંથી પરીક્ષા ફી મળી હતી, તે બેંક એકાઉન્ટમાં ઇપેમેન્ટ દ્વારા રિફંડ આપવામાં આવશે. આ રિફંડ મોડામાં મોડું 20જૂન, 2024 સુધીમાં જમા થઈ જશે.
GSSSB Exam Provisional Answer Key: કઈ તારીખે જાહેર થશે પ્રોવિઝનલ આન્સર કી?
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રિસ્પોન્સ શીટ અને પ્રોવિઝનલ આન્સર કી પર માહિતી આપવામાં આવી છે. 25 મેના રોજ સાંજે 6 વાગ્યાથી રિસ્પોન્સ શીટ જાહેર કરાશે. આ માટે https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/88319/login.html લિંક પર ક્લિક કરીને ઉમેદવારો પોતાનું પ્રશ્નપત્ર તથા પોતે પસંદ કરેલા વિકલ્પો સાથેની રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરી શકશે. સાથે જ ટૂંક સમયમાં પ્રોવીઝનલ આન્સર કી સાથેની રિસ્પોન્સ શીટ પર ગૌણ સેવા મંડળની વેસબાઈટ પર મૂકવામાં આવશે.
ADVERTISEMENT
Junior Clerk Preliminary Exam: ક્યારે આવશે ક્લાસ-3ની પરીક્ષાનું પરિણામ?
ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે જણાવ્યું છે કે, ગ્રુપ A અને ગ્રુપ B માટેની સંયુક્ત પ્રિલિમ પરીક્ષાઓ 20 મેના રોજ પૂર્ણ થઈ હતી. 1લી એપ્રિલથી 20 મે સુધીના 19 દિવસોમાં 71 શિફ્ટમાં પરીક્ષા લેવાઈ હતી. 30 જૂન આસપાસ પ્રિલિમ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ શકે છે. પરિણામ બાદ મેરીટમાં આવનારા ઉમેદવારી મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. નોંધનીય છે કે, ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં 66 ટકા ઉમેદવારો હાજર રહ્યા હતા.
ક્યારે આવશે પ્રોવિસનલ આન્સર કી?
હસમુખ પટેલએ PAK ની અપડેટ આપતા જણાવ્યું કે, CCEના પ્રશ્નપત્રોના પ્રશ્નો અંગે ઉમેદવારોએ 1000+ ઈમેલથી સૂચનો કરેલા છે, તે વિચારણામાં લઈને PAK પ્રસિધ્ધ કરવામાં એક અઠવાડિયાનો સમય જાય એવું હોઇ, PAK તા. 7 જૂન 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારોના હિતમાં આ વિલંબ થયો તેવું કહેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT