GSSSB Exam વર્ગ-3ની ભરતી પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કીની તારીખ અને લિંક જાહેર કરાઈ
GSSSB Exam Provisional Answer Key: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં CCEની પરીક્ષા (CCE Exam Update ) લેવામાં આવી હતી. વર્ગ-3ની 5554 જગ્યાઓ પર ભરતી માટે મોટી સંખ્યામાં ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
ADVERTISEMENT
GSSSB Exam Provisional Answer Key: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં CCEની પરીક્ષા (CCE Exam Update ) લેવામાં આવી હતી. વર્ગ-3ની 5554 જગ્યાઓ પર ભરતી માટે મોટી સંખ્યામાં ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષા બાદથી ઉમેદવારો ફાઈનલ આન્સર કી જાહેર થવાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવે ફાઈનલ આન્સર કી પર મોટી અપડેટ સામે આવી છે. જે મુજબ 25મી મેના રોજ પરીક્ષાની રિસ્પોન્સ શીટ જાહેર કરાશે.
કઈ તારીખે જાહેર થશે પ્રોવિઝનલ આન્સર કી?
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રિસ્પોન્સ શીટ અને પ્રોવિઝનલ આન્સર કી પર માહિતી આપવામાં આવી છે. 25 મેના રોજ સાંજે 6 વાગ્યાથી રિસ્પોન્સ શીટ જાહેર કરાશે. આ માટે https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/88319/login.html લિંક પર ક્લિક કરીને ઉમેદવારો પોતાનું પ્રશ્નપત્ર તથા પોતે પસંદ કરેલા વિકલ્પો સાથેની રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરી શકશે. સાથે જ ટૂંક સમયમાં પ્રોવીઝનલ આન્સર કી સાથેની રિસ્પોન્સ શીટ પર ગૌણ સેવા મંડળની વેસબાઈટ પર મૂકવામાં આવશે.
Junior Clerk Preliminary Exam: ક્યારે આવશે ક્લાસ-3ની પરીક્ષાનું પરિણામ?
ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે જણાવ્યું છે કે, ગ્રુપ A અને ગ્રુપ B માટેની સંયુક્ત પ્રિલિમ પરીક્ષાઓ 20 મેના રોજ પૂર્ણ થઈ હતી. 1લી એપ્રિલથી 20 મે સુધીના 19 દિવસોમાં 71 શિફ્ટમાં પરીક્ષા લેવાઈ હતી. 30 જૂન આસપાસ પ્રિલિમ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ શકે છે. પરિણામ બાદ મેરીટમાં આવનારા ઉમેદવારી મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. નોંધનીય છે કે, ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં 66 ટકા ઉમેદવારો હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
5554 જગ્યાઓ પર થઈ રહી છે ભરતી
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી 5554 જગ્યાઓ પરની પરીક્ષામાં ગ્રુપ Aમાં 1926 અને ગ્રુપ Bમાં 3628 જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે. જેમાં પ્રિલિમ પરીક્ષા પૂર્ણ થઈ જતા હવે મેરિટના આધારે મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.
ADVERTISEMENT