GSEB 12th Marksheet: ધો.12 વિદ્યાર્થીઓની માર્કશીટને લઈને આવી માટે મોટી ખબર, જાણો ક્યારે મળશે
GSEB 12th Marksheet News: ગુજરાત બોર્ડનું ધો.12 અને ધો.10નું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં ધો.12 સાસન્યનું 82.45 ટકા પરિણામ અને ધો.12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ આવ્યું હતું.
ADVERTISEMENT
GSEB 12th Marksheet News: ગુજરાત બોર્ડનું ધો.12 અને ધો.10નું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં ધો.12 સાસન્યનું 82.45 ટકા પરિણામ અને ધો.12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ આવ્યું હતું. જોકે પરિણામ બાદથી વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમને માર્કશીટ ક્યારે મળશે તેને લઈને ઉત્સુક જોવા મળી રહ્યા છે. આ વચ્ચે ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓની માર્કશીટ મળવાની તારીખ સામે આવી ગઈ છે.
ધો.12 સાયન્સની માર્કશીટ ક્યારથી મળશે?
ધો.12 સાયન્સનું 9મેના રોજ પરિણામ આવ્યું હતું. ત્યારે હવે આગામી 17મી મેના રોજ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે. આ ઉપરાંત ગુજકેટની માર્કશીટ પણ સ્કૂલમાંથી જ આપવામાં આવશે. આ પહેલા 16મી મેના રોજ તમામ સ્કૂલોમાં માર્કશીટ પહોંચાડવામાં આવશે અને આ બાદ સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને માર્કશીટનું વિતરણ કરવામાં આવશે. ઉપરાંત ગુજરાત બોર્ડ દ્વારા અન્ય વિદ્યાર્થીઓને ટપાલ દ્વારા પણ માર્કશીટ મોકલાશે.
GCAS પોર્ટલ પર 16 મેથી એડમિશન પ્રક્રિયા
તો બીજી તરફ આ વર્ષથી રાજ્યભરની સરકારી યુનિવર્સિટીમાં એડમિશન માટે GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી છે. અગાઉ ધો.12ના વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ ધો.12ની માર્કશીટ આવ્યા બાદ તેમાં વિગતો અપડેટ કરી શકશે. આ સાથે 16મી મેથી ઓનલાઈન એડમિશન પ્રક્રિયા પણ કરી શકશે. વિદ્યાર્થીઓએ માર્ક્સ અપલોડ કરીને ત્યાર બાદ મનપસંદ કોર્ષ તથા કોલેજ સહિતની વિગતો ભરવાની રહેશે. આ બાદ મોક રાઉન્ડ અને મેરિટ મુજબ પ્રવેશની ફાળવણી કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT