GSEB 10th Result 2024 Topper: માત્ર ચાર જ દિવસ પહેલા હીરએ કર્યું ટોપ, આજ દુનિયાને કહ્યું અલવિદા
GSEB 10th Result 2024 Topper: ગુજરાત ધોરણ 10 બોર્ડનું પરિણામ 11 મેના રોજ પ્રકાશિત થયું હતું. આ વખતે સમગ્ર રાજ્યમાં ખૂબ સારું પરિણામ આવ્યું છે એવામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને વાંચી તમારું હદય ધ્રુજી ઉઠશે.
ADVERTISEMENT
GSEB 10th Result 2024 Topper: ગુજરાત ધોરણ 10 બોર્ડનું પરિણામ 11 મેના રોજ પ્રકાશિત થયું હતું. આ વખતે સમગ્ર રાજ્યમાં ખૂબ સારું પરિણામ આવ્યું છે એવામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને વાંચી તમારું હદય ધ્રુજી ઉઠશે. મોરબી રહેવાસી હીર પ્રફુલભાઈ ઘેટીયા કે જેની ઉંમર 16 વર્ષની છે, આ વર્ષે બોર્ડમાં 99.7 પર્સન્ટાઇલ સાથે સમગ્ર રાજ્યમાં ડંકો વગડ્યો હતો. તેમાં પણ ગણિત વિષયમાં તો તેમણે 100માંથી 100 ગુણ મેળવ્યા હતા. એવામાં બ્રેઈન હેમરેજના કારણે અવસાન થયું છે.
16 વર્ષની દીકરીનું અવસાન
હીર નામની આ બાળકીને આજથી એક મહિના પહેલા બ્રેઈન હેમરેજ થયેલું હતું અને તે માટે મગજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ તેની તબિયત સારી થતા હોસ્પીટલમાંથી રજા આપી તેમને ઘરે મોકલવામાં આવ્યા હતા, પરંતુ ઘરે ગયા પછી તેણે અચાનક શ્વાસ અને હૃદયની તકલીફ થતા તાત્કાલિક તેમને ફરી આઈસીયુમાં હોસ્પિટલે દાખલ કરવામાં આવી હતી. ડોક્ટર દ્વારા મગજના એમઆરઆઈ રિપોર્ટ કરાવતા માલુમ પડ્યું કે તેમને મગજનો 80 થી 90 ટકા ભાગ કામ નહોતો કરતો આથી આઈસીયુમાં દાખલ કરી અને સઘન સારવાર આપવામાં આવી હતી પરંતુ ડોક્ટર અને સગા વાલાઓની અર્થાત મહેનત પછી પણ દર્દીની તબિયતમાં કોઈ સુધારો ન જણાતા દર્દીનું આજ રોજ અવસાન થયુ હતું. નાની ઉંમરની દીકરી હોવા છતાં માતા-પિતા દ્વારા ખૂબ જ કઠિન એવો ચક્ષુદાન અને દેહદાનનો નિર્ણય લેવામાં લઇ સમાજને પ્રેરણા રૂપ દાખલો બેસાડ્યો હતો.
જિંદગી સામે જંગ હારી 'હીર'
હીર અભ્યાસમાં ખુબ જ તેજસ્વી હતી અને આ વર્ષે ધોરણ 10 બોર્ડના પરિણામમાં 99.7 પર્સન્ટાઇલ આવેલું છે. ઉલ્લેખનીય છે કે હીરનું સ્વપ્ન ડોક્ટર બનવાનું હતું. જેથી જેને દાનમાં ચક્ષુ મળેલ છે તેની પાસેથી અપેક્ષા રાખીએ કે તેઓ ડોક્ટર બનવાનું હીરનું મહત્વકાંક્ષી સ્વપ્ન સાકાર કરે અને દેહદાન થકી મેડીકલના વિદ્યાર્થીઓ તેમના જ્ઞાનમાં સફળતાના શિખરો સર કરે.
ADVERTISEMENT
ફરી એકવાર છોકરીઓએ બાજી મારી
- 1389 સ્કુલોનું 100 ટકા પરિણામ
- 23247 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો
- વિદ્યાર્થીઓનું પરિણામ 79.12 ટકા
- વિદ્યાર્થિનીઓનું પરિણામ 86.69 ટકા
- છોકરીઓનું પરિણામ 7.57 ટકા વધુ
(બાઈલાઇન: રોનક મજેઠીયા, રાજકોટ)
ADVERTISEMENT