વરસાદના કારણે મોકૂફ રખાયેલી નાયબ મામલતદાર અને DySOની પરીક્ષા ક્યારે લેવાશે? આવી મોટી અપડેટ
GPSC DySO Exam: GPSC દ્વારા લેવાનાર નાયબ મામલતદારની મુખ્ય પરીક્ષાને વધુ વરસાદના કારણે સ્થગિત કરવામાં આવી હતી. જોકે હવે વિગતો મળી રહી છે કે, આગામી સપ્ટેમ્બર માસમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવી શકે છે.
ADVERTISEMENT
GPSC DySO Exam: GPSC દ્વારા લેવાનાર નાયબ મામલતદારની મુખ્ય પરીક્ષાને વધુ વરસાદના કારણે સ્થગિત કરવામાં આવી હતી. જોકે હવે વિગતો મળી રહી છે કે, આગામી સપ્ટેમ્બર માસમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવી શકે છે. આ અંગે સ્કૂલોમાં રજા કે અન્ય કોઈ પરીક્ષાની તારીખ ટકરાય નહીં તે રીતે GPSC પરીક્ષાની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે.
127 જગ્યાઓ પર ભરતી થઈ રહી છે
GPSC દ્વારા ઓક્ટોબર 2023માં નાયબ મામલતદારની 127 જેટલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી હતી. જેની પ્રાથમિક કસોટી ઓક્ટોબરમાં યોજાઈ હતી. હવે મુખ્ય પરીક્ષાનું આયોજન કરાયું હતું, જેમાં અમદાવાદમાં 10 અને ગાંધીનગરમાં 20 જેટલા કેન્દ્રો હતા. જોકે ફરીથી લેવાનાર પરીક્ષામાં પણ કેન્દ્રની ફેરબદલી થાય તેવી શક્યતા નથી.
એક દિવસમાં બે પેપર લેવાઈ શકે
GPSCના અધિકારીઓના જણાવ્યા મુજબ, મુખ્ય પરીક્ષા માટે કેટલી સ્કૂલની બિલ્ડિંગ મળે છે તે મહત્વનું રહેશે. સાથે જ જો ઓછા દિવસ માટે સ્કૂલની બિલ્ડિંગ મળે તો એક દિવસમાં બે પેપર પણ લેવામાં આવી શકે છે. આથી ઉમેદવારોએ આ મુજબ તૈયાર રહેવાની જરૂર રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT