GPSC Recruitment: GPSC માં રાજ્ય વેરા નિરીક્ષક (STI) સહિત કુલ 450 જગ્યા પર ભરતી, વાંચો વિગતે માહિતી

kenil somaiya

ADVERTISEMENT

GPSC Recruitment
GPSC Recruitment
social share
google news

GPSC Recruitment 2024: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો તૈયાર થઈ જજો, ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વિવિધ પોસ્ટ માટે મોટી ભરતી બહાર પાડવામાં આપવી છે. GPSC દ્વારા  કૂલ 450 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. GPSC Recruitment અંતર્ગત લાંબા સમયથી રાહ જોવામાં આવી રહેલી STI (state tax inspector) ની 300 પદ માટેની જાહેરાત પણ કરવામાં આવી છે. આ સિવાય નાયબ બાગાયત નિયામક વર્ગ-1, જુનિયર ટાઉન પ્લાનર, આસીસ્ટન્ટ મેનેજર વર્ગ 3 સહિતની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે.

વાંચો સંપૂર્ણ નોટિફિકેશન

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિવિધ 18 પોસ્ટની કૂલ 450 જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવી છે. અરજદારો તારીખ 12/08/2024 (બપોરે 1:00)થી તા. 31/08/2024 (રાત્રે 11:59) સુધી Online અરજી કરી શકે છે. સંપૂર્ણ નોટિફિકેશન નીચે પ્રમાણે છે, તેના પરથી તમે ભરતી પ્રક્રિયા અંગેની તમામ માહિતી મેળવી શકો છો. 

Detail Notification of STI

ફોર્મ કોણ ભરી શકશે?

ADVERTISEMENT

(1) કોઈ પણ ક્ષેત્રમાં GRADUATE
(2) વયમર્યાદા: 20 વર્ષ 
(3) કોલેજના છેલ્લા વર્ષમાં હોય તે વિદ્યાર્થી. પણ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરતી વખતે ડિગ્રી સર્ટીફીકેટ હોવું જોઈએ. 

વધુ વિગત જાણવા અહીં ક્લિક કરો: https://ojas.gujarat.gov.in/AdvtDetailFiles/GPSC_202425_28.pdf

GSSSB Recruitment: ગુજરાત સરકારમાં ફાયરમેન-કમ-ડ્રાઈવરની ભરતી, જાણો કોણ-કોણ કરી શકશે અરજી?

વિવિધ પોસ્ટ

પોસ્ટ વર્ગ જગ્યા
નાયબ બાગાયત નિયામક વર્ગ-1 2
સાયન્ટિફિક ઓફિસર(ફોરેન્સિક સાયકોલોજી જૂથ) વર્ગ-2 2
ટેકનિકલ એડવાઈઝર વર્ગ-1 1
વીમા તબીબી અધિકારી(આયુર્વેદ) વર્ગ-2 9
લેક્ચરર(સિલેક્શનસ્કેલ)ગુજરાત નર્સિંગ સેવા વર્ગ-1 5
લેક્ચરર(સીનીયરસ્કેલ)ગુજરાત નર્સિંગ સેવા વર્ગ-1 6
પેથોલોજીસ્ટ(તજજ્ઞ સેવા) વર્ગ-1 14
મનોરોગ ચિકિત્સક (તજજ્ઞ સેવા) વર્ગ-1 22
માઇક્રોબાયોલોજીસ્ટ (તજજ્ઞ સેવા) વર્ગ-1 16
પેથોલોજીસ્ટ, કા.રા.વિ.યો. વર્ગ-1 2
રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3 300
આસીસ્ટન્ટ મેનેજર વર્ગ-3 18
મદદનીશ ઈજનેર(સિવિલ)(GMC) વર્ગ-2 16
મદદનીશ ઈજનેર (વિદ્યુત)(GMC) વર્ગ-2 6
જુનિયર ટાઉન પ્લાનર, (GMC) વર્ગ-2 2
હેલ્થ ઓફિસર, (GMC) વર્ગ-2 11
સ્ટેશન ઓફિસર (GMC) વર્ગ-3 7

GPSC Recruitment 2024: કેવી રીતે અરજી કરવી?

સૌ પ્રથમ https://gpsc.gujarat.gov.in/ ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
Latest Updates પર ક્લિક કારો
https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો
ફોટો અને સહી સહિતની આપવામાં આવેલ વિગતો યોગ્ય રીતે ભરો
ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
ત્યારબાદ યાદી માટે એપ્લિકેશન ફૉર્મની પ્રિન્ટ કાઢવી લેવી. 

ADVERTISEMENT

શૈક્ષણિક લાયકાત

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ પોસ્ટ માટે કૂલ 450 જગ્યાઓ છે, આ જગ્યાઓ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. જેથી ઉમેદવારોએ જે તે પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત જાણવા માટે સંસ્થાની વેબસાઈટ ઉપર આપેલા સત્તવાર નોટિફિકેશન વાંચવાનું રહેશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT