Big News: પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર, લાલિયાવાડી બાદ શિક્ષણ વિભાગ એક્શનમાં

ADVERTISEMENT

શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર
Gandhinagar News
social share
google news

Gandhinagar News: ગુજરાતના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સરકારી-ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોના શિક્ષકોની જિલ્લા ફેર બદલીના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. જે મુજબ હવે શિક્ષક ત્રણના બદલે માત્ર એક જ જિલ્લાની પસંદગી કરી શકશે. આ સિવાય વધમાં પડેલા શિક્ષકો માટે વદ પરત કેમ્પ યોજવાની નવી જોગવાઈ પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે, અત્યાર સુધી શિક્ષક કુલ ત્રણ જિલ્લાની પસંદગી કરી શકતા હતા.

હવે કોઈ એક જિલ્લાની જ કરી શકાશે પસંદગી

અસર-પરસની અરજીઓમાં પહેલા એવું હતું કે આ અરજીઓ એપ્રિલમાં 1થી 15 તારીખના બદલે નિયામકની સૂચના અનુસાર થશે. આ સિવાય જિલ્લાફેર એકતરફી ઓનલાઈન બદલી કેમ્પ બે ભાગમાં કરાશે. આ બદલી કેમ્પમાં અરજી કરનાર શિક્ષકે પોતાની પસંદગીના કોઈ એક જિલ્લાની પસંદગી કરવાની રહેશે.

કેવી રીતે કરાશે યાદી જનરેટ?

પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, જે તે જિલ્લામાં પોર્ટલમાં મળેલ તમામ અરજીઓની 50 ટકા અગ્રતા અને 50 ટકા સિનિયોરિટી મુજબ યાદી જનરેટ કરાશે. યાદી મુજબ ખાલી જગ્યાઓ પૈકી પસંદગીની શાળાઓનો ક્રમ આપવાનો રહેશે. 

ADVERTISEMENT

ફરિયાદ નિવારણ માટે સમિતી બનાવાઈ

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કુલ 4 સભ્યોની એક ફરિયાદ નિવારણ સમિતી બનાવવામાં આવી છે. આ સમિતી નવા ફેરફારો મુજબ માત્ર બદલી પૂરતી જ સિમિત બનાવી દેવાઈ છે.

    follow whatsapp

    ADVERTISEMENT