જ્ઞાન સહાયકોનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવાના નિર્ણય પર મહત્વપૂર્ણ સમાચાર, તમામ DEOને અપાયો મોટો આદેશ?
Gujarat Jobs News: ગુજરાત સરકાર દ્વારા ગત વર્ષે શરૂ કરાયેલી જ્ઞાન સહાયક યોજના હેઠળ રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધો.9થી 12 માટે કરાર આધારિત શિક્ષકોની ભરતી કરાઈ છે. આવા કરાર આધારિત ભરતી થયેલા જ્ઞાન સહાયકોનો કોન્ટ્રાક્ટ 8મી મેના રોજ પૂરો થઈ રહ્યો છે.
ADVERTISEMENT
Gujarat Jobs News: ગુજરાત સરકાર દ્વારા ગત વર્ષે શરૂ કરાયેલી જ્ઞાન સહાયક યોજના હેઠળ રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધો.9થી 12 માટે કરાર આધારિત શિક્ષકોની ભરતી કરાઈ છે. આવા કરાર આધારિત ભરતી થયેલા જ્ઞાન સહાયકોનો કોન્ટ્રાક્ટ 8મી મેના રોજ પૂરો થઈ રહ્યો છે. ત્યારે કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા તમામ DEOને પરિપત્ર મોકલીને તમામ જ્ઞાન સહાયકોનો કોન્ટ્રાક્ટ 13મી જૂનથી રિન્યૂ કરવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: RTE Admission: RTE હેઠળ ખાલી પડેલી 8 હજારથી વધુ બેઠકો પર પ્રવેશ માટે આજથી બીજો રાઉન્ડ શરૂ
8 મેએ પૂરો થશે જ્ઞાન સહાયકોનો કોન્ટ્રાક્ટ
રાજ્ય સરકારની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ગત વર્ષે 11 માસના કરારથી જ્ઞાન સહાયકોની ભરતી કરાઈ હતી. 4થી મેથી આ આવા જ્ઞાન સહાયકોનો કોન્ટ્રાક્ટ પૂરી થઈ રહ્યો છે. જોકે ચૂંટણી હોવાના કારણે કેટલાક જ્ઞાન સહાયકોને તેની કામગીરી સોંપવામાં આવી હોવાથી કોન્ટ્રાક્ટનો સમય વધારીને 8 મે સુધી કરવામાં આવ્યો હતો. જયારે 9મી મેથી ઉનાળું વેકેશન શરૂ થઈ રહ્યું છે અને 12 જૂને તે પૂરું થશે. એવામાં સ્કૂલો 13મી જૂનથી શરૂ થશે.
આ પણ વાંચો: Board Result: આ વખતે પહેલા 12 સાયન્સ, પછી ધો.12 સામાન્ય પ્રવાહ અને ધો.10નું પરિણામ જાહેર થશે
13 જૂનથી રિન્યૂ કરાશે નવો કોન્ટ્રાક્ટ
એવામાં જ્ઞાન સહાયકો માટ કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા તમામ DEOને પરિપત્ર કરીને સૂચના આપવામાં આવી છે કે, નવુ સત્ર શરૂ થતા પ્રથમ દિવસથી જ સ્કૂલોમાં જ્ઞાન સહાયકો ઉપલબ્ધ થાય તે માટે 11 માસનો કરાર 13 જૂથથી રિન્યૂ કરવાની કામગીરી કરવામાં આવે. જ્ઞાન સહાયકોના અપાતા માનદવેતન સમયસર ચૂકવવા તમામ જિલ્લાઓને ગ્રાન્ટ ફાળવી દેવાઈ છે. પરિપત્રમાં કહેવાયું છે કે DEOએ આ તમામ શિક્ષકોને 15 મે સુધીમાં તેમને ચૂકવવા પાત્ર રકમ ચૂકવી દેવાની રહેશે. આ બાદ નિયત પત્ર ભરીને કોઈ ચૂકવવા પાત્ર રકમ બાકી રહેતી નથી તેવું પ્રમાણપત્ર કમિશનર કચેરીમાં 20મી મે સુધીમાં મોકલવાનું રહેશે. જોકે ઉનાળું વેકેશન દરમિયાન જ્ઞાન સહાયકોનો કોન્ટ્રાક્ટ ન હોવાથી આ સમયનું વેતન તેમને નહીં ચૂકવવામાં આવે.
ADVERTISEMENT
ADVERTISEMENT