મહીસાગર કોંગ્રેસમાં ભૂકંપ, એક સાથે 13 હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામાં
વિરેન જોશી, મહીસાગર: રાજ્યમાં કોંગ્રેસની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. કોંગ્રેસ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આ…
ADVERTISEMENT
વિરેન જોશી, મહીસાગર: રાજ્યમાં કોંગ્રેસની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. કોંગ્રેસ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આ દરમિયાન મહીસાગર જીલ્લામાં ફરી એકવાર રાજકારણ ગરમાયુ છે મહીસાગર જીલ્લા કોંગ્રેસના મંત્રી તાલુકા મંત્રી પ્રમુખ ઉપપ્રમુખ સહીત 13 હોદ્દેદારોએ રાજીનામું ધરી દીધું છે.
કૉંગ્રેસ સંગઠનમાંથી રાજીનામુ આપનાર તમામ 13 હોદેદારોએ જીલ્લામાં કૉંગ્રેસના આંતરિક કલહને જવાબદાર બતાવી તેમજ પક્ષમાં હોદેદારોની અવગણના થતી હોવાનો આક્ષેપ સાથે તમામ હોદેદારોએ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષના તમામ હોદા પરથી તેમજ પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપી દીધું છે
જિલ્લા પ્રમુખની પણ અવગણના?
ગુજરાત તક દ્વારા મહીસાગર જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ શુરેશભાઈ પટેલે સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મહીસાગર જિલ્લા કૉંગ્રેસ પક્ષના સંગઠનમાં વિવિધ હોદ્દો ધરાવતા 13 હોદેદારોનું સમૂહ રાજીનામું મને વોટએસપ દ્વારા મળ્યું છે. અને આ તમામ હોદેદારો એ પોતાની પક્ષમાં અવગણના થતી હોય રાજીનામું આપ્યું છે. અને જણાવ્યું હતું કે અવગણના તો અમારી પણ થતી હોય છે. પરંતુ રાજીનામુ આપવું એ વિકલ્પ નથી. થોડી ધીરજ રાખવી જોઈએ. આ તમામ હોદેદારો ભાજપમાં જોડાશે એવું જાણ્યું છે.
ADVERTISEMENT
આ નેતાઓએ આપ્યું રાજીનામું
ઠાકોર અલ્પેશ- જિલ્લા મંત્રી
રોહિત વિજય- જિલ્લા મંત્રી
અજયસિંહ સોલંકી- તાલુકા મંત્રી
રાજેન્દ્રસિંહ રણા- તાલુકા સહમંત્રી
અભેસિંહ બીહોલા- તાલુકા મંત્રી
કીરપાલસિંહ રણા (ઠાકોર)- ઉપપ્રમુખ
જસપાલસિંહ ઠાકોર- તાલુકા સહમંત્રી
નરેન્દ્રસિંહ સોલંકી- તાલુકા ઉપપ્રમુખ
ધવલકુમાર જોશી- તાલુકા ઉપપ્રમુખ
રક્ષેશ ટેલર- તાલુકા મહામંત્રી
મોતીભાઈ અમરાભાઈ- સંયોજક રાજગઢ
મહિપાલસિંહ સોલંકી- મહામંત્રી
પ્રભાતસિંહ હાડા- તાલુકા મંત્રી
ADVERTISEMENT
આ પણ વાંચો: રાજકોટની મારવાડી યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં, જ્ઞાતિ મુદ્દે ટીપ્પણી થતાં નોંધાઈ ફરિયાદ
ADVERTISEMENT
છેલ્લા એક મહિનામાં 20 રાજીનામાં પડ્યા
મહીસાગર જીલ્લાની ત્રણ વિધાનસભા બેઠકમાંથી લુણાવાડા બેઠક પર કૉંગ્રેસનો વિજય થયો છે. તેમ છતાં અવગણના થતાં હોદેદારો કૉંગ્રેસ પક્ષ છોડી રહ્યા છે. એક સમયે મહીસાગર જિલ્લો કૉંગ્રેસનો ગઢ હતો. હવે આ ગઢના કાંકરા ખરવા માંડ્યા છે. અને જિલ્લામાં એક પછી એક કૉંગ્રેસના હોદેદારો કૉંગ્રેસ છોડી રહ્યા છે. છેલ્લા એક જ માસમાં 20 જેટલા કાર્યકરો અને હોદેદારોએ રાજીનામું આપી કૉંગ્રેસ પાર્ટીને રામરામ કરી દીધા છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT